________________
૮૩
ગુજરાતી પ્રશ્નોત્તર મૃસ્પિડના આકાર અને શક્તિરૂપે નાશ પામે છે. ઘટાકાર અને ઘટશક્તિરૂપે ઉત્પન્ન થાય છે અને રૂપાદિ ભાવે તથા માટી દ્રવ્યપણે અવસ્થિત રહે છે આ રીતે ઘટ પણ પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. ઘટાકારના નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને રૂપાદિ તથા માટી દ્રવ્યપણે અવસ્થિત રહે છે માટે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વભાવવાળો છે. આમ ઘટની જેમ દરેક વસ્તુ આવા ત્રણ સ્વભાવવાળી છે માટે જેમ ઉત્પત્તિમાન આદિ હેતુથી ઘટમાં વિનાશીત્વ સિદ્ધ થાય છે તેમ અવિનાશીત્વ પણ સિદ્ધ થાય છે. આમ, ચૈતન્યમાં પણ સમજવું.
ઉત્પાદાદિ ધર્મ અને વેદવાક્યથી પરલોકની સિદ્ધિ :- ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળો આત્મા હોવાથી જ તેને પરલોક સંભવે છે. જેમકે – ઘટ સંબંધી વિજ્ઞાન તે ઘટ ચેતના અને પટ સંબંધી વિજ્ઞાન તે પટ ચેતના કહેવાય છે. જ્યારે જીવને ઘટનું જ્ઞાન થયા પછી તરત જ પટનું જ્ઞાન થાય છે તે વખતે તેનો ઘટચેતનારૂપે વિનાશ, પટચેતનારૂપે ઉત્પાદ અને અનાદિકાળથી પ્રવૃત્ત ચેતનારૂપ સંતાનપણે અવસ્થાન હોય છે. એ જ રીતે આ ભવમાં રહેલા જીવના પણ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એવા ત્રણ સ્વભાવ સમજવા. તથા પરલોકગત જીવોનાં પણ એ જ ત્રણ સ્વભાવ હોય છે. જેમકે મનુષ્ય મરીને દેવલોકાદિમાં ઉત્પન્ન થાય છે ત્યારે મનુષ્યરૂપ લોકનો વિનાશ, દેવાદિ પરલોકનો ઉત્પાદ અને જીવપણે અવસ્થાન હોય છે. આ પ્રમાણે જીવનો ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ સ્વભાવ હોવાથી તેને પરલોકનો અભાવ નથી.
વળી એકાંત અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ જ ન થાય. જો ઉત્પત્તિ માનો તો ખરશિંગ પણ ઉત્પન્ન થવું જોઈએ. પણ થતું નથી માટે કોઈપણ રૂપે વિદ્યમાન વસ્તુ હોય, તેની જ ઉત્પત્તિ થાય છે. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા વિનાશ પણ નથી થતો. જો સર્વથા વિનાશ થાય તો નારકી તિર્યંચ વગેરે સર્વથા નાશ થઈ જાય.
માટે અવસ્થિત જીવાદિનો મનુષ્યાદિ કોઈ-કોઈ ધર્મથી નાશ અને દેવાદિ અન્ય ધર્મ વડે ઉત્પાદ થાય છે સર્વથા વિનાશ થતો નથી. સર્વ વિનાશમાં તો સર્વવ્યવહાર જ નાશ પામી જાય. માટે આત્મા કથંચિત્ અવસ્થિત હોવાથી આત્માનો પરલોક છે.
(૧૧) પ્રભાસ ગણધર - મોક્ષ છે કે નહિ?
“ગરીમર્થ વૈતત્ સર્વ નહોત્રમ્' તથા “ઔષા ગુદા દુરવાહી’ અને ‘કે બ્રહ્મ પરમપર વ, તત્ર પરં સત્ય જ્ઞાનમન્તર દ્રા' આવા પદો સાંભળવાથી તને મોક્ષ વિશે શંકા થઈ છે. તે માને છે કે જીવપર્યત અગ્નિહોત્ર કરવો. અગ્નિહોત્રની ક્રિયા પ્રાણીવધના હેતુભૂત હોવાથી શુભાશુભ પ્રકારની છે તે સ્વર્ગ ફળદાયી છે. મોક્ષ ફળ આપનારી નથી. તો પછી જીવપર્યંત એ ક્રિયા કરવાથી મોક્ષના હેતુભૂત બીજી કોઈ ક્રિયા કરવાનો સમય જ બતાવ્યો નથી, એમ