________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૭૧ (૧) કદાચ શસ્ત્રના છેદાદિ વડે તેનો સર્વનાશ પણ થાય, જેમકે-જે ખંડશઃ નાશ પામે છે તેના સર્વનાશ દેખાય છે યથા ઘટાદિ, તેવી રીતે તું જીવન પણ ટુકડા ટુકડા થઈ નાશ થતો માને છે એટલે તેનો સર્વનાશ આવી પડે છે.
જીવના સર્વનાશની આપત્તિ પ્રશ્ન-૯૮૬ – ભલેને થાય શું વાંધો છે?
ઉત્તર-૯૮૬– ના, તે જીવનો સર્વનાશ ઘટતો નથી કારણ કે, એ જિનમતનો ત્યાગ છે. જિનમતમાં સત્ જીવનો સર્વથા નાશ અને અસત્ જીવનો સર્વથા ઉત્પાદ સર્વત્ર નિષેધ જ છે. "जीवा णं भंते ! किं वटुंति, हायंति, अवट्ठिया ? गोयमा ! नो वडंति, नो हायंति, નવીયા ” એટલે જીવનો સર્વથા નાશ માનવામાં જિનમતનો ત્યાગ જ થાય. તથા તેના સર્વનાશથી મોક્ષાભાવ થાય. કારણ મુમુક્ષુનો સર્વથા નાથ થઈ જાય છે. મોક્ષાભાવે દીક્ષાદિ કાષ્ટાનુષ્ઠાન વિફળ છે. અને અનુક્રમે સર્વે જીવોનો સર્વનાશ થતાં સંસાર શૂન્ય થઈ જાય. કૃત-શુભાશુભ કર્મવાળા જીવનો સર્વનાશ થઈ જાય એટલે આ રીતે જ નાશથી કૃતનાશની આપત્તિરૂપ દોષપ્રાપ્ત થાય; એટલે જીવનો ખંડશઃ નાશ ન કહેવો.
પ્રશ્ન-૯૮૭– ગરોળી આદિના પૂચ્છાદિના ખંડનો અલગ થવાથી પ્રત્યક્ષથી નાશ દેખાય જ છે તેનું શું?
ઉત્તર-૯૮૭ – તે અયુક્ત છે જે છૂટો પડેલો ખંડ નાશ પામતો દેખાય છે તે પ્રત્યક્ષની ઔદારિક શરીરનો જ ટૂકડો દેખાય છે જીવનો નહિ. કારણ કે તે અમૂર્ત હોઈ કોઈનાથી ટૂકડા કરવો શક્ય નથી.
પ્રશ્ન-૯૮૮ – પુદ્ગલ સ્કંધની જેમ સાવયવ હોવાથી તે જીવ સંઘાત-ભેદ ધર્મવાળો મનાય તો શું દોષ છે? જેમ કે કોઈ વિવક્ષિત પુદ્ગલ સ્કંધમાં અન્ય સ્કંધગત ટુકડો આવીને જોડાય છે અને તેમાં રહેલો ટુકડો તુટીને અન્યત્ર જાય છે. એમ જીવમાં પણ અન્ય જીવખંડ જોડાય છે અને તેમાં રહેલો ભેદાય છે, એમ સંઘાત-ભેદ ધર્મવાળો જીવ મનાય છે એટલે ખંડશઃ નાશમાં પણ અન્ય અંશના સંઘાતનો પણ સંભવ હોવાથી તેનો સર્વ નાશ થતો નથી.
ઉત્તર-૯૮૮ – ગુણસાંકર્ય, એમ છતે આખા લોકમાં રહેલા બધા જીવોના પરસ્પર સંકરથી સુખાદિગુણનો સંકર થાય, અર્થાત્ જ્યારે એક જીવસંબંધિ શુભાશુભ કર્મથી યુક્ત ખંડ અન્ય જીવને જોડાય અને અન્ય સંબંધિ ખંડ તેને જોડાય ત્યારે તેના સુખાદિ અન્યમાં પ્રસંજિત થાય છે અને અન્યના તેનામાં પ્રાપ્ત થાય, આમ સર્વ જીવોનો પરસ્પર સુખાદિગુણ સંકર થાય, તથા એકનો કૃતનાશ અને અન્યનો અકૃતાગમ થાય. એટલે જીવને સંઘાત-ભેદવાળો માનવો બિલકુલ અયોગ્ય છે.