________________
ગુજરાતી પ્રશ્નોત્તર
શ્રુત-દેશવિરતિ સામાયિક-ક્ષાયોપશમિકભાવમાં જ વર્તે છે.
આ ચારેય સામાયિકો યથોક્ત ભાવરૂપ હોવાથી અને જીવના સામાયિકવત્વ લક્ષણથી ભાવલક્ષણરૂપ છે. અથવા આ ઔયિકાદિભાવો જીવ-અજીવ લક્ષણત્વથી ભાવલક્ષણ કહ્યા છે.
જીવાદિપદાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વસામાયિકનું લક્ષણ છે.
જીવાદિવસ્તુની જાણણા-શ્રુત સામાયિકનું લક્ષણ છે. સર્વ સાવઘયોગથી નિવૃત્તિ-ચારિત્ર સામાયિકનું લક્ષણ છે. વિરતા વિરત એ મિશ્ર દેશવિરતિ સામાયિકનું લક્ષણ છે.
૧૨૭
લક્ષણદ્વાર પુરુ થયું હવે, નય દ્વાર જણાવે છે.
(૧૦) નયદ્વાર :- અનંત ધર્માત્મક વસ્તુને નિત્ય અથવા અનિત્ય આદિ કોઈપણ એક અંશ વડે પ્રરૂપવી તે નય કહેવાય છે.
પ્રશ્ન-૯૨૮ – એક વસ્તુ એક સાથે અનંત ધર્માત્મક કઈ રીતે હોઈ શકે ?
ઉત્તર-૯૨૮ – દરેક વસ્તુ પર્યાય સહિત છે. પર્યાય બે પ્રકારના છે. યુગપદ્ ભાવી અને ક્રમભાવી. તેમાં જે રસ-રૂપ વગેરે પર્યાયો છે તે યુગપદ્ ભાવી છે. અને નવા-જૂનાદિ પર્યાયો ક્રમભાવી છે. એ પાછા શબ્દપર્યાય અને અર્થપર્યાય એમ બે પ્રકારે છે, તેમાં ‘ઇન્દ્ર હરિ’ વગેરે એક અર્થવાળા શબ્દો શબ્દપર્યાય છે. તથા જે પર્યાયો શ્રુતજ્ઞાનના વિષય વિનાના હોવાથી અનભિલપ્ય છે અને માત્ર કેવલજ્ઞાનના જ વિષયભૂત છે તે અર્થપર્યાયો છે. તે પણ બે પ્રકારના છે. સ્વપર્યાય-૫૨પર્યાય. તેમાં કેટલાંક સ્વાભાવિક છે તો કેટલાક અપેક્ષિત છે. તે પણ ત્રણ કાળના ભેદથી ત્રણ પ્રકારના છે. આમ, શાસ્ત્રાનુસારે સ્વમતિથી વસ્તુ એક સાથે અનંતધર્મવાળી જાણવી એ નયો ૭ છે. - નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢએવંભૂત.
(૧) નૈગમ નય :- સત્તારૂપ સામાન્ય-વૃક્ષત્વ-ગોત્વ-ગજત્વાદિ, અપાન્તરાલ સામાન્યસામાન્ય વિશેષ ઉભયરૂપ તથા નિત્યદ્રવ્યમાં રહેલ અન્ત્યરૂપી વ્યાવૃત્તિ આકાર બુદ્ધિના હેતુરૂપ વિશેષો - એ સામાન્યાદિને ગ્રહણ કરનારા અનેક જ્ઞાનો વડે જે વસ્તુને માને છે, તે નૈગમનય. અર્થાત્ વસ્તુ જાણવાનો જેનો એક પ્રકાર નથી પણ અનેક પ્રકાર છે તે નૈગમ કહેવાય. આ નય અનુક્રમે વિશુદ્ધ ભેદવાળો છે. જેમકે - પ્રથમ ભેદ નિર્વિકલ્પ મહાસત્તા.