________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૫૭ અહીં પણ પ્રથમ સમયનારકો નષ્ટ થશે એમ સૂત્રમાં સર્વનાશ નથી જણાતો. કારણ કે સમયાદિવિશેષણ કહ્યું છે. એટલે અહીં સર્વથા નાશ નથી પણ, પ્રથમસમયનારકો નાશ પામશે અર્થાત્ પ્રથમસમયનારક તરીકે નષ્ટ થશે. એમ બીજાદિસમયનારકો પણ દ્વિતીયાદિ સમયનારક તરીકે નાશ પામશે. સર્વથા નહિ, દ્રવ્યપણે શાશ્વત હોવાથી, નહિ તો સર્વનાશ માનવામાં પ્રથમસમયાદિ વિશેષણ ન ઘટે. કેમકે પ્રથમસમયોત્પન્ન નારકોના સર્વથાનાશમાં બીજા-ત્રીજાદિ સમય નારક વળી કેવો? અવસ્થિત જ કોઈનું ૧-૨-૩ આદિ સમયાત્પન્ન એવું વિશેષણ ઘટે છે. જયારે સર્વથા નાશ માનો તો પ્રથમસમયોત્પન્ન નારકનો નિરન્વયનાશથી નાશ થતો હોવાથી દ્વિતીયસમયોત્પન્ન નારક એમ બોલવું કઈ રીતે ઘટે ? જે નારકથી સર્વથા વિલક્ષણ હોવાથી એ દેવ ઘટ કે અભાવ ન કહેવાય? અને દેવાદિના વ્યયદેશમાં દ્વિતીયાદિ સમયનારક નથી. તેથી પ્રથમ-દ્વિતીય-તૃતીયાદિ સમયોત્પન્ન એવું વિશેષણ કોઈક અવસ્થિત નારકાદિનું જ ઘટે છે, એમ આ સૂત્રમાં પણ નારકાદિનો સર્વોચ્છેદ જણાવાતો નથી. એટલે પોતાના અશુભકર્મવિપાકજનિત તારો આ વ્યામોહ જ છે. તેથી તે આ પ્રમાણે વિપરિત પ્રરૂપણા કરે છે અને માને છે.
પ્રશ્ન-૯૬૧ - તો માનશું કે નારકાદિની પ્રતિસમય અપરાપર સમાન ક્ષણોત્પત્તિ થાય છે, એટલે તે સમાન ક્ષણ ઉત્પત્તિથી જે સમાજક્ષણ સંતતિરૂપ સંતાન છે તેનાથી સંતાનને આશ્રયીને નારકાદિનું ક્યારેક ધ્રૌવ્ય વિના પણ ૧-૨-૩ આદિ સમયોત્પન્ન વિશેષણ ઘટે જ છે ને?
ઉત્તર-૯૬૧- ના ન ઘટે, સર્વથા વિનાશ-સમુચ્છેદ માનતાં કોણ કોનું સંતાન? અથવા કોણ કોના સમાન? એવું નિષ્કારણ જ એ કહેવાય છે, નિરન્વય નાશે અવસ્થિત કોઈ નારકાદિ ક્ષણો નથી કે જેને આશ્રયીને કહેવાય કે આ એનું સંતાન અને આ એના સમાન વગેરે જો સંતાનીથી સંતાન અભિન્ન હોય તો આ સંતાન વળી શું ? તસ્વરૂપ જ છે. જો સંતાનીથી સંતાન ભિન્ન હોય તો એ ક્ષણિક નથી પણ અવસ્થિત માનેલો છે. જો ક્ષણિક માનો તો સંતાન નથી સંતાનવતુ, તેથી સંતાનભાવપક્ષમાં કહેલા જ દોષો છે. આમ સર્વથા ઉચ્છેદ માનવામાં સંતાન ઉત્પન્ન થતો નથી એવો ફલિતાર્થ થયો.
હવે સમાન પક્ષ-જો પૂર્વેક્ષણનો ઉત્તરક્ષણે કોઈપણ રૂપે અનુગમ-અન્વય થાય તો તે અનુગામમાં પૂર્વોત્તરક્ષણથી સમાનતા થાય. સર્વથા પૂર્વેક્ષણનો વિનાશ-નિરન્વય નાશમાં ઉત્તરક્ષણની સમાનતા ન ઘટે. જો તે બંનેની સમતા માનો તો તદ્રુપ કોઈક અવસ્થિત હોવાથી પૂર્વેક્ષણનો સર્વથા વિનાશ નથી. હવે જો વિનાશમાં ય સમતા માનો તો સર્વથા અભાવી પૂર્વેક્ષણ સાથે સમાન ખપુષ્પ પણ ઘટે. બંને સર્વથા અભાવ રૂપે તુલ્ય જ છે. અને સર્વથા