________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૦૬૭ – ના, કારણ કે અહીં અતીત ઉત્પાદક્રિયાવાળી વસ્તુ અતીત માન્ય છે. એટલે પૂર્વભવમાં અતીત ઉત્પાદક્રિયા અતીત નમસ્કારરૂપ વસ્તુ આ ભવમાં ક્રિયાના ઉપરમથી કરેલા ઘટની જેમ ફરી ઉત્પન્ન થતી. નથી જેની ઉત્પત્તિ ક્રિયા ઉપરત છે તે ફરી ઉત્પન્ન ન થાય. જેમકે પહેલાં કરેલો ઘટ. ઉપરત ઉત્પત્તિક્રિયાવાળો પૂર્વભવોત્પન્ન નમસ્કાર ઇષ્ટ છે એટલે આ ભવે ફરી ઉત્પન્ન થયો નથી. હવે જો પૂર્વે કરેલું પણ ફરી કરાય તો વારંવાર નિત્ય કરાય. એટલે ક૨ણક્રિયાનો અંત ક્યાં ? એટલે જ જે અહીં ઉત્પન્ન થાય છે તે પૂર્વોત્પન્ન નથી એવું સામર્થ્યથી કહ્યું છે.
૨૨૯
હવે જો પૂર્વોત્પન્ન થાય, તોય તારા પક્ષની સિદ્ધિ છે. જો નમસ્કારનો પૂર્વજન્મમાં ઉત્પાદ થાય, તોય લબ્ધિ-વાચનાથી ભિન્ન સમુત્થાન કારણથી નમસ્કાર ઉત્પન્ન થતો નથી કારણ કે, પૂર્વભવના વિષયમાં પણ તને પૂછીએ છીએ કે નમસ્કારનો લાભ સ્વયં કે પરથી થાય છે ? જો સ્વયં, તો લબ્ધિ જ કારણ છે. જો પરતઃ તો વાચના આ બે સિવાય સમુત્થાનરૂપ કોઈ કારણ અમને જણાતું નથી. માટે વાચના અને લબ્ધિ એ બે જ નમસ્કારના કારણ છે. એવો ઋજુસૂત્ર નયનો મત છે.
શબ્દાદિ નયમત :- જે કારણથી ભારેકર્મી પ્રાણી ગુરુપાસેથી વાચના મળતા છતા નમસ્કાર પ્રાપ્ત કરતો નથી, લઘુકર્મી જીવ વાચના વિના પણ તદાવરણ ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત કરે છે, તેથી વાચના નમસ્કારોત્પત્તિમાં વ્યભિચારિ છે. એટલે તદાવરણ ક્ષયોપશમ રૂપ લબ્ધિ જ તેનો હેતુ છે. વાચના નહિ. જો ઋજુસૂત્ર કોઈપણ રીતે એમ બોલે કે મતિજ્ઞાનાવરણાદિ કર્મક્ષયોપશમથી વાચના ઉત્પન્ન થાય છે. એટલે તેના ક્ષયોપશમજન્ય નમસ્કારનું પરંપરાએ વાચના પણ કારણ બને છે તો તે મતિજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી જન્મ તે વાચના અનૈકાન્તિકી થઈ. કારણ કે, ગુરુકર્મીઓને વાચનાથી પણ યથોક્ત ક્ષયોપશમ દેખાતો નથી.
પ્રશ્ન-૧૦૬૮
માનો કે કોઈને વાચનાથી કર્મનો ક્ષયોપશમ થતો દેખાય છે તેને આશ્રયીને વાચના નમસ્કારનું કારણ બનશે ને ?
-
ઉત્તર-૧૦૬૮ – તે ઘટતું નથી, કેમકે જે જીવનો તે મતિજ્ઞાનાવરણાદિ કર્મ ક્ષયોપશમ વાચના નિમિત્ત દેખાય છે. તેનું પણ તે વાચના યથોક્ત ક્ષયોપશમ નિમત્ત છે. નહિ કે નમસ્કારના કારણ તરીકે વાચના ઘટે. અર્થાત્ આ રીતે પણ મતિજ્ઞાનાદિ ક્ષયોપશમ પછી જ નમસ્કાર ઉત્પન્ન થાય છે. એટલે એ જ તેનું કારણ થાય છે. વાચના નહિ, તે યથોક્ત ક્ષયોપશમજનક તરીકે અન્ય કારણ છે.