________________
૧૭૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૯૮૯– આ દોષના ભયથી ભલે જીવનો છેદ મનાય નહિ. પરંતુ અવિચ્છિન્ન પણ એ જીવસંબદ્ધ જીવદેશ નોજીવ વસ્તુ મનાય, જેમ ધર્માસ્તિકાયાદિનો એકદેશ નોધર્માસ્તિકાયાદિ મનાય જ છે ને?
નોજીવ-નોઅજીવની ચર્ચા.
ઉત્તર-૯૮૯ – તો તો પ્રતિપ્રદેશ તારે નોજીવના સર્ભાવથી એક-એક આત્મામાં અસંખ્યય નોજીવ પ્રાપ્ત થયા. તેથી તારે ક્યાંય જીવસંભવ નથી કારણ કે સર્વે જીવોના પ્રત્યેક અસંખ્ય નો જીવ થઈ ગયા એટલે.
એમ ધર્માસ્તિકાયાદિ, દ્રયણુંક-અંધાદિ અને ઘટાદિ અજીવો પણ પ્રતિપ્રદેશ ભેદથી અજીવના એક દેશ હોવાથી નોઅજીવો ઘટદેશ નોઘટવત્ એટલે કે એકેય અજીવ નથી. પરમાણુ પણ પુદ્ગલાસ્તિકાય લક્ષણ અજીવના એક દેશ તરીકે નોઅજીવ હોવાથી સર્વત્ર નોઅજીવો જ ઉત્પન્ન થાય. તો પછી તે રાજસભામાં કઈ ત્રણ રાશિઓ સ્થાપી. ઉક્તન્યાયથી નોજીવ-નોઅજીવરૂપ બે રાશિ જ થાય છે? તેથી ઘણા દોષો આવવાથી જીવ છેદતો નથી એ સિદ્ધ થાય છે. અને નોજીવની સિદ્ધિ પણ થતી નથી.
કદાચ એ છેદાય તો પણ નોજીવની સિદ્ધિ થતી નથી. કારણ કે સંપૂર્ણ ગરોળી આદિ જીવને સ્કૂરણાદિ લક્ષણોથી જ જીવ કહેવાય છે અને સ્કૂરણાદિ લક્ષણો છેદાયેલા તેના અવયવમાં-પુચ્છાદિમાં પણ દેખાય છે એટલે તે લક્ષણ યુક્ત પણ એ જીવ કેમ ન કહેવાય કે જેથી નોજીવની કલ્પના કરાય છે ? આમ, જીવલક્ષણો હોવા છતાં તું પૂચ્છાદિ અવયવ નોજીવ જ માને છે અને પોતાનો આગ્રહ છોડતો નથી તો જીવ એક દેશ જેમ નોજીવ થાય છે તેમ. અજીવ-ઘટાદિનો દેશપણ નોઅજીવ થાય છે.
પ્રશ્ન-૯૯૦ – ભલેને થાય મારું શું ઘસાય છે?
ઉત્તર-૯૯૦- ના, એમ માનવામાં તો જે તે ત્રણ રાશીઓ માની છે તે ઘટતી નથી પરંતુ ચાર રાશિઓ થાય છે જીવ, અજીવ, નોજીવ, નોઅજીવ.
હવે જો પુદ્ગલસ્કંધાદિ અજીવનો એક દેશ સ્કંધની પૃથક થયેલો પણ અજીવ જ છે, નોઅજીવ નથી કારણ કે અજીવથી સામાન્ય જાતિ-લિંગવાળો છે. એમ તું માને છે ત્યાં અજીવત્વ જાતિ અને પુલ્લિગલક્ષણ લિંગ, આ બંને અજીવ અને દેશના સામાન્ય જ છે. તેથી તદેશ પણ અજીવ જ છે. જો એમ હોય તો જીવ દેશપણ કેમ જીવ માનતો નથી? તે પણ જીવથી સમાન જાતિ-લિંગવાળો છે.