________________
ગુજરાતી પ્રશ્નોત્તર
જ્યાં કાર્ય ન હોય ત્યાં કારણ પણ ન હોય, તો કઈ રીતે ત્યાં ઉત્પન્ન થાય ? આ કાર્ય-કારણ ભાવ અન્વય-વ્યતિરેકથી સમધિગમ્ય છે. તેના દ્વારા જ અંત્ય સમયે જ ઘટાદિનું કારણ જણાય છે. એટલે તે ત્યાંજ ઉત્પન્ન થાય છે. એટલે ચરમ સમય નિયમ ઘટે જ છે.
૧૪૯
તેથી ઉક્તપ્રકારે ક્રિયમાણ વર્તમાન ક્રિયાક્ષણ ભાવિ કાર્ય નિયમા કૃત જ કહેવાય છે. જે કૃત હોય તેની ભજના, અહીં કોઈ કૃત ક્રિયાપ્રવૃત્તકાલભાવિ ક્રિયમાણ કહે છે, અન્ય તે વિગમક્રિય ચક્ર પાકાદિ ઉતીર્ણ કૃત ઘટાદિ કાર્ય ક્રિયામાણ નથી કહેતા, ઉપરતક્રિયા હોવાથી.
પ્રશ્ન-૯૫૧ – જે સંથારો જે જે આકાશ પ્રદેશમાં જે જે સમયે પથરાય છે. તે સંથારો તેટલા પ્રમાણમાં તે આકાશ પ્રદેશમાં તે તે સમયે પથરાયેલો છે, અને પથરાય છે પણ ખરો, અર્થાત્ કેટલોક પથરાયેલો છે અને કેટલોક પથરાય છે. પણ આખો સંથારો પથરાયેલો કઈ રીતે કહેવાય ? તેથી “જે કરાતું હોય છે તે કર્યું કહેવાય” એવું મહાવીર દેવનું વચન સત્ય કઈ રીતે થાય ?
ઉત્તર-૯૫૧ તમે ભગવાનના વચનને સમજ્યા નથી એટલે આવું બોલો છો. ભગવાનનું વચન સર્વ નયાત્મક હોય છે. એટલે ‘ક્રિયમાણ કૃત' એવું પણ ક્યારેક વ્યવહારનયથી માની શકાય છે. પરંતુ “વતમાળે પતિપ્ રત્નમાળે સફર'' ઈત્યાદિ નિશ્ચય મતનાં સૂત્રો છે તેના અભિપ્રાયે “કરાતું હોય તે કર્યું, પથરાતું હોય તે પાથર્યું” વગેરે ઘટી શકે છે, કેમકે તે નયની માન્યતા છે કે પ્રથમ સમયથી જ ઘટ કરવાનો આરંભ કર્યો નથી. પરંતુ માટી લાવવી, મસળવી વગેરે જુદાં જુદાં કાર્યો દરેક સમયે આરંભાય છે, એમાંનું જે કાર્ય જે સમયે આરંભાય તે તે જ સમયે ઉત્પન્ન થાય છે. કેમકે ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક જ છે નહી તો પૂર્વે કહેલા દોષો પ્રાપ્ત થાય. માટે “ક્રિયમાણ કૃત” જ છે. એ રીતે સંથારો પણ પ્રથમ સમયથી જ આખો પાથરવા માંડ્યો નથી. પરંતુ દરેક સમયે તેના જુદા-જુદા અવયવો પથરાય છે. એમાંનો જે અવયવ જે સમયે પાથરવા માંડ્યો હોય તે અવયવ તે જ સમયે પથરાય છે. પણ આખો સંથારો તો છેલ્લા સમયે જ પથરાય છે. અને ત્યાં જ સંપૂર્ણ પથરાઈ રહે છે. એટલે “પથરાતું હોય તે પથરાયેલું છે.”
પ્રશ્ન-૯૫૨ જો પહેલાં જુદા-જુદા કાર્યો થતા હોય અને સંથારો તો છેલ્લા સમયે જ આરંભાતો હોય, ને ત્યાં જ પૂરો થતો હોય એમ ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક જ હોય તો પછી મને સંથારાનો જ દીર્ઘ ક્રિયાકાળ કેમ અનુભવાય છે ?
ઉત્તર-૯૫૨ દરેક સમયે થતી કાર્યની પરંપરાથી તમે વિમુખ છો. અને માત્ર સંથારારૂપ કાર્યમાં જ બુદ્ધિવાળા છો, તેથી દરેક સમયે થતા કાર્યની પરંપરાનો કાળ સંથારામાં યોજો છો. એટલે એ બધો કાળ સંથારાનો જ અનુભવાય છે.
-