________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૩૦
કે સત્તાદિ પણ વિશેષક છે. જેમકે સત્તાસામાન્ય છતાં ગોત્વાદિથી બુદ્ધિ-વચન વિશેષ થાય છે. અને તેઓ પણ સત્તાદિથી વિશેષ છે. પ્રયોગ- સામાન્યપિ વિશેષ વ્ બુદ્ધિવવનવિશેષાત્, અન્યવિશેષવત્, એમ વિશેષ પણ સામાન્ય અને સામાન્ય પણ વિશેષ થાય છે.
અને જો “ત્રિપવાર્થસરી સત્તા” એ નિયમથી સત્તાસમવાયથી સત્ત્વ તું માને તો પણ બરાબર નથી કારણ કે, જે સત્તાયોગથી તું વસ્તુ સન્ માને છે તે સ્વરૂપથી શું સત્ કે અસત્ હોય છે ? અસત્ નથી, અસત્ ખપુષ્પની સત્તા ઘટતી નથી જો સ્વરૂપથી જ વસ્તુ સત્ છે તો સત્તાનું શું કામ છે ? કેમકે સત્તા વિના પણ સ્વરૂપથી જ વસ્તુ સત્ છે અને જો તે સામાન્ય પ્રતિવસ્તુમાં છે તો એક નથી. કારણ પ્રતિવસ્તુમાં વૃત્તિ હોવાથી પ્રતિવસ્તુસ્વાત્મ જેવી છે, હવે ઘણા દ્રવ્યોમાં રહેલું પણ જો તે એક હોય તો પણ સામાન્ય સદેશ હોય, કારણ અદેશની પરમાણું જેમ ઘણામાં વૃત્તિ ન ઘટે. અને સદેશ હોય તો સામાન્ય નથી કારણ કે દેશના ભેદે દેશીના ભેદ હોય.
હવે જો પ્રતિવસ્તુમાં હોય અને એક માનો તો પણ તે નથી, ખવિષાણવત્ ઉપલબ્ધ ન હોવાથી, તેના સ્વાશ્રયભૂત ગવાદિનું ઉપલક્ષક તે ઘટતું નથી કારણ કે આકાશની જેમ સર્વગત છે. અને ગવાદિ વ્યક્તિઓથી ભિન્ન છે.
જ્યારે ગૌ-ગૌ વગેરે સામાન્યજ્ઞાન અને સામાન્ય વચન સામાન્ય હેતુથી પ્રર્વતે છે. તથા પરમાણુઓમાં આ અનાથી વિશિષ્ટ એવું વિશેષજ્ઞાન અને વચન જો વિશેષહેતુક હોય તો તેમાં ગોત્વ-અશ્વત્વ આદિ સામાન્યોમાં ‘સામાન્ય સામાન્ય એવું જ્ઞાન' અને વચન તથા વિશેષ પદાર્થોમાં ‘વિશેષ વિશેષ' એવું જ્ઞાન અને વચન પ્રવર્તે છે તે સામાન્ય વિશેષથી પ્રવર્તે છે એમ ન કહી શકાય, કેમકે સામાન્યમાં સામાન્ય નથી અને વિશેષોમાં વિશેષ નથી. જેથી તેઓમાં તે માટે તે હોય. તે ગોત્વાદિ સામાન્યોથી અપ૨સામાન્ય વિના પણ સામાન્યજ્ઞાનવચનો મનાય છે અને અન્ય વિશેષ નિરપેક્ષ વિશેષોથી વિશેષજ્ઞાન-વચન માનો તો તે સામાન્ય-વિશેષજ્ઞાન અને વચન પરહેતુક સામાન્ય-વિશેષ નિમિત્ત જ છે એકાંત સામાન્યવિશેષ નિમિત્તક ન ગણાય. સામાન્ય વિશેષ-વચનનો સામાન્યવિશેષ વિષયો સાથે વ્યભિચાર આવે છે માટે.
નૈગમ નયના મતે આટલા દોષો આવે છે તેનો સ્થિતપક્ષ સિદ્ધાંતવાદી જણાવે છે.
--
સ્થિતપક્ષ :- તેથી ગવાદિ વસ્તુઓનો જ ખુર-કકુદ-પૂંછડી-શિંગડા-સાસ્નાદિમત્ત્વ લક્ષણ જે સદશ પર્યાય તે જ સામાન્ય. એક-નિત્ય-નિરવયવ-અક્રિય-સર્વગતત્વાદિ ધર્મયુક્ત