________________
૯O
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૭૪– જો આપ એમ કહેતા હો તો એનાથી એવું સિદ્ધ થાય કે મુક્તાત્માનાં સુખ અને જ્ઞાન ચેતનાનો ધર્મ હોવાથી, રાગની જેમ અનિત્ય છે અથવા એ સુખ અને જ્ઞાન તપ વગેરે કષ્ટકારી અનુષ્ઠાનથી ઉત્પન્ન થતા હોવાથી અને ઘટની જેમ ઉત્પન્ન કરાતાં હોવાથી અનિત્ય છે, ખરું ને?
ઉત્તર-૮૭૪– ના એ માન્યતા માન્ય નથી, મુક્તાત્માના જ્ઞાન અને સુખ જો નાશ પામે, તો તે અનિત્ય કહેવાય, પણ તે નાશ પામતાં નથી. કેમકે જ્ઞાનાવરણના ઉદયથી જ્ઞાનનો નાશ થાય છે અને અશાતા વેદનીયના ઉદયથી સુખનો નાશ થાય, આ બંને કર્મ મિથ્યાત્વાદિ બંધહેતુ વડે બંધાય છે, તે હેતુ મુક્તાત્માને નથી, તેમ ઉભયના અભાવે મુક્તાત્માના જ્ઞાન અને સુખનો નાશ થતો નથી, પણ સદા અવસ્થિત રહે છે, એટલે તે અનિત્ય કઈ રીતે કહેવાય?
વળી ચેતનના બધા ધર્મો અનિત્ય નથી. એટલે “જ્ઞાન અને સુખ ચેતનધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે.” એ કથનમાં હેતુ અનેકાંતિક સિદ્ધ થાય છે. તેમજ કૃતકાદિ હેતુ પણ અનેકાંતિક છે, કેમકે ઘટનો પ્રāસાભાવ કૃતક છે છતાં નિત્ય છે. તથા કૃતકાદિ હેતુ અસિદ્ધ પણ છે, કેમકે સિદ્ધનાં જ્ઞાન અને સુખ સ્વાભાવિક છે. આવરણ અને બાધાના કારણનો અભાવ થવાથી જે પ્રચ્છન્નપણે હતા તે પ્રગટ થયા છે. પણ ઘટાદિની જેમ કરાયેલા નથી. તેમજ વીજળી આદિની જેમ ઉત્પન્ન પણ થયા નથી, કેમકે મેઘના પડલથી ઢંકાયેલી ચંદ્રજયોત્સના કે સૂર્યની પ્રભા એ પટલ દૂર થતાં પ્રગટ થાય છે તેથી એ કાંઈ કરાયેલી ન કહેવાય, પરંતુ વિશિષ્ટરૂપે આવિર્ભત કહેવાય. પર્યાયપણે મુક્તાત્માના જ્ઞાનને અનિત્ય માની શકાય એમાં કાંઈ દોષ નથી.
વેદના અનુસારે મોક્ષ અને નિરૂપમ સુખની સિદ્ધિ :“ર દ વૈ સારીરસ્ય પ્રિયા-sfપ્રયયોરપતિપતિ | अशरीरं वा वसंतं प्रिया-ऽप्रिये न स्पृशतः ॥"
આ વેદોક્તિ મોક્ષનો અભાવ, મોક્ષ અવસ્થામાં જીવનો સર્વથા નાશ અને મુક્તાત્માને સુખનો અભાવ એમ માનવાથી અયોગ્ય ઠરે છે, એ જ શ્રુતિથી જીવ-કર્મના વિયોગરૂપ મોક્ષ, મોક્ષમાં શુદ્ધ જીવની વિદ્યમાનતા અને મુક્તાત્માને નિરૂપમ અનંત સુખ એ ત્રણ બાબતો સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૭૫ – અશરીરનો સર્વથા નાશ થવાથી નાશ પામેલ જીવ ખરગની જેમ અભાવરૂપ થાય છે, એવાને સુખ-દુઃખનો સ્પર્શ ન થાય. એ સ્પષ્ટ જાણી શકાય એવું છે. તેથી ઓલવાઈ ગયેલા પ્રદીપની જેમ મોક્ષ પામેલ જીવનો સર્વથા નાશ માનવામાં શું દોષ છે?