________________
૮૯
ગુજરાતી પ્રશ્નોત્તર જ સુખ-દુઃખની ઉપલબ્ધિનો આધાર છે. પુણ્યનું ફળ કર્મોદય જન્ય હોવાથી દુઃખરૂપ જ છે, તો પાપના વિષયમાં પણ એ જ રીતે કહી શકાય ને કે પાપનું ફળ કર્મોદયજન્ય હોવાથી પરમાર્થથી સુખરૂપ જ છે અને એમ કહેવામાં તો પ્રત્યક્ષથી વિરોધ જ આવશે ને?
ઉત્તર-૮૭૧ – હે સૌમ્ય ! જે પ્રત્યક્ષ સુખ જણાય છે તે સુખ નથી, દુઃખ જ છે, માત્ર દુ:ખના પ્રતિકારરૂપે તેની વ્યાખ્યા કરી છે. એટલે પુણ્યનું ફળ પણ દુઃખરૂપ જ છે. જેમ રોગ શાંતિ માટે ઔષધ પીવું દુ:ખરૂપ છતાં સુખરૂપ મનાય છે તેમ વિષય સુખ પણ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ છતાં સુખ કહેવાય છે, તે ઉપચારથી સુખ કહેવાય છે. આ ઉપચાર સત્ય સુખ વિના થાય નહિ. માટે જે મુક્તાત્માનું સુખ છે તે જ, અવશ્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી સત્ય સુખરૂપ હોય છે. આ સંસારમાં પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વગેરેના ભોગજન્ય જે સુખ છે તે સર્વ દુઃખ જ છે. કેમકે સ્ત્રીસંભોગાદિ સંબંધિ ઉત્સુક્તાથી થયેલ અરતિરૂપ દુઃખનો સ્ત્રીસંભોગાદિ પ્રતિકાર છે. એટલે તે દુઃખરૂપ હોવા છતાં તેને મૂઢ લોકો સુખરૂપે માને છે.
પ્રશ્ન-૮૭૨ – સ્ત્રીસંભોગ-ચક્રવર્તિ આદિ પદની પ્રાપ્તિ વગેરે સ્વસંવેદ્ય સુખને દુઃખ કહેવું એ તો પ્રત્યક્ષથી જ વિરૂદ્ધ ન કહેવાય?
ઉત્તર-૮૭ર – એ મોહમૂઢને પ્રત્યક્ષ હોવાથી સત્ય નથી કારણ કે તેઓ વસ્તુ પ્રાપ્તિની ઉત્સુક્તાથી થયેલ અરતિરૂપ દુઃખના પ્રતિકારને મિથ્યાપણે સુખ માને છે. દુઃખમાં પણ તેને સુખની કલ્પના થાય છે. વિષય સુખરૂપ પુણ્યનું ફળ પણ વસ્તુતઃ દુઃખ જ છે. કારણ કે જેમ કોઢાદિ રોગોપશાંતિ માટે ઉકાળાનું પાન, છંદન-ડામ વગેરે ઉપાયો દુઃખકારી છતાં પણ સુખરૂપ મનાય છે, તેમ તે વિષય સુખ પણ ઉત્સુક્તા જન્ય અરતિરૂપ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી ખરી રીતે દુઃખ જ છે લોકમાં તેને ઉપચારથી સુખ કહેવાય છે, એ ઉપચાર સત્ય નથી, પણ જો સત્ય વસ્તુ ન હોય તો અન્યત્ર ઉપચાર કરી શકાતો નથી, કેમકે જેમ સત્યસિંહ હોય તો જ અન્યત્ર કોઈ પુરૂષમાં સિંહપણાનો ઉપચાર કરાય છે. તેમ અહીં પણ સંસારના વિષય સુખમાં સુખનો ઉપચાર છે, ઉપચાર વિનાનું સત્ય સુખ તો મોક્ષમાં જ છે. અને એવું સુખ પુણ્ય-પાપ જન્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી વિશિષ્ટ જ્ઞાનવાનું નિરાબાધ મુનિની જેમ નિરૂપમ અને સ્વાભાવિકપણે સિદ્ધાત્માને જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૮૭૩ – સિદ્ધના જીવો સુખી છે એવું કયા પ્રમાણથી કહો છો? જો અનુમાનથી કહેતા હો તો કયા અનુમાનથી કહો છો?
ઉત્તર-૮૭૩- પ્રભાસ! કેમ ભૂલી જાય છે? હમણાં જ કહ્યું ને કે “સિદ્ધના જીવો જ્ઞાની અને નિરાબાધ મુનિની જેમ અત્યંત સુખી છે.”