________________
૫
ગુજરાતી પ્રશ્નોત્તર છે, પણ તે સંસારીપણાનો પર્યાય નાશ પામતાં બીજા મુક્તિરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. પણ જીવદ્રવ્યનો સર્વથા નાશ થતો નથી.
પ્રશ્ન-૮૯૧ – પરંતુ જેમ કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય છે. તેમ કર્મનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એટલે મોક્ષનો પણ અભાવ કેમ ન થાય?
ઉત્તર-૮૬૧–ના, સંસાર કર્મજન્ય છે એટલે કર્મનો નાશ થતાં સંસારનો નાશ થઈ શકે, કેમકે કારણના અભાવે કાર્યનો અભાવ હોય. પણ જીવત્વ તો અનાદિકાળથી પ્રવૃત્ત છે. કર્મજન્ય નથી તેથી કર્મનો નાશ થતાં જીવનો નાશ ન થાય, કેમકે કર્મ એ જીવત્વનું કારણ નથી અને જીવત્વ સાથે વ્યાપક પણ નથી.
જીવ અને મોક્ષની નિત્યતા :- (૧) વિકાર ન દેખાતો હોવાથી આત્મા આકાશની જેમ અવિનાશી ધર્મવાળો છે. જે વિનાશ ધર્મવાળા છે, તે ઘટના અવયવની જેમ વિકારવાળા જણાય છે. મુક્તાત્મા અવિકારી હોવાથી નિત્ય છે. અને આત્મા નિત્ય હોવાથી મોક્ષ પણ નિત્ય છે. પ્રશ્ન-૮૬૨ – મોક્ષ ઘટની જેમ કૃતક હોવાથી કાળાંતરે વિનાશી માનો તો?
ઉત્તર-૮૬૨ – એ બરાબર નથી, કેમકે પ્રધ્વસાભાવ જગતમાં કૃતક હોવા છતાં નિત્ય છે એટલે તારો હેતુ અનેકાંતિક છે.
પ્રશ્ન-૮૬૩ – કૃતક હોય અને નિત્ય હોય એવું કયું ઉદાહરણ છે તમારી પાસે, કારણ કે અભાવ તો ગધેડાના શિંગડાની જેમ અવસ્તુ છે?
ઉત્તર-૮૬૩- એવું નથી, કેમકે કુંભનાશ વિશિષ્ટ પુદ્ગલમય ભાવ, તે જ પ્રધ્વસાભાવ છે. અથવા ઘટમાત્રનો વિનાશ થતાં જેમ આકાશમાં કાંઈ વિશેષતા થતી નથી, તેમ પુગલરૂપે થતા નારકાદિ પર્યાયોનો વિનાશ થવાથી જીવને એવી કોઈ વિશેષતા થતી નથી કે જેથી મોક્ષને એકાંતે કૃતક કહી શકાય.
(૨) જેમ આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી દ્રવ્યપણે નિત્ય છે. તેમ મુક્ત જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી નિત્ય છે.
પ્રશ્ન-૮૬૪ – તમે આકાશના દષ્ટાંતથી જેમ જીવની નિત્યતા સિદ્ધ કરો છો તેમ તેની વ્યાપકતા આદિ પણ એક દષ્ટાંતથી સિદ્ધ થાય ને? જેમકે આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ સર્વવ્યાપક છે, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી સર્વવ્યાપક-વિભુ છે. તથા આકાશદ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ બંધાતું કે મુકાતું નથી, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત એ પણ બંધાતું કે મુકાતું નથી એમ માનવામાં શું તકલીફ છે?