________________
૧૧૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૯૧૦ – જો અભિન્ન હોય તો ભેદ કઈ રીતે?
ઉત્તર-૯૧૦ – તે દિશાદિઓ ઉપચારમાત્રથી સત્તા સમાન્યથી ભિન્ન છે તેમ ગુણાદિ પણ દ્રવ્યથી ભિન્ન છે. જેમ સત્તા સામાન્યથી ભિન્ન એવા દિશાદિ છતાં અભિધાનાદિ ભેદથી ભેદ ઉપચરિત કરાય છે. એમ, દ્રવ્યથી ગુણાદિનો પણ ભેદ ઉપચાર કરાય છે. જેમકેપ્રભાતસમયમાં મંદમંદ પ્રકાશમાં નિબિડ પત્રથી નિચિત વૃક્ષની ડાળીમાં છૂપેલી વાદળીનું પત્રના છિદ્રમાંથી કોઈક કાંઈક સફેદ દેખાય છે. એમ શુક્લત્વ નિશ્ચિત કરે છે. નહિ કે “વાદળી છે” એવું ભાન થાય છે. આ વસ્તુ ગુણ-ગુણીના કથંચિત ભેદ વિના ન થાય. એકાન્તભેદમાં જો ગુણગ્રહણ કરો તો ગુણી અવશ્ય ગ્રહણ થવાની આપત્તિ આવે. તેથી દ્રવ્યથી ગુણાદિનો કાંઈક ભેદ, કાંઈક અભેદ છે. તેમ તે જ પ્રકારે કારણથી કાર્ય અભિધાન આદિ ભેદથી ભિન્ન છે અને સત્ત્વ-જ્ઞેયવાદિથી અભિન્ન જો થાય તો શું દોષ ? કે જેથી વૈશેષિકાદિઓ ભેદમાં જ કાર્યકારણભાવ ઇચ્છે છે?
છ પ્રકારનું વ્યતિરિક્ત કારણ - કર્તા દ્વારા જે કરાય તે કર્મ ક્રિયા તે કુંભ તરફ કર્તાના વ્યાપાર રૂપ અને કુંભલક્ષણ કાર્યનું કારણ છે.
પ્રશ્ન-૯૧૧ – કુંભાર જ કુંભ કરતો દેખાય છે કુંભ કરવામાં તો ક્યાંય કોઈ ક્રિયા વપરાતી જણાતી નથી એટલે તે કઈ રીતે ઘટનું કારણ માની શકાય?
ઉત્તર-૯૧૧ – ચેષ્ટાવગરનો કુંભાર પણ ઘટ બનાવી શકતો નથી. એટલે જે તેની ચેષ્ટા તે ક્રિયા તો પછી તે ક્રિયા ઘટ પ્રતિ કારણ કેમ ન થાય? અથવા કર્તાને અત્યંત ઇષ્ટ હોવાથી કરાતો કુંભ જ કર્મ છે. અને તે કર્મ કારણ છે.
પ્રશ્ન-૯૧૨ – તો પછી એ કાર્ય જ છે કારણ કઈ રીતે થાય? કારણ કે સુતીક્ષ્ણ પણ સોયનો તીણાગ્ર પોતાને વધતો નથી, તેથી કાર્ય એ પોતાનું જ કારણ છે એ અસંગત જ છે ને?
ઉત્તર-૯૧૨ – વિચાર્યા વગર સહસા “આ આવું છે” એ કહેવું એ બુદ્ધિનો દુરુપયોગ કરવા જેવું છે. બરાબર સાંભળ. ઘટ એ ઘટરૂપ બુદ્ધિનો હેતુ હોવાથી ઘટનું કારણ છે. કેમકે બધાય બુદ્ધિમાં સંકલ્પ કરીને કુંભાદિ કાર્ય કરે છે એવો વ્યવહાર છે. તેથી બુદ્ધિથી અધ્યવસિત કુંભને કરવાની ઇચ્છાવાળો માટીમય કુંભ તેની કર્તાની બુદ્ધિના આલંબનથી કારણ થાય જ છે.
પ્રશ્ન-૯૧૩ – અનિષ્પન્ન હોવાથી એ તેની બુદ્ધિનું પણ આલંબન કઈ રીતે થાય? ઉત્તર-૯૧૩ – દ્રવ્યરૂપે તે ઘટ સર્વદા વિદ્યમાન છે.