________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૧૯ (૮) પ્રત્યયદ્વાર :- જેનાથી પ્રતીતિ થાય તે અથવા પ્રતીતિ જ પ્રત્યય કહેવાય છે. તેના પણ ચાર પ્રકારના નિક્ષેપ છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવપ્રત્યય. નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્ય પ્રત્યયમાં પણ જ્ઞશરીર અને ભવ્યશરીરમાં કાંઈ વિશેષ નથી એટલે તેનો ત્રીજો ભેદ વ્યતિરિક્ત પ્રત્યય જણાવે છે. કોઈપણ વિશિષ્ટ કસોટી દ્વારા નિર્દોષપણું સિદ્ધ કરવું તે દ્રવ્ય પ્રત્યય કહેવાય છે. તથા ભાવ પ્રત્યય ત્રણ પ્રકારે (૧) અવધિ (૨) મન:પર્યવ (૩) કેવલજ્ઞાન ભેદથી.
પ્રશ્ન-૯૧૮– કેમ અવધિ આદિ ત્રણ પ્રકારનો જ ભાવપ્રત્યય કહેવાય છે. મતિ-શ્રુતમાં પણ પ્રત્યાયન ફળ હોઈ ભાવ પ્રત્યય કેમ નહિ?
ઉત્તર-૮૧૮ – કારણ કે ભાવપ્રત્યય સામાયિક એ જીવનો પર્યાય છે. અને જીવ અમૂર્ત હોવાથી અતીન્દ્રિય સામાયિક ઇન્દ્રિયનો વિષય થતું નથી. એવું તત્ત્વજ્ઞોને ઈષ્ટ છે. એથી તે અવધિ આદિ જ્ઞાનો નો જ વિષય છે. તે મતિ-શ્રુત પ્રત્યક્ષ નથી. કારણ મતિ-શ્રુત પરોક્ષાર્થના વિષયો છે, એ ઇન્દ્રિયથી જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૯૧૯ – જો એમ હોય તો જીવપર્યાય હોવાથી અમૂર્ત છે એટલે સામાયિક કેવલજ્ઞાનનો જ વિષય છે એટલે ફક્ત તે એક જ ભાવ પ્રત્યય બરાબર છે અવધિ મન:પર્યવજ્ઞાન પુદ્ગલમાત્ર-રૂપિદ્રવ્યના જ વિષય છે જો ક્યારેક સામાયિક પૌલિક હોય તો તે બંને જ્ઞાન તેનો વિષય ઠરે અને પ્રત્યય કહેવાય. પણ એવું નથી સામાયિક તો જીવનો પર્યાય હોઈ અમૂર્ત છે એટલે એ તેનો વિષય કેવી રીતે બની શકે ? એટલે તે બંનેનો ભાવપ્રત્યય યુક્ત નથી.
ઉત્તર-૯૧૯ – કારણ કે ભવસ્થ જીવ સંબંધિ પ્રાયદ્રવ્યલેશ્યા જનિત જ પરિણામ સામાયિક છે. સિદ્ધનો અલેશ્યા પરિણામ પણ સમ્યક્ત સામાયિક થાય છે. એટલે તેના નિરાસ માટે ભવસ્થ કહ્યું છે. ભવસ્થ પણ અયોગિ કેવલીને અલેશ્યા પરિણામરૂપ પણ સમ્યક્તચારિત્ર-સામાયિકો હોય છે. તેના નિરાસ માટે પ્રાય: ગ્રહણ છે. કારણ પ્રાયદ્રવ્યલેશ્યા જનિત જ પરિણામ ભવસ્થને સામાયિક હોય છે. તેથી તે સામાયિક પણ અવધિ-મન:પર્યવજ્ઞાનિને પ્રત્યક્ષ છે. કારણ તેમને સામાયિકના પરિણામ ઉત્પન્ન કરનાર દ્રવ્યલેશ્યાઓનું પ્રત્યક્ષત્વ છે. અવધિ-મન:પર્યાયજ્ઞાની પણ સામાયિક પરિણામ જનક વેશ્યા દ્રવ્યોને સાક્ષાત્ જોવે છે. એટલે તજ્જનિત સામાયિક પણ તેમને પ્રત્યક્ષ કહેવાય છે. મતિ-શ્રુત જ્ઞાનવાળાઓ એ રીતે સાક્ષાત્ કાંઈ જોતા નથી એટલા ભેદથી તે બંને ભાવપ્રત્યક્ષ કહ્યા નથી.