________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
છે તેને ગ્રહણ કરતો નથી. તે કર્મ દ્રવ્યોમાંથી પણ એક ક્ષેત્રાવગાહને જ ગ્રહણ કરે છે. પણ ભિન્ન પ્રદેશમાં અવગાઢને ગ્રહણ કરતો નથી. જે ગ્રહણ કરે છે રાગદ્વેષાદિયુક્ત જીવ પોતાના સર્વ પ્રદેશો વડે ગ્રહણ કરે છે, પણ હેતુ સિવાય કે કેટલાંક પ્રદેશોથી જ ગ્રહણ કરતો નથી. એમાં ઉપશમ શ્રેણીથી પડેલા જીવને મોહનીયના બંધની આદિ હોય છે, અને અપ્રાપ્ય શ્રેણિ જીવને મોહાદિનો અનાદિ બંધ હોય છે.
८०
પ્રશ્ન-૮૫૭ – દરેક આકાશપ્રદેશમાં શુભાશુભ ભેદ રહિત અનંતાનંત પુદ્ગલોથી વ્યાપ્ત આ લોક છે, તેમાંથી કર્મ પુદ્ગલોના ગ્રહણ વખતે જીવને સ્કૂલ-સૂક્ષ્મનો વિભાગ ઘટી કે, પરંતુ જે શુભાશુભનું તમે વિવેચન કરો છો તે શુભ કે અશુભપણું એક સમય માત્ર ગ્રહણકાળમાં કર્મ પુદ્ગલોને ગ્રહણ કરતા જીવને કઈ રીતે ઘટે ?
પ્રશ્ન-૮૫૭ – એ કર્મ વર્ગણાઓ શુભાશુભાદિ વિશેષણ રહિત છે. તો પણ તેને ગ્રહણ કરતી વખતે જીવપરિણામ અને આશ્રયના સ્વભાવથી શુભાશુભમાં ફેરવે છે. મતલબ કે જીવનો શુભ અથવા અશુભ પરિણામ છે, તે પરિણામ જ ગ્રહણ સમયે કર્મને શુભ અથવા અશુભરૂપે કરે છે. વળી કર્મના આશ્રયભૂત જીવનો પણ કોઈ એવો સ્વભાવ છે, કે જેથી શુભાશુભપણે પરિણામ પામતા કર્મને ગ્રહણ કરે છે, તેમ જ શુભાશુભભાવાદિ આશ્રિત કર્મનો પણ એવો સ્વભાવ વિશેષ છે, કે જેથી શુભ અથવા અશુભ પરિણામયુક્ત જીવવડે ગ્રહણ કરાતાં એ કર્મ જ છે એ પ્રમાણે શુભાશુભરૂપે પરિણામ પામે છે જેમકે તુલ્ય આહાર છતાં પણ જેમ પરિણામ અને આશ્રયવશથી તે આહાર ગાયમાં દૂધ રૂપે થાય છે અને સર્પમાં વિષરૂપે થાય છે. તેમ શુભાશુભ પરિણામવશથી પુણ્ય-પાપનો પણ પરિણામ થાય છે અથવા એક જ પ્રકારનો આહાર એક જ શરીરમાં માંસ-રૂધિર-રસાદિ રૂપે પરિણમે છે તેમજ લઘુનીતિ-વડીનીતિ આદિ રૂપે પરિણમે છે તેમ કર્મ પરિણામ પણ શુભાશુભ રૂપે પરિણમે છે.
પુણ્ય-પાપનો સ્વભાવથી ભેદ તથા વેદાનુસારે સિદ્ધિ :
શાતા વેદનીય, સમ્યક્મોહનીય, હાસ્ય, પુંવેદ, રતિ, નરકાયુવિના ત્રણ આયુ, ઉચ્ચગોત્ર, દેવદ્વિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, પ્રથમ સંઘયણ-સંસ્થાન, શુભવર્ણ ચતુષ્ક, અગુરૂ-લઘુનામ, પારાઘાત નામ, ઉચ્છવાસ નામ, આતપ નામ, શુભ વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આર્દ્રય, યશ, નિર્માણ અને તીર્થંકર - આ સર્વે મળીને ૪૬ (છેત્તાલીસ) પ્રકૃતિઓ શુભ હોવાથી પુણ્ય કહેવાય છે તે સિવાયની શેષ ૮૨ (બ્યાસી) પ્રકૃતિઓ અશુભ હોવાથી પાપ પ્રકૃતિ કહેવાય છે. આ રીતે પુણ્ય-પાપ જુદા-જુદા સ્વભાવવાળું છે તેથી તે બંને એક સંકીર્ણ સ્વભાવવાળું કર્મ માનવું તે અયોગ્ય છે.