________________
૧૭૪
કુત્રિકાપણમાં દેવોને પૃચ્છાઓ :
:
કુ એટલે પૃથ્વી, ત્રિક એટલે ત્રણ અને આપણ એટલે દુકાન. અર્થાત્ સ્વર્ગ-મૃત્યુ અને પાતાળગત સર્વ વિદ્યમાન વસ્તુઓ જ્યાં વેચાતી મળે, તેને કુત્રિકાપણ કહેવાય. અથવા કુત્રિજાપણ એવું એનું બીજું નામ પણ છે, એનો અર્થ-ત્રિભુવનના ઘાતુ, જીવ અને મૂળ એ ત્રણથી ઉત્પન્ન થયેલ વસ્તુ જ્યાં વેચાતી મળે, તે કુત્રિજાપણ કહેવાય. એ કુત્રિકાપણમાં વાદીપ્રતિવાદી-રાજા અને સભ્યો ગયા. ત્યાં જઈને એકસો ચુમ્માલીસ ઉદાહરણોના પ્રશ્નોથી જુદી જુદી વસ્તુઓ માંગી તેમાં જીવ અને અજીવથી ભિન્ન નોજીવ માંગતા તે ન મળ્યો. તેથી રોહગુપ્ત હાર્યો.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
દ્રવ્યો ઃ- ૯ – · પૃથ્વી-જલ-અગ્નિ-અનિલ-આકાશ-દિશા-કાળ-આત્મા-મન.
ગુણો :- ૧૭ - • રુપ-૨સ-ગંધ-સ્પર્શ-સંખ્યા-પરિણામ-મહત્ત્વ-પૃથક્ત્વ-સંયોગ-વિભાગપરત્વ-અપરત્વ-બુદ્ધિ-સુખ-દુઃખ-ઇચ્છા-દ્વેષ-પ્રયત્ન.
કર્મ :- ૫ – ઉત્પ્રેક્ષક-અવક્ષેપણ-પ્રસારણ-આકુંચન-ગમન.
સામાન્ય ઃ- ૩ – સત્તા-સામાન્ય-સામાન્ય વિશેષ.
(૧) સત્તા – દ્રવ્ય-ગુણ-કર્મ ત્રણપદાર્થોમાં સબુદ્ધિ હેતુ સત્તા
(૨) સામાન્ય
-
દ્રવ્યત્વ, ગુણત્વાદિ
(૩) સામાન્ય વિશેષ – પૃથ્વીત્વ, જલત્વ, કૃષ્ણત્વ, નીલત્વાદિ અવાન્તર સામાન્યરૂપ. બીજી રીતે – (૧) અવિકલ્પ મહાસામાન્ય, (૨) દ્રવ્યાદિ ત્રણ પદાર્થમાં સદ્ગુદ્ધિહેતુભૂતસત્તા, સામાન્યવિશેષ-દ્રવ્યત્વાદિ, વિશેષ અને સમવાય આમ, નવ દ્રવ્યો, સત્તર ગુણો, પાંચ કર્મ, ત્રણ સામાન્ય, સમવાય અને વિશેષ એમ કુલ-૩૬ ભેદો-પ્રભેદો મૂળ છ પદાર્થના થાય છે. તે બધા પ્રકૃતિ-અકાર-નોકાર-ઉભયનિષેધ એ ચારથી ગુણતાં ૩૬+૪=૧૪૪ પૃચ્છાઓ કૃત્રિકાપણના દેવને પૂછાઈ. હવે, આ પૃચ્છા કઈ રીતે કરાઈ ? તે જણાવે છે.
બધા કુત્રિકાપણમાં જઈને પ્રકૃતિથી એટલે ફક્ત મૂળ શબ્દથી “પૃથ્વી” આપો એમ માંગતાં દેવે ઢેફું આપ્યું. પૃથ્વીત્વ અને સ્ત્રીલિંગ એ ઉભયજાતિ અને લિંગથી ઢેફું પૃથ્વી સમાન હોવાથી ઢેફું પણ પૃથ્વી જ કહેવાય. પછી “અપૃથ્વી” માંગતા જળ વગેરે આપ્યું. કેમકે અપૃથ્વી એટલે પૃથ્વી સિવાયના સર્વપદાર્થ અપૃથ્વી જ કહેવાય. પછી “નોપૃથ્વી’ માંગતા નો શબ્દનો અર્થ દેશ-નિષેધાર્થમાં સમજીને ઢેફાનો એક દેશ આપ્યો.