________________
૧૧૧
ગુજરાતી પ્રશ્નોત્તર મૂલગુણનિર્મિત-ઉત્તરગુણનિર્મિત એમ બે પ્રકારે છે. મૂલગુણનિર્મિત પુરુષ પ્રયોગ્યદ્રવ્યો, ઉત્તરગુણનિમિત-તેના આકારવાળા દ્રવ્યો.
(૨) અભિલાપ પુરુષ :- અભિલાપ-શબ્દ તદ્રુપપુરુષ-યથા પુરુષ એમ પુલ્લિગવૃત્તિ અભિધાનમાત્ર ઘટ, પટ વગેરે.
(૩) ચિહ્ન પુરુષ :- ચિહ્નવિષયમાં પુરુષ પુરુષાકૃતિ નપુંસકાત્મા દાઢી વગેરે પુરુષ ચિહ્નવાળો અથવા વેદ-પુરુષવેદ-જેનાથી પુરુષ જણાય છે, અથવા પુરુષ સંબંધીવેષવાળી સ્ત્રી વગેરે પણ ચિહ્ન માત્રથી પુરુષ-ચિહ્નપુરુષ છે.
(૪) વેદ પુરુષ સ્ત્રી-પુ-નપુ. ત્રણેલિંગવાળો પણ જીવ જ્યારે તૃણજવાલાની ઉપમાના વિપાકવાળા પુરુષવેદને અનુભવે છે ત્યારે પુરુષવેદના અનુભાવને આશ્રયીને પુરુષ સ્ત્રીઆદિપણ વેદપુરુષ કહેવાય છે.
(૫) ધર્મપુરુષ :- ધર્મ અર્જનના વ્યાપારમાં તત્પર પુરુષ ધર્મપુરુષ જેમકે સાધુ. (૬) અર્થપુરુષ :- અથર્જનમાં પરાયણ મમ્મણની જેમ નિપિપાલ પુરુષ તે અર્થપુરુષ.
(૭) ભોગપુરુષ - સારી રીતે પ્રાપ્ત કરેલા વિષયસુખવાળો ચક્રવર્તી જેવો પુરુષ તે ભોગપુરુષ.
(૮) ભાવપુરુષ - દ્રવ્ય-અભિલાષ-ચિહ્નાદિઉપાધિ રહિત શુદ્ધ જીવ પૂશરીર ત્યાં શયનનિવસનથી પુરુષ, અથવા સ્વર્ગ-મૃત્યુ-પાતાલમાં રહેલા સર્વે સ્વર્ગવિમાન-ભવન-શયનઆસન-યાન-વાહન-દેહવિભવાદિ ભાવોનો નાનાભવોમાં ૬-પાનન-પૂરપયોઃ પૂરણ-પાલન ભાવથી ભાવરૂપ પારમાર્થિક પુરુષ ભાવપુરુષ તે જિનેન્દ્રની જેમ શુદ્ધજીવ.
પ્રશ્ન-૯૦૨ – શુદ્ધ જીવ ભાવપુરુષ કઈ રીતે?
ઉત્તર-૯૦૨ – ફક્ત ઉક્ત નિરુક્તિથી ભાવપુરુષ જીવ કહેવાતો નથી. કારણ કે દ્રવ્યાભિલાષાદિ પુરુષભેદો પણ તે શુદ્ધજીવના જ પર્યાયો છે તેથી આદ્યપ્રકૃતિના લીધે શુદ્ધ નિર્વિશેષણ જીવ જ અહીં ભાવપુરુષ છે જિનેન્દ્રની જેમ.
પ્રશ્ન-૯૦૩ – અહીં કયા પુરુષથી અધિકાર છે?
ઉત્તર-૯૦૩– અનેકવિધ પુરુષની પ્રરૂપણામાં અહીં વિશેષથી પ્રસ્તુત અધિકાર ભાવરૂપ જિનેન્દ્ર શ્રીમન્મહાવીરથી અધિકાર છે. તેમનાથી જ અર્થથી સામાયિકની પ્રરૂપણા થઈ છે. સૂત્રથી તો પ્રણેતા એવા વેદપુરુષ ગણધરોથી અહીં અધિકાર છે.