________________
૧૦૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૯) ભાવકાળ - ઔદયિક-પથમિક-સાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક ભાવોની જે સ્થિતિ એ ભાવકાળ. આ ઔદાયિકાદિ ભાવોનો ચતુર્ભાગ વિભાગભાવના વિષય-આદિ સાંતાદિ તે ભાવ કાળ, (૧) સાદિ-સાંત, (૨) સાદિ-અનંત, (૩) અનાદિ-સાંત, (૪) અનાદિ-અનંત. જે ભાવ નરકાદિગતિને આશ્રયી જ્યાં સંભવે ત્યાં કહેવો, બીજો નિષેધ કરવો.
ઔદયિક :- (૧) સાદિ-અનંત-ક્યાંય સંભવતો નથી એટલે આ બીજો ભાંગો એમાં ન હોય. (૨) સાદિ-સાંત-નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિલક્ષણ ઔદાયિકભાવ. નરકાદિ પ્રત્યેક સર્વે સાદિ અને સાંત હોવાથી, (૩) અનાદિસાંત,-ભવ્યોને મિથ્યાત્વ, કષાયો, વેદત્રય, અજ્ઞાન, અસંયતત્વ, અસિદ્ધત્વ લેશ્યા આ સત્તરપ્રકારનો ઔદાયિકભાવ છે તે જ અભવ્યોને (૪) અનાદિ-અનંત છે.
ઔપશામિક - પ્રથમ ભાંગો જ સંભવે – સમ્યક્ત અને ચારિત્ર આશ્રયીને સાદિ, સાંત, પ્રથમ સમ્યક્તલાભ કાળે અને ઉપશમશ્રેણીમાં પથમિક સમ્યક્ત અને ઉપશમશ્રેણીમાં ઔપથમિક ચારિત્રના લાભથી, તે બંને અવશ્ય સાદિ-સાંત છે. શેષ ત્રણ ભાંગા અહીં ઘટતા જ નથી.
ક્ષાયિક :- ક્ષણમોહ-ભવસ્થ કેવલિ અવસ્થામાં દાન-લાભ-ભોગ-ઉપભોગવીર્યલબ્ધિપંચક અને ચારિત્રને આશ્રયીને (૧) સાદિ સપર્યવસિત પ્રથમ ભાંગો હોય છે.
પ્રશ્ન-૮૯૮ – ચારિત્ર તો સિદ્ધને પણ છે તો તેને આશ્રયીને એ અનંત કેમ ન થાય?
ઉત્તર-૮૯૮– સમજ્યા વગર ન બોલો સિદ્ધ નો વરિત્તી નો મરતી એ સૂત્રથી સિદ્ધમાં સાદિ અનંત ભાંગો ન ઘટે.
ક્ષાયિક સમ્યક્ત-કેવલજ્ઞાન-કેવલદર્શન-સિદ્ધત્વ સિદ્ધાવસ્થામાં પણ હોય છે એટલે તેમને આશ્રયી ક્ષાયિક ભાવ (૨) સાદિ-અનંત પણ છે. શેષ ત્રીજો અને ચોથો એ બે ભાંગા અહીં શૂન્ય છે.
કેટલાક દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર સિદ્ધને પણ માને છે, તેના આવરણનો ત્યાં અભાવ હોવાથી. જો તે આવરણાભાવે પણ ત્યાં ન હોય તો ક્ષીણ મોહાદિમાં પણ તેના અસત્ત્વની આપત્તિ આવશે. તેથી તેમના મતે ચારિત્રાદિ સિદ્ધયવસ્થામાં પણ હોવાથી અનંત હોઈ એક બીજા ભાંગામાં જ ક્ષાયિકભાવ છે શેષ ત્રણેમાં નથી.