________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૧
સિદ્ધની અવગાહના :
ત્રીજા ભાગથી હીન પાંચમો ધનુષ પ્રમાણ શરીરવાળાની ઉત્કૃષ્ટ અવગાહના, સાત હાથ પ્રમાણવાળાની મધ્યમ અવગાહના અને બે હાથવાળાની જઘન્ય અવગાહના થાય છે.
પ્રશ્ન-૧૧૩૩- તો પછી મરૂદેવી માતાની એ પ્રમાણે અવગાહના કેવી રીતે ઘટે? કેમકે તેમની અને નાભિકુલકરના શરીરની ઊંચાઈ પાંચસો પચ્ચીસ ધનુષ છે.
ઉત્તર-૧૧૩૩ – તે નાભિકુલકરથી કાંઈક ન્યૂન અવગાહનાવાળા છે, તેથી પાંચસો ધનુષની જ અવગાહના કહેવાય. અથવા હાથી પર ચડેલા હોવાથી સંકુચિત અંગે મોક્ષપદ પામેલા છે એમ સમજવું એટલે તે અવગાહનામાં વિરોધ નહિ આવે.
પ્રશ્ન-૧૧૩૪ – શાસ્ત્રમાં જઘન્યથી સાત હાથ ઊંચાઈવાળાને મોક્ષની પ્રાપ્તિ કહેલ છે અહીં તમે બે હાથ પ્રમાણવાળો શાથી કહો છો ?
ઉત્તર-૧૧૩૪ – તે સાત હાથ પ્રમાણ તીર્થકરો માટે જાણવું અને સામાન્ય કેવળીઓ મોક્ષ પામતા હોય તેમને બે હાથ પ્રમાણ જાણવું. તે બે હાથ પ્રમાણવાળા કુર્માપુત્ર વગેરે જઘન્યથી હોય છે. આમ સિદ્ધાંતમાં જે ઉત્કૃષ્ટ અને જઘન્યાદિ અવગાહના કરી છે તે બહુલતા આશ્રયીને કહી છે. સિદ્ધક્ષેત્રમાં બિરાજમાન સિદ્ધની સ્થિતિ તથા સ્પર્શના :
જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો કહ્યા છે. તે સર્વલોકના અંતે પરસ્પર અવગાહીને રહેલા છે. નિયમાં એક સિદ્ધ સર્વપ્રદેશો વડે અનંત સિદ્ધોને સ્પર્શે છે, અને જે એ રીતે દેશ-પ્રદેશથી સ્પર્શાએલા છે તે પણ તેનાથી અસંખ્યાત ગુણા છે. કેમકે સર્વ પ્રદેશો વડે અનંતા સિદ્ધો સ્પર્શાવેલા છે.
એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો અવગાહીને રહેલા છે તેના કરતાં પ્રદેશની વૃદ્ધિ-હાનિથી જે અવગાહી રહ્યા છે તે અસંખ્યય ગુણા છે, કેમકે એક સિદ્ધનો અવગાહ અસંખ્યય પ્રદેશાત્મક છે. પ્રશ્ન-૧૧૩૫ – તો પછી એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો કઈ રીતે સમાય છે?
ઉત્તર-૧૧૩૫ – જેમ એક શેયમાં અનેક જ્ઞાનોનો સમાવેશ થાય છે, અથવા એકરૂપમાં અનેક દૃષ્ટિઓ રહેલી છે, તેમ મૂર્તિના અભાવે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધ સમાય છે.