________________
૧૮૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ચાર ઘડી વગેરે પણ કેમ ન કરે? એમ કરવા જતાં અનવસ્થા થતી કઈ રીતે રોકશો ? હવે બીજો પક્ષ-તો મરેલાને પણ પરલોકમાં ભોગ સેવતા વ્રતભંગ જ થાય અને સિદ્ધપણ સંયત થાય. અને ઉત્તરગુણ-સંવરણાભાવ વગેરે તે જ દોષો આવે, ઉપસંહાર-તેથી આ અપરિમાણ પ્રત્યાખ્યાન દોષોને જોઈને વ્રતભંગના ભયથી જ ત્રિપક્ષપરિહારથી શ્રુતમાં “સર્બ સાવળ્યું નો વિશ્વામિ નાવMીવાઈ” એમ અહીં સાધુપ્રત્યાખ્યાનનું પરિમાણ બતાવ્યું છે. એટલે અપરિમાણનો આગ્રહ છોડ. અને આગમ વચનનો સ્વીકાર કર.
પ્રશ્ન-૧૦૦૬ – સપરિમાણ પ્રત્યાખ્યાનમાં તો મેં આશંસાલક્ષણ દોષ કહેલો જ છે, એવું તમે કહો છો તે કઈ રીતે?
ઉત્તર-૧૦૦૬ – યાવન્યજીવ પરિમાણથી પ્રત્યાખ્યાન કરતા “મરણાંતરમાં હું ભોગો સેવીશ .” એવી કોઈ આશંસા કદી પણ હોતી નથી. અર્થાત્ આવા પરિણામથી સાવધિક પ્રત્યાખ્યાન કરતો નથી. પરંતુ માને મૃત: દેવામાં ઉત્પન્ન થતા છતાં ભોગોને સેવતા વ્રતભંગ થશે એવા ભાવથી મારા વ્રતનો ત્યાં ભંગ ન થાય એવા જ શુભપરિણામથી આવું પ્રત્યાખ્યાન કરે છે. એટલે ત્યાં આશંસા કેવી? તે અહીં વિરતિ આવારક કર્મના ક્ષયોપશમ અવસ્થાવાળો હોવાથી સ્વાધીન છે. અને સુરલોકમાં અવશ્ય તેના ઉદયથી પરાયત છે. એટલે શક્ય હોવાથી વાવજજીવના પ્રત્યાખ્યાન કરે છે. પરલોકમાં તો અશક્ય હોવાથી પ્રત્યાખ્યાન નથી કરતો એટલે એ આશંસા દોષવાળો કઈ રીતે થાય ?
પ્રશ્ન-૧૦૦૭ – એમ એ વ્રતભંગથી શા માટે કરે છે? એ મરેલો મુક્તિમાં જ જશે અને ત્યાં કામભોગના અભાવે વ્રતભંગનો સંભવ જ નથી એટલે તેને વ્રતભંગનો સંક્ષોભ કયો?
ઉત્તર-૧૦૦૭ – તારી આ દલીલ બરાબર નથી. વર્તમાનમાં અહીં મુક્તિગમન અસંભવ છે અને મહાવિદેહમાં પણ બધાનું નિશ્ચયથી ત્યાં જવું ઘટતું નથી.
પ્રશ્ન-૧૦૦૮ – તો ગમે તે કોઈ મુક્તિમાં જાય છે અને તે વિમુક્તને મારા અભિપ્રાય મુજબ અપરિમાણ પ્રત્યાખ્યાન લેતા કોઈ દોષ નહિ આવે કેમકે મુક્તિમાં પણ મહાવ્રતોનો અનુગમથી અપરિમાણ પ્રત્યાખ્યાન સફળ થશે ને?
ઉત્તર-૧૦૦૮ – જે મોક્ષમાં જશે તેને પણ વ્રતોનો અવકાશ કેવો ? અને વ્રતોની સફળતા કઈ ? તેમનું કાર્યસિદ્ધ છે. એટલે એવું ત્યાં કાંઈ નથી. તેથી મુક્તિગામી પ્રતિ અપરિમાણ પ્રત્યાખ્યાન અસંગત જ છે. આ રીતે મુગ્ધ કે અભિજ્ઞની અપેક્ષાવિના સામાન્યથી જ અપરિમાણ પ્રત્યાખ્યાનમાં દોષો કહ્યા.