________________
૨૬૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૩. આચાર્યનું સ્વરૂપ :
નામાદિ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. એક ભવિકાદિ અથવા લૌકિકમાં શિલ્પશાસ્ત્રાદિને જાણનાર દ્રવ્ય આચાર્ય કહેવાય છે. પાંચ આચારને આચરનાર તથા ઉપદેશક આચાર્ય કહેવાય છે. પાંચ આચારના જ્ઞાનથી અનુપયુક્ત તે આગમથી દ્રવ્યાચાર્ય છે. અને સ-ભવ્યવ્યતિરિક્ત તે એક ભવિક, આચાર્યબદ્ધ આયુવાળા અથવા અપ્રધાન તે નો આગમથી દ્રવ્યાચાર્ય છે. પાંચ આચારને મોક્ષ માટે આચરનાર તેનું કથન કરનાર, ઉપદેશક તે ભાવાચાર ઉપયુક્ત હોવાથી ભાવાચાર્ય કહેવાય છે.
૪. ઉપાધ્યાયનું સ્વરૂપ -
તે પણ નામાદિ ચાર પ્રકારે છે. લૌકિક શિલ્પાદિ, તથા સ્વધર્મના ઉપદેશક અન્યદર્શનીઓ વ્યતિરિક્ત દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય છે. દ્વાદશાંગ રૂપ સ્વાધ્યાય શિષ્યોને સૂત્રથી ઉપદેશે તે ભાવ ઉપાધ્યાય કહેવાય છે.
૫. સાધુનું સ્વરૂપ :
સાધુ નમસ્કારના અધિકારમાં નિયુક્તિની દશ ગાથાઓ સુગમ છે એટલે એમાંથી સ્વરૂપ સમજી લેવું.
વસ્તુ દ્વાર સમાપ્ત આક્ષેપ દ્વાર - સંક્ષેપ અને વિસ્તારને અતિક્રમ કરીને ન રહે તે સૂત્ર. સંક્ષેપવતસામાયિકસૂત્ર વિસ્તારવત-ચૌદપૂર્વે આ નમસ્કાર ઉભયાતીત છે. જ્યાં સંક્ષેપ કે વિસ્તાર નથી. જો એ સંક્ષેપ હોય તો બે પ્રકારનો જ નમસ્કાર થાય સિદ્ધ અને સાધુને, પરિનિવૃત્ત અહંદાદિ સિદ્ધ શબ્દથી અને સંસારી સાધુ શબ્દથી ગ્રહણ કરવાથી, જો કે વિસ્તારથી તે પણ ઘટતું નથી, કેમકે વિસ્તારથી નમસ્કાર અનેક પ્રકારનો છે. જેમકે, ઋષભ-અજિતાદિના નામગ્રાહપૂર્વક સર્વ તીર્થકરોને તથા એક બે-ત્રણ આદિ સમય સિદ્ધોને યાવતુ અનંત સમય સિદ્ધોને તથા તીર્થ-લિંગ-પ્રત્યેક બુદ્ધાદિ વિશેષણથી વિશિષ્ટોને આ રીતે અનંતભેદ નમસ્કાર થાય છે, તેથી એ બંને પક્ષ માની એ નવકાર પાંચ પ્રકારનો ઘટતો નથી.
પ્રસિદ્ધિ દ્વાર - આક્ષેપનો જવાબ એટલે પ્રસિદ્ધિ- સંક્ષેપો ના વિસ્તરતઃ એ અસિદ્ધ છે. કેમકે એ સંક્ષેપ છે. કારણ વશ કૃતાર્થ-અકૃતાર્થના પરિગ્રહથી સિદ્ધસાધુ માત્ર જ સંક્ષેપ કહેલો છે ને ! એવું માનવું બરાબર નથી, ત્યાં અન્ય કારણ પણ છે-અરિહંતાદિ નિયમ સાધુઓ છે. સાધુઓની અરિહંતાદિમાં ભજના છે. કેમકે, તે બધા અરિહંતાદિ નથી. કેટલાક અરિહંત