________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
શીતોષ્ણ વિશેષરૂપથી એક સાથે ગ્રહણ ઇષ્ટ નથી. એટલે જ તદ્વિષય-બે ઉપયોગ એક સાથે ઇષ્ટ નથી.
૧૬૬
પ્રશ્ન-૯૮૦ – શું એકસાથે બે વસ્તુનું ગ્રહણ સર્વથા ઇષ્ટ નથી ?
–
ઉત્તર-૯૮૦ – એમ નથી. એકસાથે બે વસ્તુનું ગ્રહણ હોય પણ સામાન્ય રૂપે જેમકે મને વેદના છે એમ એક સાથે બેનું ગ્રહણ હોય, નહિ કે શીતોષ્ણવેદના વિશેષરૂપે એ માનો તો એક સાથે બે ઉપયોગની આપત્તિ આવે, ત્યાં પાછી આગળ કહેલા દોષોની પરંપરાની હારમાળા સર્જાય.
–
પ્રશ્ન-૯૮૧ • જ્યારે વેદનામાત્રગ્રાહક સમાન્ય જ્ઞાન છે ત્યારે જ શીતોષ્ણવેદના વિશેષગ્રાહક પણ તે કેમ માનતા નથી ?
—
ઉત્તર-૯૮૧ તે સામાન્યગ્રાહક અને વિશેષગ્રાહક બંને જ્ઞાન એક સમયે થતા નથી. કારણ કે તે બંને પરસ્પર અત્યંત વિલક્ષણ ભિન્ન જાતિ છે. એટલે એકકાળે એકજ્ઞાનમાં કઈ રીતે જણાય. એમ થાય તો બંને એક થઈ જાય, સામાન્યતત્પુરુષ અથવા વિશેષ તત્પુરુષ. ચલો તે પ્રતિભાસ ન થાય તો પણ તે બંને જ્ઞાનો એકસાથે થશે કારણ કે તેના કારણભૂત સામાન્ય વિશેષ હેતુક બધું જ્ઞાન છે. તે તેના પ્રતિભાસ વિના કઈ રીતે ઉત્પન્ન થાય ?
પ્રશ્ન-૯૮૨ – સામાન્ય-વિશેષ જ્ઞાનો એક હોવાથી એક કાળે તે થશે ? એમ માનો.
ઉત્તર-૯૮૨ – બરાબર નથી. કારણ કે અત્યંત વિભિન્ન એવા સામાન્ય-વિશેષરૂપ બંને જ્ઞાનો અવગ્રહ-અપાયરૂપ છે એટલે બંને ભિન્ન હોવાથી એક કાળે કઈ રીતે થાય. કારણ કે વિશેષગ્રાહક જ્ઞાન અવશ્ય સામાન્યગ્રાહક જ્ઞાનપૂર્વક જ થાય છે, નાનવગૃહીતમીદ્ઘતે, નાનીહિત નિશ્ચિયતે એ વચનથી એટલે તે બંને જ્ઞાનનો ઉદ્ભવ એકકાળે કઈ રીતે સંભવે ?
પ્રશ્ન-૯૮૩ હે આચાર્ય ! તો એમ ભલે થાય કે સામાન્યવેદના માત્ર ગ્રાહક સામાન્યજ્ઞાન અને શીતોષ્ણવેદના વિશેષ ગ્રાહક વિશેષજ્ઞાનરૂપ ભેદજ્ઞાન આ બંને અતિ વિલક્ષણ હોવાથી એક સાથે નથી થતા. પણ શીતોષ્ણાદિ ઘણા વિશેષજ્ઞાનો એક કાળે થતા વિશેષજ્ઞાનરૂપે તે ઘણા પણ સમાન હોવાથી વિલક્ષણતા અભાવે શું દોષ ? કે જેથી ગંગના એક સાથે શીતોષ્ણવેદના વિશેષજ્ઞાનોનો નિષેધ કરો છો ?
ઉત્તર-૯૮૩ શીતોષ્ણાવેદના વિશેષનું લક્ષણ પરસ્પર ભિન્ન હોવાથી તેના ગ્રાહક જ્ઞાનો એકસાથે થતા નથી એટલે એક સમયે બહુ વિશેષજ્ઞાનો થતા નથી અને જે કારણથી સામાન્ય અનેકવિષય-અનેકાધાર છે તેથી તેને ગ્રહણ કર્યા વિના વિશેષજ્ઞાન સંભવતું નથી.