________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૮૮૬
એ રીતે ભલે ને કૃતનાશ થાય અમને કોઈ વાંધો નથી. જો શુભ અધ્યવસાય વિશેષથી રસ નાશ પામે તો અનિષ્ટ જેવું શું હોય ? કારણ, સાધુઓ બધાય આઠે કર્મોના મૂળ છેદ માટે યત્ન કરે જ છે એટલે એમનો કૃતનાશ ઇષ્ટ જ છે.
-
૧૦૧
=
પ્રશ્ન-૮૮૭ – જ્યારે બહુરસ અને સ્થિતિવાળું કર્મ અલ્પરસ-સ્થિતિવાળું કરીને વેદે છે ત્યારે તે અલ્પરસ-સ્થિતિક કર્મનો પૂર્વ અમૃતનો આગમ છે તેથી મોક્ષમાં પણ અનાશ્વાસ છે એમ માનવામાં તો સિદ્ધોની પણ અકૃતકર્મના અનુગમથી પુનરાવૃત્તિની આપત્તિ આવશે ને ?
ઉત્તર-૮૮૭ – તે યોગ્ય નથી, જો કર્મનું અલ્પરસત્વ-સ્થિતિત્વ નિર્હેતુક થાય તો એમ થાય, તે નથી, અલ્પરસ અધ્યવસાયવિશેષથી થાય છે તેથી અકૃતાગમત્વ ઘટતો નથી, આયુષ્યાદિનું અલ્પસ્થિતિકત્વ પણ નિર્હેતુક થતું નથી. એમાં અધ્યવસાય-નિમિત્તાદિ હેતુઓ બતાવેલા છે એટલે તે પણ અકૃતાગમ કઈ રીતે થાય ? એથી જ સિદ્ધોનો કર્મ સમાગમ નથી થતો તેના આગમના હેતુનો તેમનામાં અભાવ છે.
કર્મોનો ઉપક્રમ યુક્તિ યુક્ત છે તે બતાવે છે
---
જે કારણથી કર્મના ઉદય-ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવપંચક પ્રતિ દ્રવ્યાદિને આશ્રયીને કહેલા છે એ કારણથી પણ શસ્ત્રાદિ દ્રવ્યોને પ્રાપ્ત કરીને આયુષ્યાદિનું ઉપક્રમ ઘટે છે. દા.ત. અસાતાવેદનીય – કર્મનો દ્રવ્ય-અહિવિષ, કાંટા ક્ષેત્ર-નરકાવારસાદિ, કાળ-તીવ્ર ઉનાળાનો સમય વગેરે, ભવ-નારકભવાદિ, ભાવ-વૃદ્ધભાવાદિ, વગેરે પ્રાપ્તકરીને (૧) ઉદય થાય છે. (૨) ક્ષય દ્રવ્ય-સદ્ગુરુચરણકમળ પ્રાપ્ત કરીને, ક્ષેત્ર-પુણ્યતીર્થાદિ, કાળ-સુષમ-દુઃષમાદિ, ભવ-સુમનુષ્યકુળ, ભાવ-સમ્યાન-ચારિત્રાદિ પામીને થાય છે, (૩) ક્ષયોપશમ, (૪) ઉપશમ વેદનીયના નથી થતા. મોહનીય-મિથ્યાત્વમોહનીયનો (૧) ઉદય - દ્રવ્ય-કૃતીર્થાદિક, ક્ષેત્ર-કુરુક્ષેત્રાદિ, કાળ-દુઃષમાદિ ભવ-તેજ-વાયુ-એકેન્દ્રિયાદિ અથવા અનાર્ય મનુષ્યકુળ, ભાવ-કુસમય દેશનાદિ પામીને થાય છે. (૨) ક્ષય, (૩) ક્ષયોપશમ, (૪) ઉપશમ, દ્રવ્ય-તીર્થંકરાદિ પ્રાપ્ત કરીને, ક્ષેત્ર-મહાવિદેહાદિ, કાળ-સુષમ દુઃષમાદિ, ભવ-સુમનુષ્ય ભાવ-સમ્યજ્ઞાન-ચરણાદિકને પામીને થાય છે.
જ્ઞાન-દર્શનાવરણાદિમાં નિદ્રારૂપ દર્શનાવરણીય કર્મનો (૧) ઉદય ભેંસનું દહી-રીંગણા વગેરે દ્રવ્યને પ્રાપ્ત કરીને ક્ષેત્ર-અનૂપાદિ-સજલ આદિ, કાળ-ગ્રીષ્માદિ, ભવ-એકેન્દ્રિયાદિ, ભાવ-વૃદ્ધત્વાદિ પામીને થાય છે, (૨) ક્ષય-ઉપર મુજબ (૩) ક્ષયોપશમ (૪) ઉપશમ નથી હોતા એમ બીજા કર્મોમાં પણ યથાયોગ્ય ભાવના કરવી.