________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧ ૨૧
(૩) શાસ્ત્ર :- આ શાસ્ત્ર સર્વસત્ત્વોપકારિ, પૂર્વાપરાવિરોધિ, સર્વગુણોના ગ્રહણ રૂપી ફળવાળું સંપૂર્ણ સામાયિકાધ્યયન છે. એટલે અમને પ્રમાણ છે. એમ શાસ્ત્ર પ્રત્યય અવધારીને તેના શ્રવણમાં શિષ્યો પ્રવૃત્ત થાય છે.
પ્રશ્ન-૯૨૨ – શ્રુત શાસ્ત્રના સર્વજીવોપકારકતાદિ ગુણોને શિષ્ય પહેલેથી જ કઈ રીતે જાણે આખું શાસ્ત્ર ભણ્યા પછી જ જાણે છે એવું તમે માનો તો તે વાત બરાબર નથી. શ્રુત શાસ્ત્રમાં તેના પ્રત્યયનો અધ્યવસાય નિષ્ફળ છે. કારણ કે પ્રથમ પ્રત્યયના વિના પણ શાસ્ત્રનું શ્રવણ થાય છે એવું તમારે માનવું પડશે?
ઉત્તર-૯૨૨ – એવું નથી. કારણ, વર્ણિકામાત્ર હેતુથી કેટલુંક પણ શાસ્ત્ર સાંભળીને શિષ્યો તેના ગુણોને જાણે છે તે પછી શેષ સાંભળે છે. અથવા પ્રથમ વાક્યથી કે સમુદાયાર્થથી ગુરુઆદિ પાસેથી સાંભળીને પછી વિશેષ જાણવાની ઈચ્છાથી અશ્રુત શાસ્ત્રમાં પણ તેના ગુણોને જાણીને તેને સાંભળે છે, એટલે દોષ નથી. શિષ્યોનું આત્મપ્રત્યયત્વ :
પોતાના ઘટાદિ વિજ્ઞાનની જેમ સંવિજ્ઞાનરૂપે સામાયિક અધ્યયન જાણીએ છીએ. એવો આત્મ પ્રત્યય તે શિષ્યોને થાય છે. તે સંશય-વિપર્યય-અનધ્યવસાયના અભાવે આ અધ્યયનો પ્રત્યય એમને સિદ્ધ છે. કર્મના ક્ષયોપશમથી કે ક્યાંકથી આવો સ્વપ્રત્યય તેમને થાય છે.
(૯) લક્ષણ દ્વારઃ- (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) સાદેશ (૫) સામાન્ય (૬) આકાર (૭) ગત્યાગતિ (૮) નાના– (૯) નિમિત્ત (૧૦) ઉત્પાદ (૧૧) વીર્ય અને (૧૨) ભાવ. એમ સંક્ષેપથી ૧૨ પ્રકારે લક્ષણ કહ્યું છે. અથવા ભાવ લક્ષણ પણ શ્રદ્ધાન, જાણના, વિરતિ અને મિશ્ર એમ ચાર પ્રકારે છે. તેથી તે ચાર લક્ષણયુક્ત સમ્યકત્વ, શ્રુત, સર્વવિરતિ અને દેશવિરતિ આ ચાર પદાર્થોથી સાંભળે છે.
(૧) નામ લક્ષણ - લકાર આદિ ત્રણ વર્ણની આવલિમાત્ર અથવા જે કોઈ જીવાદિનું લક્ષણ એવું નામ કરાય તે નામ લક્ષણ. અથવા નામ અને નામવાનુના અભેદપણાથી નામ અને તેનું લક્ષણ છે. અથવા સ્તંભ-કુંભાદિ પદાર્થની સ્વનામથી વિવક્ષા કરાય તે નામ લક્ષણ.
(૨) સ્થાપના - લક્ષણરૂપ ત્રણવર્ગનો આકાર વિશેષ અથવા સ્વસ્તિક શંખ આદિ લક્ષણોનો મંગલપટ્ટ આદિમાં રચના કરવી તે સ્થાપના લક્ષણ | (૩) દ્રવ્યલક્ષણ - જેનાથી ધર્માસ્તિકાયાદિ જણાય તે લક્ષણ તે ગતિ ઉપકારકાદિ ધર્માસ્તિકાયાદિ સંબંધિ ઘણા ભેદવાળું જાણવું.