________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૭
નિત્ય અનાવૃત્ત સૂત્રમાં કહ્યો છે તે સમ્યજ્ઞાનરૂપ અવિશિષ્ટ ભાગ કહ્યો છે. તેનો અહીં અધિકાર નથી. વળી અવગાહનાદિ ગુણો હોવાથી પત્રના નીલ-રક્તાદિ ગુણોની જેમ નમસ્કારાદિ જીવના ગુણો પણ ઉત્પાદાદિ ધર્મવાળા છે તથા અવગાહક વિના અવગાહ ન હોય. આકાશની સાથે જીવાદિનો જે સંયોગ તેને અવગાહ કહેવાય છે તે સંયોગ બે આંગળીના સંયોગથી જેમ અવશ્ય ઉત્પાદાદિ સ્વભાવવાળો છે. એ જ રીતે ગતિ ઉપકારાદિ ધર્માસ્તિકાયાદિના ગુણો પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા જાણવા. વળી ઘટાદિનો સંયોગ વર્ણગંધ વગેરે પર્યાયોથી આકાશ-પરમાણુ આદિ દ્રવ્ય એકાંતે ભિન્ન નથી. અભિન્ન છે. કેમકે પર્યાય નાશે તે દ્રવ્યનો પણ નાશ થાય છે માટે આકાશાદિ સર્વથા નિત્ય ન કહી શકાય. માટે શબ્દ નિત્ય નથી. કેમકે ઘટની જેમ તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે. પ્રયત્નથી ઉત્પન્ન થાય છે તે જ રીતે જ્ઞાન પણ ઘટની જેમ નિમિત્ત મળતાં ઉત્પન્ન થાય છે. તથા શબ્દ-શિરોનમનાદિ કાયક્રિયા અને તેનો જે દ્વિકાદિ સંયોગ નિત્યપણે કહેલો છે તે પણ સ્વસ્વનિમિત્તથી થાય છે. આ રીતે જ્ઞાનાઘાત્મક નમસ્કાર ઉત્પન્ન થાય છે.
જે વસ્તુ ઉત્પત્તિમાન હોય છે તે અવશ્ય નિમિત્તવાળી હોય છે એ નિયમ મુજબ અશુદ્ધ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે નયો નમસ્કારને ઉત્પત્તિમાન માનતા હોવાથી તેનાં ત્રણ કારણો છે (૧) સમુત્થાનથી એટલે કે નમસ્કારના આધારરૂપ દેહથી. (૨) વાચનાથી એટલે ગુરૂ સમીપે સાંભળવાથી. (૩) લબ્ધિથી એટલે તદાવરણીય કર્મના ક્ષયોપમથી એમ ત્રણ કારણથી વિશેષગ્રાહી નૈગમ-સંગ્રહ અને વ્યવહારનયની અપેક્ષાએ નમસ્કાર ઉત્પન્ન થાય છે.
(૧) સમુત્થાન :- “સમ્યક્ સંગત વોત્તિષ્ઠતિ ખાયતેઽસ્માવિતિ સમુત્થાનમ્' શરીર જ સમુત્થાન છે તે જ નમસ્કારનું નિમિત્ત છે.
પ્રશ્ન-૧૦૬૪ – જ્યારે એ અન્ય ભવમાં જ સ્વાવરણનાક્ષયથી ઉત્પન્ન થાય ત્યારે એના આ દેહ હેતુ કઈ રીતે ?
=
ઉત્તર-૧૦૬૪ – પૂર્વભવમાં ઉત્પન્ન નમસ્કારનો પણ આભવશરીર સમુત્થાન કારણ બને છે. તે એના ભાવથી ભાવિત હોવાથી. જેમકે, ભવપ્રત્યય અવધિ તીર્થંકરાદિ સંબંધિ પૂર્વે ઉત્પન્ન થયેલો પણ આ ભવના શરીર વિના નથી થતો. તેથી આ ભવનું શરીર તેનું સમુત્થાન જ છે. એમ નમસ્કારનું પણ સમજવું. જેમ પૂર્વોત્પન્ન ઘટાદિનું દિપ દ્વારા અભિવ્યંજન થાય છે. એમ પૂર્વોત્પન્ન નમસ્કાર આ ભવના દેહથી અભિવ્યંજન થાય છે. એટલે એ તેનું નિમિત્ત ગણાય છે.
પ્રશ્ન-૧૦૬૫ અપાન્તરાલવર્તી કારણાન્તરથી કરેલા ઉપકારથી વિમુખ-નિરપેક્ષ હોવાથી એટલે કે અનંતર કારણ હોવાથી સ્વવીર્ય નમસ્કારનું સમુત્થાન કારણ કેમ નહિ ?