________________
૨૧૨
- શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ક્ષુલ્લકભવલક્ષણ આયુ સ્થિતિમાં વર્તમાન નિગોદાદિ ચારેયનો પ્રતિપદ્યમાનક કે પ્રતિપન્ન ન હોય. શેષ જ્ઞાનાવરણાદિ ૭માં જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિ બાંધતો, દર્શનસપ્તક અતિક્રાંત થયેલો, અંતકૃત કેવલી પણું પ્રાપ્ત કરનારો, ક્ષપક દેશવિરતિ વિના ત્રણે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે, તે અતિ વિશુદ્ધ હોઈ અતિ જઘન્યસ્થિતિનો બંધક છે, વળી, તે ક્ષપકને દેશવિરતિ સંભવતી નથી અને સમ્યક્તાદિની પ્રાપ્તિ પહેલાં જ થયેલી છે. જઘન્યસ્થિતિ કર્મબંધક હોઈ અહીં જઘન્યસ્થિતિકત્વ ગ્રહણ કરાય છે. ઉપાત કર્મસત્તાની અપેક્ષાએ નહિ અને અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિક જીવ ચારેયનો પ્રતિપદ્યમાનક અને પ્રતિપન્ન હોય છે. | વેદ-સંજ્ઞા-કષાયદ્વાર :- ચારે સામાયિક આશ્રયીને ત્રણેવેદમાં વિવક્ષિત કાળે પ્રતિપદ્યમાનકનો સંભવ છે. પ્રતિપન્ન તો છે જ. અવેદ-દેશવિરતિના ત્રણેનો પૂર્વ પ્રતિપન્ન પ્રતિપદ્યમાનક ન હોય. ચારે સંજ્ઞાઓમાં ચારે સામાયિકની પ્રતિપત્તિ થાય છે. પૂર્વપ્રતિપન્ન છે જ. સામાન્યથી સકષાયી ચારેનો પ્રતિપદ્યમાન પૂર્વપ્રતિપન્ન હોય છે. અકષાયીછદ્મસ્થવીતરાગ દેશવિરતિ વિના ત્રણનો પૂર્વપ્રતિપન્ન હોય પ્રતિપદ્યમાન ન હોય.
આયુ-જ્ઞાનદ્વાર - સંખ્યાત વર્ષાયુ જીવ ૪ સામાયિક સ્વીકારે છે. વિવલિત કાળે અસંખ્યાત વર્ષાયુષ્યવાળામાં સમ્યફ-શ્રુત સામાયિકનો પ્રતિપદ્યમાનક સંભવે છે, બંનેમાં પૂર્વપ્રતિપન્ન તો છે જ. સામાન્યથી નિશ્ચયમતે-જ્ઞાની ૪ સામાયિક પ્રાપ્ત કરે છે વ્યવહારનય મતે તો અજ્ઞાનીને જ દર્શન-શ્રુતની પ્રતિપત્તિ છે. પૂર્વપ્રતિપન્ન તો જ્ઞાની ચારેનો છે જ, વિભાગથી જ્યારે જ્ઞાનીને વિચારીએ ત્યારે મતિ-શ્રુત જ્ઞાની તો દર્શન-શ્રુત સામાયિકને યુગપતુ પ્રાપ્ત કરે છે તથા દેશવિરતિ સામાયિક ભજનાથી પ્રાપ્ત કરે છે. ચારેમાં પૂર્વપ્રતિપન્ન છે જ. અવધિજ્ઞાની પ્રથમ બેનો પૂર્વ પ્રતિપન્ન જ છે પ્રતિપદ્યમાન નહિ, અને દેશવિરતિ સામાયિક પણ તે પ્રાપ્ત કરતો નથી. દેવ-નારક-યતિ-શ્રાવક ચારે અવધિના સ્વામીઓ છે. પહેલા ત્રણને દેશવિરતિની પ્રતિપત્તિ જ અસંભવ છે. શ્રાવક પણ અવધિજ્ઞાન પ્રાપ્ત કરીને દેશવિરતિ સ્વીકારે છે એવું નથી. પરંતુ પૂર્વે અભ્યસ્ત દેશવિરતિ ગુણવાળો પછીથી અવધિ પ્રાપ્ત કરે છે. કારણ કે દેશવિરતિ આદિ ગુણ પ્રાપ્તિ પૂર્વક અવિધજ્ઞાનની પ્રતિપત્તિ છે. એટલું અમે ગુરુઓ પાસેથી જાણ્યું છે. તત્ત્વ તુ વતીકાય. સર્વવિરતિ સામાયિક તો પ્રાપ્ત કરે છે. પૂર્વપ્રતિપન્ન તો બધાયનો છે જ. મન:પર્યવજ્ઞાની તો દેશવિરતિવિના ત્રણનો પૂર્વપ્રતિપન્ન જ છે. પ્રતિપદ્યમાનક નથી. અથવા તીર્થંકર તેની સાથે ચારિત્ર સ્વીકારે છે.
પવિત્ર િવરિત્તે વડના નાવ છ૩મ" ભવસ્થ કેવલી પ્રથમ બેનો પૂર્વપ્રતિપન્ન છે. પ્રતિપદ્યમાનક નથી.