________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૫
નમસ્કાર દ્રવ્યરૂપે મિથ્યાત્વદશામાં પણ વિદ્યમાન છે. જો સર્વથા અવિદ્યમાન હોય તો ખરશૃંગની જેમ પછીથી તે ઉત્પન્ન ન થાય. માત્ર કેવલજ્ઞાનાવરણથી આવૃત્ત હોવાથી છદ્મસ્થ જેમ તે નમસ્કારને તે રૂપે જોઈ શકતા નથી.
માટે આઘનૈગમનયના મતે સર્વ વસ્તુ સર્વદા સતુ હોવાથી નમસ્કાર અનુત્પન્ન છે.
વિશેષવાદી નયો:- ઉત્પાદ-વ્યય રહિત વસ્તુ આકાશ કુસુમની જેમ અસત્ છે. જે વસ્તુ વિદ્યમાન છે, તે સર્વ વસ્તુ ઘટની જેમ ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વભાવવાળી છે તેથી ઉત્પાદ-વ્યય રહિત અનુત્પન્ન નમસ્કાર માનવો બરાબર નથી. એટલે વસ્તુતઃ એવા નમસ્કારનો અભાવ હોવાથી બધા તેને હંમેશા જાણી શકતા નથી. પણ આવરણના ઉદયથી નમસ્કાર જણાતો નથી એવું ન કહેવાય.
પ્રશ્ન-૧૦૬૧ – તીર્થંકરાદિ ઉત્તમોત્તમ આત્માઓની ભક્તિ કરવી તે નમસ્કાર કહેવાય છે અને તે ભક્તિરૂપ નમસ્કાર તો સદા હોય જ છે ને?
ઉત્તર-૧૦૬૧ – એ જરૂરી નથી કારણ કે મિથ્યાત્વદશામાં તે ભક્તિ જણાતી નથી. એટલે એમ કહેવું એ પણ નિત્ય વિદ્યમાનતામાં વિરોધી છે. માટે ઉત્પન્ન નમસ્કાર છે પણ અનુત્પન્ન નથી એમ માનવું જ શ્રેષ્ઠ છે. આવરણની ફોગટ કલ્પના શા માટે કરવી ?
પ્રશ્ન-૧૦૬૨ – અનેક જીવોને આશ્રયીને નમસ્કાર સર્વકાળ છે, ભલે અહીં જણાતો નથી પણ પર સંતાનમાં તો વિદ્યમાન છે જ ને?
ઉત્તર-૧૦૬૨ – જો આ રીતે અન્ય સંતાનગત વસ્તુ અન્યની વિદ્યમાન છે એમ માનીએ તો ધનાદિ એવી કઈ વસ્તુ છે જે કોઈને અવિદ્યમાન ન હોય? મતલબ કે સર્વને અભાવ પ્રાપ્ત થાય, તથા સર્વ વસ્તુ સર્વને વિદ્યમાન થાય. એટલે ધનવાનના ધન વડે નિધન પણ ધનવાળો કહેવાય. કોઈપણ નિર્ધન ન કહેવાય. એ રીતે માનવાથી તેનું ફળ પણ ત્યાં વિદ્યમાન હોય છે.
અને આમ થવાથી એક ધનવાનનું ધન, તે સર્વ ગરીબોને પણ સામાન્યથી પ્રાપ્ત થાય, અથવા એક નમસ્કારવાળાનું અહંદાદિની ભક્તિનું ફળ, તે નમસ્કાર રહિત મિથ્યાત્વીઓને પણ સાધારણપણે પ્રાપ્ત થાય, તથા દાન-ધ્યાન-હિંસા-મૃષાવાદ વગેરે ક્રિયાનું ફળ તે સર્વને સાધારણ પ્રાપ્ત થાય, એટલે સુખ-દુઃખ, પુન્ય-પાપ વગેરે નહિ કરેલાનું આગમન થાય અને કરેલા પુન્ય-પાપાદિનો વિનાશ થાય.
પ્રશ્ન-૧૦૬૩ – તો અમે એમ કહીશું કે ભક્તિવાળા સમ્યગ્દષ્ટિ જીવોનો જે સંતાન પ્રવાહ છે, તેની અપેક્ષાએ નમસ્કાર નિત્ય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોનો સંતાન કદી પણ
ભાગ-૨/૧૬