________________
૧૯૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય પ્રશ્ન-૧૦૨૪ – આ નિદ્વવોની દૃષ્ટિ સંસારનો હેતુ છે કે મોક્ષનો હેતુ છે?
ઉત્તર-૧૦૨૪- આ સાતે નિતવદર્શનો મોક્ષનો હેતું નથી. પણ જન્મ-જરા-મરણ અને ગર્ભના સ્થાનરૂપ કેવળ સંસારનો જ હેતુ છે.
પ્રશ્ન-૧૦૨૫ – આ નિકૂવો સાધુ કહેવાય, અન્ય દર્શની ગણાય કે ગૃહસ્થ ગણાય?
ઉત્તર-૧૦૨૫ – તેઓ કેવળ નિગ્રંથનો વેશ ધરનારા છે, યથાર્થ નિગ્રંથ સાધુ નથી. કેમકે એક સાધુ માટે કરેલ આહારાદિ શેષ સાધુઓને કહ્યું નહિ. પરંતુ નિતવા માટે કરેલ આહારાદિમાં એમ નથી. કારણ કે જે ક્ષેત્રમાં જે કાળે નિહ્નવો માટે કરેલાં આહારાદિ હોય તે વિકલ્પ કલ્પે. કોઈવાર એનો ત્યાગ કરાય તો કોઈવાર ન પણ કરાય. “નિહ્નવો સાધુઓથી અલગ છે” એવું જ્યારે લોકો ન જાણતા હોય ત્યારે ત્યાજ્ય અને જાણતા હોય તો લઈ શકાય.
આ રીતે નય દ્વાર કહ્યા પછી કયા નયને કયું સામાયિક મોક્ષ માર્ગપણે ઇષ્ટ છે, તે અનુમતિદ્વારથી જણાવે છે.
(૧૨) અનુમિતિ દ્વાર :- નૈગમ-સંગ્રહ-વ્યવહારનયો ચારિત્ર સામાયિક, ઋતુસામાયિક અને સમ્યક્ત સામાયિક ત્રણેય ને મોક્ષમાર્ગ તરીકે માને છે. ઋજુસૂત્ર અને શબ્દનયો-ચારિત્ર સામાયિકને જ મોક્ષમાર્ગ માને છે સર્વસંવરરૂપ ચારિત્ર પછી જ મોક્ષપ્રાપ્તિ છે એટલે.
પ્રશ્ન-૧૦૨૬ – પ્રથમ ત્રણે નયો ત્રણે સામાયિકને મોક્ષમાર્ગ માને છે તો તે મિથ્યાષ્ટિ કઈ રીતે? તે નયમત કેમ ગણાય છે? સંપૂર્ણ જિનમત જ કેમ નથી ગણાતું? જૈનો પણ જ્ઞાનદર્શન-ચારિત્રથી અન્ય ઓછું કે અધિક કોઈ પણ મોક્ષમાર્ગ તરીકે માનતા નથી.
ઉત્તર-૧૦૨૬ – કારણ કે નૈગમાદિનયો એ ત્રણે સમુદિત ન હોય તો પણ મોક્ષમાર્ગ માને છે નહિ કે જ્ઞાનાદિત્રણેથી જ મોક્ષ એવો નિયમ કરે છે. એમ માને તો નયત્વની હાનિ થવાનો વારો આવે છે એટલે તેઓ મિથ્યાષ્ટિ છે.
ઋજુસૂત્ર અને ત્રણે શબ્દનયોને માત્ર એક ચારિત્ર સામાયિક જ નિર્વાણમાર્ગ તરીકે માન્ય છે, નહિ શ્રુત કે સમ્યક સામાયિક. કારણ કે તે બંને જ્ઞાન-દર્શન સામાયિક હોય તો પણ ચારિત્ર વિના મોક્ષ નથી. તેથી અન્વય-વ્યતિરેકથી એક ચારિત્ર સામાયિક જ તેમના મતે મોક્ષમાર્ગ છે. કારણ કે, ક્ષાયિકજ્ઞાન-કેવલજ્ઞાન અને સર્વદર્શન-ક્ષાયિકસભ્યત્વ હોવા છતાં તત્ક્ષણ જ મોક્ષનો સદ્ભાવ નથી, તે તો સર્વસંવરરૂપ ચારિત્ર સામાયિક હોય તો જ થાય છે એટલે અન્વય વ્યતિરેકથી સર્વસંવરરૂપ ચારિત્રલાભ જ મોક્ષમાર્ગ છે.