________________
૧૭૭
ગુજરાતી પ્રશ્નોત્તર સર્વગત છે કારણ કે પ્રતિપ્રદેશ કમ હોતે છતે કોઈપણ મધ્યપ્રદેશ ઉદ્ધરતો નથી કે જેથી ત્યાં કર્મ સર્વગત ન થાય. તેથી આકાશની જેમ કર્મથી જીવનો પ્રતિદેશ વ્યાપ્ત હોવાથી તેનું જીવમાં સર્વગતત્વ સિદ્ધ જ છે. એટલે સાધ્યવિકલ હોવાથી કંચુકદષ્ટાંત અસંબદ્ધ જ થાય છે. યથોકતસ્પર્શન સાધ્યનો કંચુકમાં અભાવ હોવાથી. વિકલ્પ-૨, જો જીવની બહાર ત્વચા સુધીમાં સ્પર્શેલો હોવાથી કંચુકની જેમ સ્પષ્ટ કર્મ માનો તો એકભવથી બીજા ભવમાં સંક્રમથી અંતરાલમાં તેની અનુવૃત્તિ પ્રાપ્ત થતી નથી. ત્વકપર્યન્ત સ્પર્શેલો હોવાથી તેનો અનુગમ નથી થતો. જેમ બહારનો શરીરનો મેલ ભવાન્તરાલમાં જતો નથી.
પ્રશ્ન-૯૯૫ – તો ભલે ને ભવાન્તરાલમાં કર્મની અનુવૃત્તિ ન થાય શું વાંધો છે?
ઉત્તર-૯૯૫ – એમ જો કર્મની અનુવૃત્તિ ન થાય તો બધાય જીવોનો મોક્ષ થઈ જાય, કારણ કે સંસારના કારણ એવા કર્મનો અભાવ થઈ જાય છે. હવે જો નિષ્કારણ પણ સંસાર માનો તો જેઓ વ્રત-તપ-કષ્ટ-અનુષ્ઠાનાદિ કરે છે તે બધાઓનો પણ સંસાર જ થાય નિષ્કારણતા બધે જ સમાન હોવાથી, અને નિષ્કારણ થતું સિદ્ધોનું ફરીથી સંસરણ થાય એટલે મુક્તિમાં પણ અવિશ્વાસ થઈ જાય
આ વિકલ્પ માનવામાં બીજો પણ દોષ આવે છે જો કંચુકની જેમ બહાર જ હોય તો દેહની અંદર જે શૂલ-નખગુલ્માદિ વેદના છે તે શા કારણથી થાય? કારણ અંદર તો તેના કારણભૂત કર્મનો અભાવ છે? હવે જો નિષ્કારણ પણ દેહની અંદર વેદના માનો તો સિદ્ધપણ વેદના રહિત ન થાય. જો બાહ્યવેદના નિમિત્ત તે અંતર્વેદના માનો તો બહારની વેદના લાકડી ફટકારવા આદિથી પ્રગટથતી અંદર પણ વેદનાને ઉત્પન્ન કરે જ છે એમ હું માને તો બાહ્યવેદના અભાવે તે અંતર્વેદના ન થાય.
પ્રશ્ન-૯૯૬ – ભલે એમ થાય?
ઉત્તર-૯૯૬ – ના, કારણ કે ઘણીવાર શૂલાદિથી થતી અંતર્વેદના દેખાય છે અને એય પાછી બહારની વેદના વગરનાને, હવે જો એવો નિયમ હોય કે-બહાર લાકડીના ઘા વગેરે વેદના ના સદ્ભાવે જ અંતરની વેદના પ્રગટ થાય છે. તો કદાચ તારી મરજી મૂજબ થાય. પણ એવું નથી કારણ કે બહારની વેદના વિના પણ અંદરની વેદના અનુભવાય છે. દેખાય છે. એટલે તેના કારણભૂત અંદર કોઈ કર્મ હોવું જોઈએ એટલે અમારો પક્ષ સિદ્ધ છે.
પ્રશ્ન-૯૯૭ - તો પછી બહારનું ત્વચાના છેડે રહેલું કર્મ મધ્યમાં પણ શૂલાદિ વેદના ઉત્પન્ન કરે છે પણ મધ્યમાં કર્મ નથી એમ માનશું?
ભાગ-૨/૧૩