________________
૮૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૮૬૪ – ના, એ વાત યોગ્ય નથી કેમકે, એ સાધ્યમાં બાધક બીજા વિરૂદ્ધ અનુમાનો છે. જેમકે – જીવના ગુણો શરીરમાં જ જણાતા હોવાથી સ્પર્શની જેમ ત્વચા સુધી શરીરવ્યાપી જ આત્મા છે. આ અનુમાનથી જીવનું સર્વવ્યાપકત્વ બાધિત થાય છે. તથા દાનહિંસા વગેરે ક્રિયાઓ કૃષિ-આદિ ક્રિયાની જેમ સફળ હોવાથી જીવ પુણ્ય અને પાપ કર્મ વડે બંધાય છે. તથા સુવર્ણ અને માટીના સંયોગની જેમ જીવ અને કર્મનો સંબંધ-સંયોગ હોવાથી સમ્યક ઉપાય વડે વિનાશ પામે છે. આ અનુમાનથી જીવનો સદા અબંધક અને અમુક્ત ભાવ બાધ પામે છે.
‘હિં વિવર્સ વ નાતો..'નો ઉત્તર :- પ્રભાસ ! દીપકના નાશની જેમ જીવનો નાશ માનીને તું જે મોક્ષ કહે છે તે અયોગ્ય છે, કેમકે દીપકનો અગ્નિ પણ સર્વથા નાશ પામતો નથી માત્ર તેનું પરિણામ બદલાય છે. જેમકે, દૂધ પરિણામ બદલીને દહીં થાય છે. અથવા મુદ્ગરાદિથી તોડેલો ઘડો ઠીકરાદિ રૂપે થાય છે તે રીતે પ્રદિપનો અગ્નિ પણ અન્ય પરિણામવાળો થઈને અંધકારરૂપ વિકાર થાય છે પણ સર્વથા તેનો વિનાશ થતો નથી.
પ્રશ્ન-૮૬૫ - જો તેનો સર્વથા વિનાશ ન થતો હોય તો ઓલવાયા પછી સાક્ષાત્ કેમ દેખાતો નથી?
ઉત્તર-૮૬૫– જેમ આકાશમાં એકઠા થયેલાં કાળા વાદળાઓનો વિકાર જણાય છે પણ તે વખરાઈ જાય ત્યારે તેના કોઈ ભાગો દેખાતા નથી કેમકે, તેનો તેવો સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે. અથવા અંજનરાશિ એકઠો હોય તો જણાય છે પણ પવનથી વીખરાઈ ગયા પછી જણાતો નથી. કેમકે તેનો પણ સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે એટલે નથી દેખાતો પણ તે અવિદ્યમાન છે માટે દેખાતો નથી એવું નહિ. આ રીતે દીવો ઓલવાઈ ગયા પછી દેખાતો નથી, પણ તેનો અંધકારરૂપ પુગલ વિકાર દેખાય છે. દીપકના અગ્નિપુદ્ગલોનો અતિસૂક્ષ્મતર પરિણામ થવાથી અંધકારરૂપ પરિણામ થાય છે. પણ સર્વથા તેનો અભાવ થતો નથી.
ઉદાહરણ :- જેમ સુવર્ણપત્ર-લવણ-સૂંઠ-હરડે-ચિત્રક અને ગોળ વગેરેના પુદ્ગલ સ્કંધો પ્રથમ ચક્ષુઆદિ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થઈને પછી ક્ષેત્ર કાળાદિ ભિન્ન સામગ્રી પામીને પુદ્ગલ પરિણામની વિચિત્રતાથી સ્પર્શન-રસનાદિ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે, જેમકે સોનાનું પતરું પ્રથમ ચક્ષુગ્રાહ્ય હોય છે પછી તેને શુદ્ધ કરવા અગ્નિમાં નાંખ્યું હોય અને ભસ્મ સાથે મળી ગયું હોય તો તે સ્પર્શનેન્દ્રિય ગ્રાહ્ય થાય છે પાછું ભસ્મથી જુદુ કરતાં ચક્ષુગ્રાહ્ય થાય છે, એ રીતે લવણાદિના પુદગલો પ્રથમ ચક્ષુગ્રાહ્યઈને પછી રાખોડીમાં અથવા ઘણાં ઔષધના સમૂહમાં ઉકાળારૂપે, ચૂર્ણરૂપે કે લેપરૂપે પરિણામ પામવાથી રસનેન્દ્રિય ગ્રાહ્ય થાય છે, કપૂર