________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અસ્તિત્વ સમાવિષ્ટ હોવાથી અન્યત્ર અસ્તિત્વના અભાવે, ઘટ સિવાયના સર્વ પદાર્થનો અભાવ થવાથી માત્ર એક ઘટ જ રહેશે. અથવા એ ઘટનો અભાવ થશે, કેમકે ઘટ સિવાયના પદાર્થથી ભિન્ન તે જ ઘટ કહેવાય છે, જ્યારે ઘટના પ્રતિપક્ષ ભૂત અઘટનો જ અભાવ હોય ત્યારે ‘ઘટ’ છે એમ કઈ રીતે કહી શકાય ? એટલે જ સર્વ શૂન્યતા માનવી જ યોગ્ય છે.
૪૪
હવે, બીજા વિકલ્પથી ઘટ-અસ્તિત્વને અનેક માનીએ તો પણ ઘટ એ અસ્તિત્વ રહિત હોવાથી ખરશૃંગની જેમ અવિદ્યમાન છે, કારણ કે જે વિદ્યમાનભાવ હોય તે જ અસ્તિત્વરૂપ કહેવાય. અને એ અસ્તિત્વના આધારભૂત ઘટ-પટાદિ પદાર્થ છે. તે અસ્તિત્વથી ભિન્ન માનીએ તો અસ્તિત્વનો પણ અભાવ જ થાય. કેમકે આધારથી આધેય અન્ય હોવાથી આધાર વિના આધેય હોઈ શકે નહિ. આમ આ બંને વિકલ્પો દોષયુક્ત છે, કેમકે પહેલા વિકલ્પમાં સર્વની એકતા પ્રાપ્ત થાય છે અને બીજામાં સર્વનો અભાવ પ્રાપ્ત થાય છે. અથવા સર્વથા શૂન્ય થાય છે.
(૩) જે ગધેડાના શિંગડાની જેમ ઉત્પન્ન નથી થતું. તે અવશ્ય અવિદ્યમાન જ હોય છે. અને લોકમાં જે ઉત્પનન હોય છે તેની પણ યુક્તિપૂર્વક વિચારતાં ઉત્પત્તિ ઘટતી નથી. જેમકે ઉત્પન્ન થયેલ હોય તે ફરી ઉત્પન્ન થતું નથી. જો તે ફરી ઉત્પન્ન થાય છે એમ માનો તો ફરીફરી ઉત્પન્ન થવાથી અનવસ્થા દોષ આવશે. જો નહિ ઉત્પન્ન થયેલું ઉત્પન્ન થાય છે એમ કહો તો ક્યારેય ઉત્પન્ન નહિ થયેલાં ગધેડાના શિંગડા પણ ઉત્પન્ન થવા જોઈએ, કારણ કે અનુત્પન્નતા તો એમાં પણ સરખી જ છે. ત્રીજા વિકલ્પથી ઉત્પન્ન-અનુત્પન્નરૂપ હોય તે ઉત્પન્ન થાય છે, એમ કહેતા હો તો પણ નહી ઘટે કારણ કે પ્રત્યેકમાં રહેલા દોષો ઉભયમાં પણ આવે છે. વળી એ ઉત્પન્ન અનુત્પન્ન વસ્તુ વિદ્યમાન છે કે અવિદ્યમાન ? જો વિદ્યમાન હોય તો ઉત્પન્ન થયેલી જ કહેવાય. પણ ઉભયરૂપ ન કહેવાય. હવે જો એને ઉભયરૂપ વસ્તુ ન માનો તો તે ઉભયરૂપ ન કહેવાય પણ અનુત્પન્ન જ કહેવાય એટલે ફરી ઉપર કહેલ દોષ આવે. આમ, અનવસ્થા વગેરે દોષોના સંભવથી પદાર્થોની ઉત્પત્તિ શક્ય નથી એટલે જગતની શૂન્યતા માનવી જ ઉચિત છે.
(૪) વળી ઉપાદાન કારણ અને નિમિત્ત કારણરૂપ સામગ્રી અલગ-અલગ હોય તો તે કાર્ય જણાતું નથી પણ સંપૂર્ણ સામગ્રી હોય તો જણાય છે, એટલે કાર્યનો સર્વથા અભાવ જ યોગ્ય છે. અને સર્વ અભાવમાં સામગ્રીનો સદ્ભાવ પણ ક્યાંથી હોય ? એટલે તેમાં સર્વશૂન્યતા જ છે. મતલબ કે હેતુ-ઉપાદાન કારણ અને પ્રત્યય-નિમિત્ત કારણ સ્વજન્ય અર્થને ક્રમથી કરે છે ? કે એક સાથે કરે છે ? ક્રમથી તો કરતા નથી એટલે એકેકથી કાર્યનો અભાવ હોવાથી સામગ્રીમાં પણ કાર્યાભાવ જ હોય છે. આ રીતે સર્વ કાર્યની ઉત્પત્તિનો અભાવ