________________
૧૬૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કરી તેની વિદ્યાઓને પરાભવ કરનારી સાતે વિદ્યાની સાત પ્રતિવિદ્યાઓ મોર, નકુલ, માર્જર, વ્યાઘી, સિંધી, ઉલૂકી અને ઉલાવકી વિદ્યા આપી. તે ઉપરાંત એક રજોહરણ મંત્રીને આપ્યો. તે ક્ષુદ્ર વિદ્યાકૃત ઉપસર્ગનું નિવારણ કરવા તેના મસ્તક ઉપર ભમાવવાથી અજેય થવાય.
આમ, ગુરૂ પાસેથી શિક્ષા ગ્રહણ કરી રાજસભામાં ગયો. વાદીને લલકારી પૂર્વપક્ષ કરવા કહ્યું. પરિવ્રાજકે વિચાર્યું. આ લોકો ઘણા નિપુણ હોય છે. માટે તેમને માન્ય પક્ષને લઈને જ બોલું તેથી તે તેનું ખંડન ન કરી શકે. પછી પૂર્વપક્ષનો આરંભ કરતાં બોલ્યો. આ વિશ્વમાં જેમ શુભ અને અશુભ વગેરે બે જ રાશિઓ છે, તેમ જીવ અને અજીવ બે જ રાશિ છે. આ પક્ષ જૈનોને સંમત છે. છતાં તેનો પરાભવ કરવા રોહગુપ્ત તેનું ખંડન કરતાં કહ્યું. તારી વાત અયોગ્ય છે. કારણ કે જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ આ વિશ્વમાં છે. તેમાં નારકી-તિર્યંચ વગેરે જીવો છે. પરમાણું-ઘટ-પટ વગેરે અજીવો છે. તથા ગરોળી વગેરેના છેડાયેલા અવયવો નોજીવ છે. આ રીતે, ઉત્તમ-મધ્યમ અને અધમની જેમ જીવ-અજીવ ને નોજીવ એમ ત્રણ રાશિઓ છે. આમ, યુક્તિઓ વડે પવ્રિાજકને બોલતો બંધ કરી હરાવ્યો. એટલે ક્રોધાયમાન થયેલા તેણે રોહગુપ્તનો નાશ કરવા વૃશ્ચિકાદિ વિદ્યાનો પ્રયોગ કર્યો. સામે રોહગુપ્ત મયૂરી વગેરે વિદ્યાથી તેનો પરાભવ કર્યો. અંતે પરિવ્રાજક ગદર્ભ વિદ્યા મૂકી, એટલે રોહગુપ્ત તેને આવતી જોઈને તેના મસ્તક ઉપર રજોહરણ ભમાવ્યો. પછી તે જ રજોહરણ વડે ગદર્ભને મારી એટલે તે ગદર્ભે પરિવ્રાજક ઉપર લઘુનીતિ-વડીનીતિ કરીને ચાલી ગઈ. આથી રાજા વગેરે એ પરિવ્રાજકની નિંદા કરીને નગરની બહાર કાઢી મૂક્યો.
પરિવ્રાજકને જીતીને ગુરૂ પાસે આવી બધું કહ્યું. ગુરૂએ કહ્યું તે તેને જીત્યો તે બહુ સારું કર્યું. પણ જીત્યા પછી તે કેમ ન કહ્યું કે ત્રીજો નો જીવ રાશિ તે અમારો અપસિદ્ધાંત છે? ભલે, જે થયું તે ખરું, હજુ પણ તું સભામાં જઈને કહે કે – “નો જીવ અમારો સિદ્ધાંત નથી ફક્ત તેને હરાવવા માટે એમ કહ્યું છે.” આમ ગુરૂએ કહ્યું એટલે તે બોલ્યો એમાં અપસિદ્ધાંત શું છે ? જીવનો એક દેશ તે નો જીવ હોય એમાં શો દોષ છે ?
પૂર્વપક્ષનાં વિધાનો
અહીં, નો શબ્દ, નો જીવ માં દેશનિષેધ પર છે સર્વનિષેધ કરનાર નથી. નોજીવ-જીવનો એક દેશ, નહિ કે સર્વ જીવનો અભાવ. ભલે દેશનિષેધકનો શબ્દ છે પરંતુ ગરોળીની પૂંછડી જીવનો દેશ નહિ થાય એવી આશંકા કરીને જણાવે છે. જીવદ્રવ્યનો એક દેશ ગરોળી આદિની પૂંછડી, આદિ શબ્દથી છેદાયેલા પુરુષાદિના હાથ વગેરે. તે ગરોળીઆદિની પૂંછડી જીવઅજીવથી વિલક્ષણ જણાય છે. જેમકે ગરોળી આદિની પૂંછ જીવત્વથી વ્યપદેશ ન કરી શકાય.