________________
૮૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૫૮– તમે આત્માને વિજ્ઞાનમય કહો છો, પણ વિજ્ઞાન અનિત્ય હોવાથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય થયો એટલે ભવાંતરમાં ગતિરૂપ જે પરલોક છે તેનો અભાવ સિદ્ધ થયો, છતાં પણ આત્માને નિત્ય કહો તો પણ પરલોકની સિદ્ધિ નહિ થાય કેમકે આકાશની જેમ આત્મા વિજ્ઞાનથી ભિન્ન હોવાથી તે અનભિજ્ઞ થશે તેથી અનભિજ્ઞ એવો નિત્ય આત્મા કર્તા કે ભોક્તા કઈ રીતે કહેવાશે? જો નિત્ય આત્માને પણ કર્યાદિ સ્વભાવવાળો માનો તો તે પણ એક સ્વરૂપ હોવાથી હંમેશા કર્તાદિ સ્વભાવવાળો જ રહેશે તથા કદિ જુદા-જુદા સ્વભાવવાળો નહિ માનો તો પરલોક અસિદ્ધ થશે. તથા કદિ સ્વભાવવાળો ન હોવા છતાં પરલોક માનો તો સિદ્ધાત્માને પણ પરલોકની પ્રાપ્તિ થશે. આ જ રીતે નિત્ય અને અભોક્તા આત્માને પરલોકના હેતુભૂત જે કર્મ-ભોગ છે તેના અભાવે પરલોક સિદ્ધ થતો નથી, નિત્ય અમૂર્ત અને અજ્ઞાની એવા આત્માને આકાશની જેમ ભવાંતર ગતિના અભાવે પરલોક ક્યાંથી થવાનો?
ઉત્તર-૮૫૮ – ઘટની જેમ ચૈતન્યને ઉત્પત્તિમાન અને પર્યાયસ્વરૂપ માનીને તું તેને અનિત્ય કહે છે, કેમકે જે પર્યાય છે, તે સર્વ ખંભાદિમાં નવા-પુરાણાદિ પર્યાયની જેમ અનિત્ય છે. આ રીતે અનિત્ય ચૈતન્યથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય હોવાથી તે આત્માને પરલોકનો અભાવ છે એમ હું માને છે તે યોગ્ય નથી. કેમકે ચૈતન્યવિજ્ઞાન એકાંતે અનિત્ય નથી પણ કથંચિત્ નિત્ય છે, કારણ કે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ છે. તેથી ઉત્પત્તિમાનપણાથી જેમ વસ્તુ વિનાશીત્વ સિદ્ધ થાય છે તેમ પ્રૌવ્યપણાથી વસ્તુનું કથંચિત નિત્યત્વ સિદ્ધ થાય છે માટે, આવા કથંચિત્ નિત્ય વિજ્ઞાનથી અભિન્ન આત્મા પણ કથંચિત નિત્ય હોવાથી તેને પરલોકનો અભાવ નથી.
પ્રશ્ન-૮૫૯ – ઉત્પત્તિમાન હેતુથી ઘટાદિ વસ્તુ નિત્ય કઈ રીતે કહેવાય?
ઉત્તર-૮૫૯ – ઘટ એ રસ-રૂપ-ગંધ-સ્પર્શરૂપ ગુણનો સમુદાય છે. એકરૂપ સંખ્યા, પહોળા પેટાદિરૂપ સંસ્થાન, માટીરૂપ દ્રવ્ય અને પાણી ધારણ કરવા રૂપ શક્તિ આ સર્વનો સમુદાય તે ઘટ કહેવાય છે. અને એ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-સંખ્યા-સંસ્થાન-દ્રવ્ય અને શક્તિ સર્વે ઉત્પાદ-વ્યય અને દ્રૌવ્ય રૂપ છે. તેથી ઘટ ઉત્પત્તિમાનું ધર્મવાળો હોવાથી અવિનાશી-નિત્ય પણ છે એમ સિદ્ધ થાય છે. જેમકે માટીના પિંડનો પોતાનો ગોળાકાર રૂપ જે પિંડ અને પોતાની કોઈ શક્તિવિશેષ એ ઉભય જે પર્યાયો હતા તે પર્યાયપણે નષ્ટ થયા. અને તે જ વખતે માટીનો પિંડ ઘટાકાર અને જલધારણ શક્તિરૂપ ઉભય પર્યાયપણે ઉત્પન્ન થયા છે. રૂપરસ-ગંધ-સ્પર્શરૂપે તથા માટી દ્રવ્યપણે તો એ માટીનો પિંડ ઉત્પન્ન પણ થતો નથી ને નાશ પણ થતો નથી તેવા રૂપે તો તે હંમેશા નિત્ય-અવસ્થિત છે. આ પ્રમાણે એક માટીનો પિંડ જ