________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૭૯
થયા પછી કાં તો તૈજસાદિ શુભલેશ્યા અથવા કાપોત વગેરે અશુભલેશ્યા જ એક વખતે હોય છે મિશ્ર ન હોય.
ભાવયોગ ધ્યાન અને લેશ્યારૂપ છે માટે એક સમયે તે શુભ કે અશુભ જ હોય, પણ મિશ્ર ન હોય એટલે ભાવયોગ નિમિત્તક કર્મ પણ જ્યારે શુભયોગ હોય ત્યારે પુણ્યરૂપ શુભ બંધાય અને વિપરિતમાં અશુભ બંધાય પણ મિશ્ર ન બંધાય.
અથવા એમ સંભાવના થઈ શકે કે પૂર્વબદ્ધ કર્મને પરિણામવશથી શુભ-અશુભ કે મિશ્રભાવ પમાડે, એટલે પૂર્વે બંધેલા મિથ્યાત્વના કર્મ પુદ્ગલોને વિશુદ્ધ પરિણામથી શુદ્ધ કરીને સમ્યક્ત્વરૂપે કરે, અવિશુદ્ધ પરિણામવશથી સમ્યક્-મિથ્યાત્વરૂપ કરે અને અશુદ્ધ પરિણામથી રસનો ઉત્કર્ષ કરીને સમ્યક્ત્વના પુદ્ગલો મિથ્યાત્વમાં સંક્રમાવીને મિથ્યાત્વરૂપે કરે. આમ, પૂર્વબદ્ધ સત્તામાં રહેલ કર્મોનાં ત્રણ પુંજ કરીને શુભ-અશુભ કે મિશ્ર કરે પણ નવા કર્મના ગ્રહણ વખતે એ રીતે પુણ્ય-પાપની સંકીર્ણતાવાળું કર્મ ન બાંધે.
સંક્રમવિધિ :- મૂળ પ્રકૃતિઓનો અન્યોન્ય સંક્રમ ન થાય પણ તેની ઉત્તર પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થાય. સજાતિય ઉત્તર પ્રકૃતિઓમાં પણ આયુષ્યની ચાર પ્રકૃતિઓનો સંક્રમ ન થાય. તથા દર્શન-ચારિત્ર-મોહનીયનો સંક્રમ ન થાય. એ સિવાયની શેષ ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમની ભજના છે. એટલે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, કષાય સોળ, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, તૈજસ-કાર્પણ, વર્ણચતુષ્ક-ગુરૂલઘુ-નિર્માણ અને પાંચ અંતરાય એ ધ્રુવબંધીની સુડતાલીશ (૪૭) ઉત્તર પ્રકૃતિઓનો પોતપોતાની મૂળ પ્રકૃતિમાં અન્યોન્ય સંક્રમ સદૈવ થાય છે. જેમકે મૂળ જ્ઞાનાવરણનાં મતિજ્ઞાનાવરણમાં શ્રુતજ્ઞાનાવરણાદિનો તથા શ્રુતજ્ઞાનાવરણાદિમાં મતિજ્ઞાનાવરણનો સંક્રમ થાય છે. આમ સર્વત્ર સમજવું. તથા શેષ જે અવબંધી પ્રકૃતિઓ છે, તેનો પોતાની મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી સજાતીય પ્રકૃતિમાં અબધ્યમાન પ્રકૃતિનો સંક્રમ થાય, પણ અબધ્યમાન પ્રકૃતિમાં બધ્યમાન પ્રકૃતિનો સંક્રમ ન થાય. જેમકે શાતાવેદનીય બંધાતી હોય ત્યારે તેમાં અધ્યમાન અશાતાવેદનીયનો સંક્રમ થાય, પણ અબધ્યમાન પ્રકૃતિમાં બધ્યમાનનો સંક્રમ ન થાય. આ રીતે પ્રકૃતિ સંક્રમનો વિધિ છે.
પુણ્ય-પાપનું લક્ષણ અને ગ્રહણ કરવાની રીત :- વર્ણ-ગંધ-રસ-સ્પર્શ લક્ષણોવાળા ગુણો જેના શુભ હોય તથા વિપાક પણ શુભ હોય તે પુણ્ય કહેવાય છે, એથી વિપરિત હોય તે પાપ. આ બંને પ્રકારનું કર્મ અત્યંત સ્થળપણે હોતું નથી. તેમજ પરમાણુ જેમ અત્યંત સૂક્ષ્મ પણ હોતું નથી. આવા પ્રકારનું પુણ્ય-પાપાત્મક દ્રવ્ય, કર્મયોગ્ય કાર્પણ વર્ગણાની અંતર્ગત છે, તેને જીવ ગ્રહણ કરે છે. પણ પરમાણુ આદિ અથવા ઔદારિક વર્ગણાદિ ગત, જે કર્મને અયોગ્ય દ્રવ્યો