________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
વિચ્છેદ થતો નથી તેથી તે નિત્ય છે. જે નિત્ય છે તે આકાશની જેમ ઉત્પન્ન થતું નથી.” માટે નમસ્કાર અનુત્પન્ન છે પછી કોઈ વાંધો ખરો ?
૨૨૬
ઉત્તર-૧૦૬૩ – ના, એમ ન થાય, કેમકે એ રીતે પણ નમસ્કાર અનુત્પન્ન થતો નથી. જો કે સમ્યગ્દષ્ટિ જીવો તો અનિત્ય જ છે, મનુષ્યાદિ ભાવથી તેમનો ઉત્પાદ-વ્યય થાય છે તેથી સમ્યગ્દષ્ટિઓથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે. જે સંતાની છે, તે બીજાંકુરની જેમ ઉત્પન્ન થાય છે. તેથી અહીં પણ સમ્યગ્દષ્ટિ સંતાનીથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે, માટે તે અનુત્પન્ન નથી.
અથવા નમસ્કાર એ જ્ઞાનરૂપ હોય, ‘નમો અરિહંતાળું' વગેરે શબ્દરૂપ ન હોય, શિરોનમન-હાથ જોડવા – વગેરે કાયિક ક્રિયારૂપ હોય કે એ જ્ઞાનાદિ સંયોગરૂપ હોય. તો પણ તે નમસ્કાર અનુત્પન્ન કહી શકાય, કારણ કે જ્ઞાનાદિ ચારે વિકલ્પો ઉત્પાદાદિ ધર્મવાળા છે, માટે તે ઉત્પન્ન થાય છે એમ માનવું જ લાભદાયી છે.
નૈગમનય દ્વારા જ્ઞાનાદિ ચારે વિકલ્પોની નિત્યત્વની સિદ્ધિ :
(૧) જ્ઞાનની નિત્યતા :- નિત્ય જીવથી અભિન્ન હોવાથી જ્ઞાન પણ નિત્ય છે, તથા આકાશની જેમ ઉત્પાદાદિ ધર્મવાળું નથી. વળી “સવ્વનીવાળું પિ ય ાં અવવરસ્ત અનંતમા નિન્તુષાડિયો' સર્વ જીવોને અક્ષરનો - કેવળજ્ઞાનનો અનંતમો ભાગ હંમેશા ખુલ્લો છે. એમ શ્રુતમાં કહ્યું છે, તેથી આકાશની જેમ અનાવૃત્ત હોવાથી નિત્ય છે. અથવા અવગાહ જેમ આકાશનો ગુણ છે તેમ જ્ઞાન એ અરૂપી દ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે. અથવા તે પરમાણુની જેમ આવિર્ભાવ-તિરોભાવ ધર્મવાળું હોવાથી નિત્ય છે.
(૨) શબ્દની નિત્યત્વ સિદ્ધિ :- શબ્દનો ઉચ્ચાર બીજાને પ્રતીતિ કરાવનાર હોવાથી શબ્દ સદા નિત્ય છે. અર્થાત્, વક્તા જે શબ્દ બોલે છે તે માત્ર શબ્દ ન ઉત્પન્ન કરવા જ નહિ પરંતુ બીજાને પ્રતીતિ કરાવવા માટે બોલે છે. એટલે કે – જે બીજા માટે વપરાય તે વ્યાપારકાળની પૂર્વે પણ હોય છે. દા.ત. વૃક્ષ છેદવા વપરાતો કુંહાડો, વૃક્ષ છેદવાની ક્રિયાકાળ પહેલાં પણ હોય છે, તેમ અહીં પણ સમજવું. માટે શબ્દ સદા અવસ્થિત હોવાથી નિત્ય છે.
આ રીતે જ્ઞાનાદિની નિત્યતા સિદ્ધ થવાથી જ્ઞાનરૂપ નમસ્કાર પણ આઘનૈગમ નયના મતે અનુત્પન્ન-નિત્ય છે.
બીજા નયો દ્વારા જ્ઞાનાદિની અનિત્યતાની સિદ્ધિ :
જ્ઞાન જે કારણથી જીવથી અભિન્ન છે તે કારણથી તે ઉત્પન્ન થાય છે. કેમકે જીવો ઘણું કરીને દેવાદિ ભાવે ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અક્ષરનો અનંતમો ભાગ