________________
૧૩૯
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૯૩૫– એ પણ ઘટતું નથી. કારણ કે નો દેશી કહેતાં જે નો શબ્દ છે તે શું સમસ્ત દેશીલક્ષણ વસ્તુ કહે છે કે તે દેશને જ કહે છે? જો પહેલો પક્ષ-તો નો શબ્દનો પ્રયોગ અનર્થક છે. કેમકે ફક્ત દેશીશબ્દથી જ સમસ્તવસ્તુની પ્રતીતિ થઈ જાય છે. હવે દેશ નોશબ્દથી કહેવાય તો એ વસ્તુ નથી દેશીથી ભિન્ન કે અભિન્ન એ ઉત્પન્ન નથી થતો.
નીલોત્પલાદિસમાસ બે પદની એકાધિકરણતામાં થાય છે પણ એકાધિકરણ નથી હમણાં જ નિષેધ કરેલો છે. નીલોત્પલનું એકાધિકરણ સમભિરૂઢ માને છે તેમાં પુનરુક્તિ-અનર્થતાસમય હાનિ વગેરે દોષો કહેલો જ છે એટલે કર્મધારય નથી. જો એ દોષો ઈષ્ટ નથી તો નીલોત્પલાદિશબ્દથી અભિધેય અર્થનો ભેદ ન થાય એ રીતે પણ તુલ્યાધિકરણતા અભાવે કર્મધારય નથી થતો.
તેથી વસ્તુ સાર્યાદિદોષ પ્રસંગથી ધર્માસ્તિકાયાદિ સર્વ સંપૂર્ણ દેશી-શિકલ્પના રહિત અખંડ વસ્તુ છે, તેનાથી વિપરિતપણે દેશી-દેશની કલ્પનાવાળી વસ્તુ તો અવસ્તુ છે. એમાં યુક્તિ નથી, જેમકે ખરવિષાણ.
સમસ્ત નયોનું મૂળનીતિ ભેદથી વિસ્તૃત વર્ણન પૂરું થયું.
આ નૈગમાદિ દરેક નયોના સો-સો ઉત્તર ભેદ ગણીએ ત્યારે બધા મળીને સાતસો ઉત્તરભેદ થાય અને શબ્દાદિ ત્રણ એટલે શબ્દસમભિરૂઢ અને એવંભૂત એ ત્રણને એક જ શબ્દનય કહીએ તો મૂળ પાંચ ભેદો થાય તેના દરેકના સો-સો ગણતાં સર્વ મળી પાંચસો નયો થાય. તથા બીજી રીતે આ મૂળનાયો છ-ચાર અને બે પણ થાય છે. જેમકે સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહમાં અને વિશેષનો વ્યવહારમાં અંતર્ભાવ કરતાં છ નયો, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર એ ત્રણ તથા ત્રણ શબ્દનયોનો એક પર્યાયાસ્તિક કહેતાં મૂળ ચાર નયો. તથા નૈગમાદિ ચારનો એક દ્રવ્યાસ્તિક નય અને શબ્દાદિ ત્રણનો એક પર્યાયાસ્તિક નય માનતાં મૂળ બે નવો થાય છે. તેમના ઉત્તરભેદો અનુક્રમે ૬૦૦, ૪૦૦, ૨૦૦ થાય છે.
પ્રશ્ન-૯૩૬ – બધાં નયો સમુદાયભાવને પ્રાપ્ત થતા નથી અને સમુદાયમાં પણ તે સમ્યક્તભાવવાળા બનતા નથી. પ્રત્યેકાવસ્થામાં મિથ્યાદૃષ્ટિ હોવાથી, તેના સમુદાયમાં મહામિથ્યાત્વના પ્રસંગથી, જેમ વિષના ઘણા ટીપાનો સમૂહ હોય તેમાં વિષની પ્રચૂરતા હોય. તેઓ સમેત વસ્તુના ગમક નથી કારણકે પ્રત્યેક અવસ્થામાં તે વસ્તુના અગમક છે. સમુદિત થયેલા તેઓ પરસ્પર વિવાદ કરતા ઉલટા વસ્તુના વિઘાત માટે જ થાય છે. તેના ગમક થતા નથી. આ રીતે તેઓ સમુદિત નથી, સમુદિત થયેલા સમ્યક્ત નથી, કે વસ્તુગમક નથી કારણ વિરોધિ છે.