________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૫
પૂજકે કરેલ નમસ્કાર પૂજયનો માનવામાં ઘણા દોષો આવે છે. કૃતનાશ-અકૃતાગમએકત્વ-સંકરાદિ. જેનું કૃત છે તેના અસ્વીકારથી કૃતનાશ, જેને નથી કર્યું તેને માનવાથી અકૃતાગમ બંનેનો અભિન્ન નમસ્કાર ધર્મક હોવાથી એકત્વ કે સંકર દોષ આવે છે.
પ્રશ્ન-૧૦૭૬ – જો પૂજકથી ભિન્ન પૂજનીયનો પૂજક છતાં સ્વામિભાવથી તે નમસ્કાર થાય તો શું દોષ? ધર્મના દ્રવ્યાંતર નૈગમાદિ સંચરણનો સ્વીકાર કરવાથી કોઈ દોષ નથી કેમકે દેવદત્તની ગાય તેને છોડીને અન્ય સ્થાને રહેલી છે છતાં તેનો સ્વામી તો દેવદત્ત જ છે ને?
ઉત્તર-૧૦૭૬ – અન્યત્ર રહેલ ગવાદિક દ્રવ્યના વિષયમાં અન્યત્ર રહેલ દેવદત્તનો “આ એનું” એવો સ્વામિત્વ વ્યપદેશ ઘટે. પણ ગુણમાં ન ઘટે. પટનું શુકલત્વ-શુક્લગુણ દેવદત્તનું ગણાતું નથી. જો ગણવા જઈએ તો યા તો સાંકર્ય થાય અથવા એકત્વ.
પ્રશ્ન-૧૦૭૭ – ગુણોમાં પણ આ ન્યાય દેખાય જ છે ને! જેમકે અન્ય આધાર એવો દેવદત્ત સંબંધિ પટાદિગત શુકલાદિ ગુણો દેવદત્તના કહેવાય છે એટલે તેમાં તેનું સ્વામિત્વ નિવારી ન શકાય. કેમકે, તે પોતાના પટાદિમાં રહેલા શુક્લાદિગુણો દેવદત્ત ભોગવે જ છે. જેમ સ્વગુણો રૂપાદિનો સ્વામી દેવદત્ત છે તેમ પૂજકમાં રહેલ નમસ્કારનો જો પૂજ્ય સ્વામિ થાય તો શું દોષ છે?
ઉત્તર-૧૦૭૭ – એ રીતે પણ તે નમસ્કાર પૂજયને યોગ્ય નથી, પૂજ્યને પરની પાસે રહેલ ધનની જેમ તેનું ફળ જે સ્વર્ગાદિ છે તેનો અભાવ છે. પરંતુ સ્વગદિફળ એનાથી મળતું હોવાથી એ નમસ્કાર પૂજકને કહો તે બરાબર ઘટે છે જેમકે પોતાની પાસે રહેલું ધન જેમ પોતાને ફળદાયી બને છે.
પ્રશ્ન-૧૦૭૮- પૂજ્યનું જ પૂજા લક્ષણ ફળ પ્રત્યક્ષથી જણાય છે અને પૂજકને તે નથી જણાતું તેથી તનામાવા એ હેતુ અશુદ્ધ છે. એવું નૈગમાદિ નયવાદિઓ માને તો?
ઉત્તર-૧૦૭૮- ના. તે પૂજ્યનું પૂજાલક્ષણ ફલ નથી. આકાશ વતુ, અનુપજીવીવાત્ જે જેનો અનુપજીવી હોય તે તેનું ફળ નથી, બળતા અગુરુ-કપૂરાદિના ધૂમાડાથી ફેલાતી સુગંધાદિ જેમ આકાશનું ફળ થતું નથી. પરંતુ તેના ઉપજીવક દેવદત્તાદિનું જ થાય છે, વીતરાગ એ પૂજાના અનુપજીવી છે એટલે તે તેનું ફળ નથી પણ પૂજકનું જ છે. આ નમસ્કાર દષ્ટફલાર્થ નથી કે પૂજયના ઉપકાર માટે પણ નથી. પરંતુ અનંતર ફળ આ નમસ્કારનું પરિણામ વિશુદ્ધિ અને પરંપરા ફળ સ્વર્ગ-મોક્ષાદિ છે. તે પરિણામશુદ્ધિ અને સ્વર્ગાદિ ફળ પૂજા કરતા પૂજકને જ થાય છે, નહિ કે પૂજ્યને. તેથી તે નમસ્કારકર્તાનો જ નમસ્કાર છે નમસ્કાર્યનો નહિ.