________________
૨૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૦૬૫ – ના, વ્યાભિચાર આવતો હોવાથી તે નમસ્કારના અનંતર કારણ તરીકે ઘટતું નથી. કારણ કે તે અવસ્થામાં વિદ્યમાનવીર્ય છતાં કોઈએ પણ પ્રાપ્ત કરેલો છતો નમસ્કાર સ્વાવરણોદયથી ફરીથી ભ્રષ્ટ થાય છે, ખરી જાય છે અને ખરી પડેલો પણ ક્યારેક સ્વાવરણના ક્ષયોપશમથી ફરીથી પ્રાપ્ત થાય છે. તેથી તદવસ્થ વીર્ય છતાં પતિત-પ્રાપ્ત નમસ્કારનો વિષય છતાં એવું જણાય છે કે લબ્ધિ સિવાય બીજું કોઈપણ વીર્ય નમસ્કારનું કારણ નથી, વ્યભિચાર આવે છે. અને વ્યભિચારિ નમસ્કાર તેના અન્વય-વ્યતિરિકને અનુસરતો નથી. અને લબ્ધિ તેનું અવ્યભિચારિ કારણ છે. એટલે નમસ્કાર તેના અન્વયતિરિકને અનુસરે છે.
(૨) વાચના:- અન્ય-ગુરુ પાસેથી સાંભળવું, જાણવું અને પરોપદેશ તે વાચના
(૩) લબ્ધિ - વાચના પછી નમસ્કારનો જે સ્વયંલાભ થાય છે. તે લબ્ધિ કહેવાય છે. તે નમસ્કાર આવરણના ક્ષયોપશમથી થાય છે.
પ્રશ્ન-૧૦૬૬ – તદાવરણક્ષયોપશમ જ અન્યત્ર લબ્ધિ પ્રસિદ્ધ છે. તો અહીં તેના કાર્યભૂત નમસ્કારલાભ લબ્ધિ તરીકે કઈ રીતે કહેવાય છે. પ્રસ્તુતમાં નમસ્કારના કારણથી જ વિચારણા ચાલે છે અને યથોક્તા લબ્ધિ જ નમસ્કારનું કારણ છે ને?
ઉત્તર-૧૦૬૬ – સાચું, પરંતુ તત્કાર્યભૂત પણ નમસ્કારલાભ અહીં લબ્ધિ કહ્યો છે તે કાર્યમાં કારણના ઉપચારથી છે આ પ્રથમ ત્રણ નયોના મતે નમસ્કારનું કારણ માનવું.
ઋજુસૂત્ર નયમતે ૨ પ્રકારે કારણ છે- (૧) જો પૂર્વભવે જ ઉત્પન્ન થયેલો નમસ્કાર હોય તો આ ભવ દેહલક્ષણ સમુત્થાન તેનું શું કરે? કાંઈ નહિ કારણ કે, ઉત્પન્નની કારણ અપેક્ષા ઘટતી નથી (૨) હવે જો આ ભવે નમસ્કાર ઉત્પન્ન થાય તો જે તેનું કારણ છે તે વાચનાલબ્ધિથી ભિન્ન કાંઈ દેખાતું નથી એટલે આ બે પ્રકારનું જ તેનું કારણ છે. કારણ કે નમસ્કારનો લાભ અન્યથી થાય કે સ્વયં થાય? જો અન્યાયી થાય તો ગુરુઉપદેશરૂપ વાચના જ ત્યાં કારણ છે તથા જો સ્વયં થાય તો તદાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિ જ ત્યાં કારણ હોય છે. અને જે પર દ્વારા કે સ્વયં ઉત્પન્ન થતું નથી તે ખરશંગ જેવું અવસ્તુ જ છે. કારણ કે, વસ્તુની ઉત્પત્તિમાં યશોક્ત બે પ્રકાર જ સંભવે છે. અનુત્પન્ન તો અવસ્તુ છે તો પછી વાચના-લબ્ધિથી અલગ આ સમુત્થાન વળી શું છે કે જે સ્વયં-પરથી અનુત્પન્ન અવસ્તુનું કારણ થાય?
પ્રશ્ન-૧૦૬૭ – પરભવે ઉત્પન્ન નમસ્કારનું આ ભવમાં સ્વતઃ કે પરતઃ અનુત્પન્ન એવા તેની અભિવ્યક્તિરૂપ ઉત્પત્તિનું કારણ સમુત્થાન થાય શું વાંધો છે?