________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૮૭
કસ્તૂરી વગેરેના પુદ્ગલો ચક્ષુગ્રાહ્ય છતાં વાયુ વડે દૂર થઈ જવાયાથી પ્રાણેન્દ્રિય ગ્રાહ્ય થાય છે. આ બધું થવામાં ફક્ત પુદ્ગલ પરિણામની વિચિત્રતા જ મુખ્ય કારણ છે. તથા વાયુ, રસ, ગંધ, રૂપ, શબ્દ વગેરેનાં પુલો પોતપોતાની પ્રતિનિયત સ્પશદિ ઈન્દ્રિયોને જ ગ્રાહ્ય છે. છતાં તેઓ પરિણામાંતરને પામીને પાછળથી ભિન્ન-ભિન્ન ઈન્દ્રિયોથી પણ ગ્રાહ્ય થાય છે, એ રીતે પ્રદીપગત અગ્નિમાં પુદગલો ચક્ષુગ્રાહ્ય છે તે છતાં દિપક ઓલવાઈ જવાથી તે જ પુદ્ગલો અંધકારરૂપે પરિણમે છે અને પ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. એટલે દીપક સર્વથા વિનાશ પામતો નથી, પણ તેનો પરિણામાંતર થવાથી અંધકારરૂપે વિકાર પ્રત્યક્ષ જણાય છે.
આમ પરિણામાંતર પામેલો દીપક “નિર્વાણ” પામ્યો કહેવાય છે તેમ જીવ પણ કર્મ રહિત અમૂર્ત સ્વભાવરૂપ અવ્યાબાધ પરિણામ પામ્યો હોય ત્યારે “નિર્વાણ-મોક્ષ” પામ્યો કહેવાય છે. આથી દુઃખાદિના ક્ષયથી જીવની શુદ્ધ શાશ્વત વિદ્યમાન અવસ્થા એટલે મોક્ષ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૬૬ – દુઃખાદિનો ક્ષય થઈ પોતાના સ્વરૂપે જીવની વિદ્યમાન અવસ્થા તેને મોક્ષ જો આપ કહેતા હો તો તે અવસ્થામાં શબ્દાદિ વિષયના ઉપભોગના અભાવે, મુક્તાત્માને સુખનો અભાવ હોય ને?
ઉત્તર-૮૯૬ – ના, કેમકે મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થયેલો છે તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો છે અને દુઃખના હેતુભૂત વેદનીયાદિ કર્મનો સર્વથા અભાવ હોવાથી કોઈ પણ પ્રકારની બાધાથી રહિત છે. એટલે કે ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદમાં મગ્ન થયેલા મુનિ જેમ સુખી હોય છે તેમ મુક્તાત્મા પણ ઉત્કૃષ્ટ જ્ઞાની અને જન્મ-જરા-વ્યાધિ-મરણ-ઈષ્ટવિયોગ-અરતિ-શોકભુખ-તરસ-ઠંડી-ગરમી-કામ-ક્રોધ-મદ-શઠતા-રાગદ્વેષ-ચિંતા-ઉત્સુકતા વગેરે સમગ્ર દુઃખના અભાવે અત્યંત સુખી છે.
પ્રશ્ન-૮૬૭ – પરંતુ મુક્તાત્માને ઈન્દ્રિયો ન હોવાથી તે આકાશની જેમ અજ્ઞાની કેમ ન થાય ?
ઉત્તર-૮૬૭- ન થાય, કેમકે તારો હેતુ ધર્મીના સ્વરૂપને વિપરિતપણે સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે. વળી એ હેતુથી તે “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજીવ છે” એમ પણ સિદ્ધ થશે. પ્રશ્ન-૮૬૮ – તો ભલે સિદ્ધ થાય શું તકલીફ છે?
ઉત્તર-૮૬૮ – જેમ દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ જીવની સ્વાભાવિક જાતિ છે તે અન્યજાતિપણે એટલે અદ્રવ્ય અને અમૂર્તપણે કોઈપણ અવસ્થામાં થતી નથી. એમ જીવત્વ