________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૨૫૨
તેમનું ગ્રહણ પણ હોય, પણ એવું ત્યાં કહ્યું નથી. તેથી અંતર્મુહૂર્ત અવશેષાયુ જ સમુદ્ધાત કરે છે. આયુ કરતાં અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મનો સમ્યગ્ રીતે ઘાત કરે તે સમુદ્દાત કહેવાય. તેની ઈચ્છાવાળો જીવ પ્રથમ આવર્જિકરણ કરે છે. અર્થાત્ ‘હવે મારે આ કરવું જોઈએ' એવો કેવળીનો જે ઉપયોગ અથવા ઉદયાવલિકામાં કર્મ પ્રક્ષેપરૂપ વ્યાપાર તે આવર્જિકરણ કહેવાય તે અંતર્મુહૂર્ત સુધી કરીને પછી કેવલી સમુદ્દાત કરે છે.
પ્રશ્ન-૧૧૦૫ – સમુદ્દાતગતનો મન-વચન-કાય યોગમાં કયો યોગ ક્યા સમયે વપરાય
–
છે ?
ઉત્તર-૧૧૦૫ – કેવલી સમુદ્દાતગત મન-વચનનો વ્યાપાર પ્રયોજનાભાવે નથી જ કરતો. ઔદારિક કાયયોગનો વ્યાપાર પ્રથમ-આઠમાં સમયે દંડ કરણાદિ ક્રિયામાં પ્રયત્ન ક૨વાથી કરે છે ૨-૬-૭માં સમયોમાં ઔદારિકને કાર્પણ સાથે મિશ્ર વ્યાપાર કરે છે. ૩-૪૫માં સમયે કાર્પણ કાયયોગ જ વપરાય છે.
પ્રશ્ન-૧૧૦૬
સમુદ્ઘાતથી નિવૃત્ત થયેલો એ શું કરે છે ?
ઉત્તર-૧૧૦૬ સમુદ્લાતગત કોઈ સિદ્ધ થતો નથી અને નિવૃત્ત સમુદ્દાત પણ અંતર્મુહૂર્ત સંસારમાં જ રહે છે, ત્યાં રહેતોએ મન-વચન-કાયરૂપ ત્રણે યોગો વાપરે છે, ત્યાં મન-વચનયોગ સત્ય-અસત્યાકૃષ વાપરે છે. કાયયોગ ઔદારિક વાપરતો ગમનાગમનાદિ કે પ્રત્યાહરણીય ગ્રહણ કરેલા પીઠફલકાદિ પ્રત્યાર્પણ કરે, ત્યારબાદ એ સર્વ યોગોનો નિરોધ કરે છે.
-
-
એ યોગનિરોધ શા માટે કરે છે સયોગ જ કેમ સિદ્ધ ન થાય ?
-
પ્રશ્ન-૧૧૦૭
ઉત્તર-૧૧૦૭ – ત્રણે પ્રકા૨નો યોગ કર્મના બંધનો હેતુ છે. કર્મબંધ સંસારનું કારણ જ છે એટલે સયોગ કઈ રીતે સિદ્ધ થાય ? અને પર્યંતે સકલકર્મનિર્જરાનું કારણ પરમશુક્લ ધ્યાન જ છે. તે સયોગજીવ પ્રાપ્ત ન કરે, સયોગ એ સક્રિય છે અને પરમશુક્લધ્યાન સમુચ્છિન્નાશેષ ક્રિયારૂપ છે એટલે સયોગ કઈ રીતે સિદ્ધ થાય ? તેથી યોનિરોધ કરવો. જઘન્ય યોગવાળા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનાં જેટલાં મનોદ્રવ્યો હોય છે તથા વ્યાપાર હોય છે તેનાથી અસંખ્ય ગુણ હીન, સમયે સમયે કેવળી મનનો નિરોધ કરતાં અસંખ્યાત સમયે સર્વ નિરોધ કરે, પછી પર્યાપ્તા બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગ નિરોધ કરે, પછી પ્રથમ સમયે ઉત્પન્ન સૂક્ષ્મ પનકના જઘન્ય કાયયોગથી અસંખ્યગુણ હીન પ્રતિસમય રૂંધતા અને દેહના ત્રીજા ભાગને મૂકતાં અસંખ્ય સમયે સર્વ કાયયોગ નિરોધ કરીને પછી શૈલેષીભાવને પામે છે.