________________
૧૨૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તેની સાથે એકત્વની આપત્તિથી સર્વદા અવસ્થાન થવાથી સર્વનિત્યત્વનો પ્રસંગ આવી જાય. આદિ શબ્દથી એક ઘટાદિ વસ્તુ નાશ થતાં બધી વસ્તુ એકત્વથી નાશ થવાથી સર્વશૂન્યતાની આપત્તિ આવે. અને સર્વવસ્તુ સર્વત્ર વિદ્યમાન હોવાથી સર્વાર્થોમાં આ વિશ્વ નિરાકાંક્ષ જ થાય. તેથી કેવલ ભાવ કે અભાવ રૂપ માનવામાં દોષ દેખાવાથી વસ્તુ ભાવાભાવ ઉભયરૂપ છે. એ રીતે ભાવ-અભાવ ભિન્નનિમિત્ત હોવાથી કોઈ વિરોધ નથી. જો જે રૂપે ભાવ છે તેનાથી જ અભાવ થાય તો વિરોધ થાય, એવું નથી કારણ કે સ્વરૂપથી ઘટાદિનો ભાવ અને પરરૂપથી અભાવ છે.
પ્રશ્ન-૯૨૭ – જો એમ હોય તો ઉત્પન્ન પણ અનુપન્ન છે અભાવ રૂપ હોવાથી અનુત્પન્ન અભાવરૂપ છે એટલે આ ઉત્પન્ન થયું કે નષ્ટ થયું એ લોકવ્યવહાર પણ ક્યાંથી રહેશે?
ઉત્તર-૯૨૭– લોકમાં જે ઉત્પન્ન-નષ્ટ વ્યપદેશાય છે તે બધું બે પ્રકારે અર્પિત-અનર્પિત છે. ત્યાં સ્વધર્મોથી અવિશેષવાળા પર્યાયોથી વિશિષ્ટ સામાન્યરૂપ વસ્તુ અનર્પિત અને તેજ પર્યાયવિશેષોથી વિશિષ્ટ અર્પિત કહેવાય છે એમ થતાં જ્યારે સામાન્યરૂપની અપેક્ષાવિના ઉત્પાદ-વિગમાદિ કોઈપણ પર્યાયથી વિશેષિત વસ્તુ કહેવા માંગે ત્યારે ઉત્પન્ન-વિગત આદિ રૂઢિથી સર્વે લોકવ્યવહાર પ્રવર્તે છે.
(૧૧) વીર્યલક્ષણ - વીર્ય એટલે જીવનું બળ પણ જે સચિત્ત-અચિત્ત દ્રવ્યનું વિચિત્રરૂપ સામર્થ્ય તે વીર્ય કહેવાય છે. જેમ લોકમાં પણ હરડે-ગડૂચી આદિ ઔષધીઓનું વીર્ય પ્રસિદ્ધ છે. વીર્યથી આ બળવાન અથવા સામર્થ્યવાનું છે એવું જણાય છે, માટે વીર્ય જીવ-અજીવનું લક્ષણ છે.
(૧૨) ભાવલક્ષણ :- ઔદાયિકાદિ ભાવોનાં કર્મ પુદ્ગલ ઉદયાદિરૂપ લક્ષણ તે ભાવ લક્ષણ અથવા તે ભાવો જ ભાવ લક્ષણ છે. તેમાં ઉદય એટલે પુગલોનો વિપાક જાણવો. ઔદયિકાદિ ભાવોની વ્યાખ્યા આગળ કરેલી જ છે અહીં પ્રકૃતમાં ભાવલક્ષણથી અધિકાર છે તે બતાવે છે.
ચાર સામાયિકનો ભાવોમાં અવતાર
સામાયિક ૪ પ્રકારે - (૧) સમ્યક્ત સામાયિક (૨) શ્રત સામાયિક (૩) દેશવિરતિ સામાયિક (૪) સર્વવિરતિ સામાયિક.
સમ્યક્ત અને ચારિત્ર સામાયિક એ બંને મિશ્ર-ક્ષાયોપથમિક ભાવ, ઔપથમિકભાવ, ક્ષાયિકભાવ આ ત્રણે ભાવોમાં વર્તે છે.