________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૫ તે સર્વ સંવરરૂપ ચારિત્ર લાભ પણ જ્ઞાન-દર્શન વગરનાને અકસ્માત જ ઉત્પન્ન થતો કોઈનો દેખ્યો નથી, પરંતુ તે બંને સાથે હોય તેને જ યથોક્ત ચારિત્રલાભ થાય છે તેથી એ ત્રણેય મોક્ષ માર્ગ છે. એટલે નિવ્યાનું સંગમો વેવ એમ કહેલું અયોગ્ય છે.
જ્ઞાન-દર્શન વિના ચારિત્ર નથી એવું આપ કહો છો તો તે બંને ને અહીં સર્વ સંવરરૂપ ચારિત્રનું કારણ કહેવું યોગ્ય છે, નહિ કે સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય મોક્ષનું કારણ, કારણ કે સર્વ સંવર ચારિત્ર પછી તરત જ મોક્ષ થાય છે. જ્ઞાન-દર્શન પછી તરત થતું નથી.
નૈગમાદિ નયોની આ માન્યતા બરાબર નથી. કારણ કે જો જ્ઞાન-દર્શનવિના સર્વસંવરરૂપ ચારિત્રનો લાભ થતો ન હોય, તો તે તેના કારણ કહેવા યોગ્ય છે, પણ સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય એવા મોક્ષનું કારણ છે, એ કહેવું યોગ્ય નથી. કારણ કે એવા સર્વસંવરચારિત્રના ઉપકારક જ્ઞાન-દર્શન છે એટલે તેઓ તેનું કારણ છે તો હજો ! સર્વ ભુવન પણ યતિના જ્ઞાનદર્શન-ચારિત્રનું કારણ થાય છે, કારણ કે શેય-શ્રદ્ધેયપ્રવૃત્તિ-નિવૃત્તભાવથી આખું ભુવન તેમનું ઉપકારી છે. ફક્ત જોયાદિ ભાવથી નહિ સાધકત્તમ તરીકે પણ દેહ-માતા-પિતા-વસ્ત્રઆહાર-ઔષધાદિક પરંપરાથી ઘણા પ્રકારે નિર્વાણનું કારણ બને છે. તેથી તારો જ્ઞાનાદિત્રિકમાં કયો નિયમ ? જ્ઞાન-ન-વારિત્રાળ મોક્ષમઃ ? દેહાદિ અન્ય પણ ઘણા પ્રકારે તેના કારણ છે. હવે જો બહુપ્રકારે કારણો સંભવે પણ જે અત્યંત નજીકનું કારણ તે જ મોક્ષનું કારણ માનો અને પરંપરાથી ઉપકારક એવા દેહાદિકને તેના હેતુ તરીકે ન કહો તો, જ્ઞાનાદિત્રણ જ મોક્ષનો હેતુ છે એવું નિશ્ચય થાય છે તો જે પ્રયાસન્ન તરીકે તે ઉપકારક છે સર્વસંવરરૂપ ચારિત્ર જ મોક્ષમાર્ગ થાય.
પ્રશ્ન-૧૦૨૭– તમે આગળ કહ્યું કે નૈગમાદિનયમતના કથનો યોગ્ય નથી તો સ્થિતપક્ષ
કયો?
ઉત્તર-૧૦૨૭ – સ્થિત પક્ષમાં ત્રણે સામાયિકો સમુદિત જ ઈષ્ટાર્થ સાધક છે, એક નહિ કે અલગ-અલગ નહિ. જેમ રોગીની વૈદ્ય-ભેષજ-આતુર-પ્રતિચારક રૂપ સમુદિત ચતુરંગસમ્યકક્રિયા-સમ્યક્તથી સમ્યક્તને શ્રદ્ધા કરે, જ્ઞાનથી જાણે અને ચારિત્રથી સર્વસાવદ્યથી વિરામ પામે, એટલે શ્રદ્ધાનાદિ ગુણયુક્ત હોવાથી સમુદિત જ જ્ઞાનાદિથી ઈષ્ટાર્થની સિદ્ધિ છે. અન્યથા નહિ. પ્રયોગ:
इहेष्टार्थस्य सामग्र्येव साधिका न त्वेकमेकं किञ्चित्, तथैवोपलम्भात्, यथाऽऽतुरस्य चतुरङ्गसम्यक्क्रियासामग्री तदिष्टार्थस्य साधिका ।