________________
૯૭
ગુજરાતી પ્રશ્નોત્તર
પવિભાગ સામાચારી – છેદગ્રંથરૂપ એ પદવિભાગ સામાચારી પણ ૯મા પૂર્વમાંથી ઉદ્ધરેલી છે.
દશવિધ સામાચારી
(૧) ઈચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (૪) આશ્યિકી (૫) નૈષધિકી (૬) આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદના (૯) નિમંત્રણા (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની ઉપક્રમકાળ સંબંધી સામાચારી છે.
(૧) ઈચ્છાકાર ઃ- જો કોઈ સાધુ કારણ પડતે છતે અન્ય સાધુને કંઈ કરવા માટે અભ્યર્થના કરે. તો ત્યાં પણ ઈચ્છાકાર સંભવે છે પણ બલાભિયોગ કલ્પે નહિ. એમ કાર્ય સ્વીકાર કરે છતાં જણાય છે કે બીજાએ પ્રાર્થના ન કરવી જોઈએ. કેમકે સાધુએ બલ-વીર્ય ગોપવવા ન જોઈએ. જો રોગાદિ કારણે કાર્ય કરવા અસમર્થ હોય અથવા આવડતું ન હોય તો રત્નાધિક સિવાયના બીજાઓને “આ મારું કાર્ય તમે તમારી ઈચ્છાથી કરો” એમ ઈચ્છાકાર કરે. અથવા બીજા અભ્યર્થના કરનાર છતાં તે કાર્ય નષ્ટ થતું જોઈને પણ તે કાર્ય કરવા સમર્થ બીજા કોઈ નિર્જરાર્થી સાધુ તે સાધુને કહે કે - હું તમારૂં આ કાર્ય મારી ઈચ્છાથી કરૂં છું. આમાં પણ તે કાર્ય કરાવનાર તેનો ઈચ્છાકાર કરે છે. કેમકે સાધુની એ મર્યાદા છે. ઈચ્છાકાર સિવાય કોઈની પાસે કાંઈ કરાવવું નહિ. અથવા કોઈક સાધુને તે કંઈક બીજાનું કાર્ય કરતા જોઈને તેને પણ “આ મારૂં કાર્ય તમે પણ તમારી ઈચ્છાથી કરો' એમ ઈચ્છાકાર કરે. તેમાં તે પણ તેનો ઈચ્છાકાર કરે. અથવા કારણ જણાવે અન્યથા ઉપકારને માટે સાધુએ સાધુનું કાર્ય કરવું જોઈએ. અથવા જો જ્ઞાનાદિના અર્થે આચાર્યાદિનું કોઈ વૈયાવૃત્યાદિ કાર્ય કરે તો તેમાં પણ તેમને ઈચ્છાકાર થાય છે. આજ્ઞા અને બળાત્કાર કરવાનું સાધુને કલ્પે નહિ કાર્ય હોય તો ઈચ્છાકારની જ યોજના શિક્ષક કે રત્નાધિકમાં કરવી.
(૨) મિથ્યાકાર :- સંયમ યોગમાં પ્રવર્તનારે જે કાંઈ વિપરિત આચર્યું હોય તેને “આ વિપરિત છે” એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપવું, તે મિથ્યાકાર છે. પાપકર્મ કરીને અવશ્ય મિથ્યાદુષ્કૃત આપવું જોઈએ. એટલે કે તે પાપકર્મ ન કરવું જોઈએ. આવું ઉત્સર્ગ પદમાં પ્રતિક્રમણ થાય છે. જે કારણથી દુષ્કૃત થાય છે. એમ જાણીને તે કારણને ફરી ન આચરવાથી ત્રિવિધે પ્રતિક્રમણમાં અવશ્ય તેનું દુષ્કૃત મિથ્યા થાય છે.
મિ વર્ણ માર્દવ અર્થમાં છે, છ વર્ણ અસંયમયોગને અટકાવાના અર્થમાં છે, મિ વર્ણ હું ચારિત્ર મર્યાદામાં છું એ જણાવે છે. ટુ વર્ણ નિંદા અર્થમાં છે. છ વર્ણ પાપ અંગીકાર કરવાના અર્થમાં છે. ૐ વર્ણ ઉપશમભાવથી પાપકર્મને ઉલ્લંઘવાના અર્થમાં છે. આમ સંક્ષેપથી ‘મિચ્છામિ દુધડં' પદનો અર્થ છે.
ભાગ-૨/૮