________________
૮૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ જીવની સ્વાભાવિક જાતિ છે. તેથી તે અચજાતિપણે એટલે કે અજીવપણે કોઈપણ અવસ્થામાં થતી નથી. તેથી મુક્તાવસ્થામાં પણ જીવનું અજીવપણું ન થાય. એ રીતે જેમ મુક્ત જીવ અદ્રવ્ય અને મૂર્ત નથી થતો તેમ તે અજીવ પણ ન થાય. નહિ તો એ જો સ્વભાવનો ત્યાગ કરે તો આકાશ અને પરમાણુ આદિ પણ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને વિપરિત બની જાય.
પ્રશ્ન-૮૬૯ – તો ભલેને થાય, પણ “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજ્ઞાની છે” મારા એ પક્ષમાંનો ઈન્દ્રિયના અભાવરૂપ હેતુ, ધર્મના સ્વરૂપને વિપરિત સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે. એવું તમે કઈ રીતે કહો છો?
ઉત્તર-૮૬૯- ઈન્દ્રિયો ઘટની જેમ મૂર્યાદિ સ્વભાવવાળી હોવાથી તે જાણી શકતી નથી. તે જાણવાનાં દ્વારો છે, ત્યાં જાણનાર તો આત્મા છે, કેમકે ઈન્દ્રિયનો ઉપશમ થયા છતાં તેના દ્વારા જાણેલા અર્થનું આત્મા સ્મરણ કરે છે અને કોઈ વખત ઈન્દ્રિયનો વ્યાપાર થવા છતાં આત્માને પદાર્થનું જ્ઞાન થતું નથી. માટે પાંચ બારીઓથી જોનાર પુરૂષની જેમ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે આ રીતે ઈન્દ્રિયોના અભાવરૂપ જે તારો હેતુ છે તે ધર્મીના સ્વરૂપને વિપરિત સિદ્ધ કરે છે અર્થાત તેનાથી વિરૂદ્ધ છે.
મુક્ત જીવમાં જ્ઞાનની સિદ્ધિ:- પરમાણુ જેમ મૂર્તભાવ વિના ન હોય તેમ જીવ પણ જ્ઞાન વિના ન હોય, કેમકે જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તેથી “મુક્ત જીવ જ્ઞાન રહિત છે' એ કથન સર્વથા વિરુદ્ધ છે. કારણ કે સ્વરૂપ સિવાય સ્વરૂપવાન ક્યારેય હોઈ શકે નહિ.
પ્રશ્ન-૮૭૦ – જીવ જ્ઞાનસ્વરૂપ છે એનું પ્રમાણ શું?
ઉત્તર-૮૭૦ – સ્વશરીરમાં જીવ જ્ઞાનસ્વરૂપ છે એ તો પ્રત્યક્ષાનુભૂત છે. કેમકે ઈન્દ્રિયનો વ્યાપાર બંધ પડ્યા પછી પણ, ઈન્દ્રિય વ્યાપારથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે. તથા ક્યારેક અન્યમનસ્કાવસ્થામાં ઈન્દ્રિયનો વ્યાપાર છતાં અર્થનું જ્ઞાન થતું નથી. તેમજ કોઈ વખત વ્યાખ્યાન અવસ્થામાં નહિ જોયેલ કે નહિ સાંભળેલ અર્થનું સારા ક્ષયોપશમથી સ્મરણ થાય છે. આ બધું દરેકને અનુભવસિદ્ધ હોય છે. એ રીતે મુક્તાત્મા પણ સંપૂર્ણ જ્ઞાનવાળો છે. ઈન્દ્રિયવાળા જીવને થોડા આવરણનો ક્ષય થવાથી તે તરતમતાએ જ્ઞાનવાનું છે. અને જેને ઈન્દ્રિયો નથી, એવા મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાન છે.
પ્રશ્ન-૮૭૧ – સુખ-દુઃખ એ પુણ્ય-પાપકૃત છે એ કારણભૂત પુણ્ય-પાપનો નાશ થતાં કાર્યભૂત સુખ-દુઃખનો પણ નાશ થાય છે. માટે મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ રહિત છે, અથવા શરીર અને ઈન્દ્રિયના અભાવે તે આકાશની જેમ સુખ-દુઃખથી રહિત છે. કેમકે શરીર