________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૩૪
શબ્દથી કહેવો વિવક્ષિત કુંભ, ઘટ-અઘટ-અવક્તવ્ય થાય છે, દેશમાં-ઘટ, દેશમાં અઘટ અને દેશમાં અવક્તવ્ય, આ સાતમાંથી કોઈપણ એક ભાંગાથી શબ્દનય વિશેષિતતર પદાર્થને માને છે. સ્યાદ્વાદવાદિ તો સાતે ભાંગારૂપ વસ્તુને માને છે.
અથવા ઋજુસૂત્ર નય ભિન્ન-ભિન્ન લિંગ-વચનવાળી વસ્તુને પણ વિશેષતા રહિત માને છે. શબ્દનય તેમ નથી માનતો પરંતુ, લિંગ-વચનને આશ્રયીને શબ્દનય વિશેષિતતર વસ્તુ ઇચ્છે છે.
જે કારણથી સ્ત્રી-પુ-નપુ. લિંગવાચ્ય અર્થો તટાદીનો ભેદ જ છે. એકત્વ નથી, તટી શબ્દનો અન્ય તટ નો અન્ય અને તટમ્ નો શબ્દ ભેદથી અન્ય અર્થ જાણવો. તથા ગુરુર્ગુરવઃ એવા એક-બહુવચન વાચ્ય અર્થોનો પકુંભાદિ અર્થોની જેમ. ધ્વનિભેદથી જ ભેદ છે. તે કારણથી તે લિંગ કે વચન ભિન્ન હોય તો ભિન્ન અર્થ જ તેને ઇષ્ટ છે. જેવો ધ્વનિ તેવો જ અર્થ. અન્યલિંગવૃત્તિ શબ્દનો અન્યલિંગ વાચ્યઅર્થ એ ઇચ્છતો નથી. અને અન્યવચનવૃત્તિ શબ્દનો અન્યશબ્દવચન વાચ્ય અર્થ માનતો નથી. પરંતુ તે નામાદિનિક્ષેપમાં ભાવઘટાદિ વસ્તુ માને છે તે પણ ઉક્તરીતથી યુક્ત સદ્ભાવાદિ વડે વિશેષિત અને લિંગ તથા વચનથી અભિન્ન અર્થવાળી વસ્તુ માને છે, પણ એક જ અર્થને ત્રિલિંગવૃત્તિ શબ્દથી વાચ્ય માનતો નથી. તેમ એકવચન-બહુવચન વૃત્તિ શબ્દથી વાચ્ય પણ માનતો નથી. એ રીતે ઋજુસૂત્ર અને શબ્દનયનો ભેદ છે.
સમભિરૂઢ સાથે તેનો મતભેદ :- ઇન્દ્ર, શક્ર, પુરંદર વગેરે બહુપર્યાયવાળો પણ એક ઇન્દ્રાદિ શબ્દનયના મતે થાય છે, ઇન્દ્રાદિ શબ્દનો ઇન્દનાદિ જે અર્થ છે, તેના વશથી એક ઇન્દ્રિાદિ વસ્તુમાં જેટલા ઇન્દન-શકન-પુઈરણ વગેરે અર્થો ઘટે તેમ ઇન્દ્ર-શક્રાદિ બહુપર્યાયવાળી છતાં તે વસ્તુ એક છે એવું શબ્દનય માને છે. સમભિરૂઢ તો એવું માનતો નથી તે તો પર્યાયના ભેદે વસ્તુનો પણ ભેદ માને છે. આટલો ભેદ છે.
(૬) સમભિરૂઢ નય :- જે જે ધટાદિલક્ષણ સંજ્ઞા છે. તેને જ સંજ્ઞાન્તરાર્થવિમુખ-કુટકુંભાદિ શબ્દના વાચ્યાર્થથી નિરપેક્ષ સમભિરોહ-તે તે વાચ્યાર્થ વિષયતરીકે પ્રમાણ કરે છે. અર્થાત્ જે ઘટશબ્દવાચ્ય અર્થ છે તેને કુટ-કુંભાદિ પર્યાય શબ્દવાચ્ય ઇચ્છતો નથી.
દ્રવ્ય-કુટાદિ, પર્યાય-તદ્ગતવર્ણાદિ, તેનું લક્ષણ પ્રસ્તુતઘટાદિ વચનથી જે કુટાદિ વચનાંતર તેની અભિધેય જે વસ્તુ તેનાથી અન્ય વસ્તુભાવ-ઘટશબ્દાભિધેયમાં સંક્રામતી નથી. જો એમ થાય તો સંક૨ દોષ આવે. ભાવાર્થ-શબ્દાંતરવાચ્ય વસ્તુ શબ્દાન્તર વાચ્યાર્થરૂપતાને પ્રાપ્ત થતી નથી. એ રીતે ઘટાદિમાં પટાદિ અર્થ સંક્રમ થતાં આ ઘટ કે પટાદિ છે એવો સંશય