________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આ રીતે સુખ-દુ:ખના કારણભૂત પુણ્ય-પાપ સ્વતંત્ર છે, એટલે જ સાધારણ એક પુણ્યપાપાત્મક કર્મ પણ તથી, કેમકે વંધ્યાપુત્રની જેમ એવા કર્મના બંધનું કોઈ કારણ જ નથી, મિથ્યાત્વ-અવિરતિ-કષાય-પ્રમાદ અને યોગ એ કર્મબંધના હેતુઓ છે. એમાં યોગવિના તો ક્યારેય કર્મનો બંધ થતો નથી, એટલે મુખ્યત્વે યોગ જ કર્મબંધનો મુખ્ય હેતુ છે. તે ત્રણ પ્રકારે
મન-વચન-કાયારૂપ છે, તે એક સમયે શુભ અથવા અશુભ હોય, પણ શુભાશુભ ન હોય તેથી પુણ્ય-પાપાત્મક ઉભય સ્વભાવવાળું સંકીર્ણ કર્મ પણ ન હોય. કેમકે કારણાનુરૂપ કાર્ય હોય છે, તેથી જ્યારે શુભ યોગ વર્તતો હોય ત્યારે તદનુરૂપ પુણ્યાત્મક શુભ કર્મ બંધાય અને અશુભમાં તેનાથી વિપરિત બંધાય. મિશ્રરૂપે યોગ ન હોવાથી કર્મબંધ મિશ્રરૂપે થાય જ નહિ. તે ઉદાહરણથી સમજીએ.
ન
૭૮
પ્રશ્ન-૮૫૬ – કાંઈક અવિધિથી દાન આપવાનો વિચાર કરતાં શુભાશુભ મનોયોગ થાય છે, તવિષયક ઉપદેશ આપતાં શુભાશુભ વચનયોગ થાય છે, અને કાંઈક અવિધિથી જિનવંદનાદિ ચેષ્ટા કરતાં શુભાશુભ કાયયોગ થાય છે, આમ એક સમયમાં મન-વચનકાયાના યોગો શુભાશુભરૂપે મિશ્ર જણાય છે, ને તમે કહો છો એક સમયમાં શુભ કે અશુભ બેમાંથી એક જ યોગ હોય તે કઈ રીતે બને ?
ઉત્તર-૮૫૬ – તારી માન્યતામાં ભૂલ છે. કારણ કે યોગ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં મન-વચન-કાયાના યોગરૂપે પ્રવર્તનારાં દ્રવ્ય અને મન-વચન-કાયાનો પરિસ્પંદાત્મક વ્યાપાર તે દ્રવ્યયોગ છે, અને એ ઉભયરૂપ એવો યોગહેતુક જે અધ્યવસાય તે ભાવયોગ છે. ઉપરોક્ત શુભાશુભ ચિંતવન-ઉપદેશ અને કાયચેષ્ટાના પ્રવર્તનરૂપ યોગમાં વ્યવહારનયની અપેક્ષાએ શુભાશુભભાવ હોઈ શકે. પણ યોગહેતુક અધ્યવસાયરૂપ ભાવયોગમાં તે ન જ હોય. અર્થાત્ વ્યવહારનયથી દ્રવ્યયોગને શુભાશુભરૂપે મનાય છે. પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો ફક્ત શુભ અથવા અશુભ જ છે. કેમકે તેના મતે તો યથોક્ત દ્રવ્યયોગના પણ શુભાશુભરૂપ મિશ્રભાવનો અભાવ છે. ભાવયોગમાં તો એ મિશ્રભાવ વ્યવહાર કે નિશ્ચય એકેયને માન્ય નથી. અને આગમમાં પણ શુભ અને અશુભ અધ્યવસાયસ્થાનો સિવાય શુભાશુભ અધ્યવસાયરૂપ ત્રીજો ભેદ ક્યાંય પણ કહ્યો નથી કે જેથી ભાવયોગમાં શુભાશુભપણું હોઈ શકે. માટે એક સમયે શુભ કે અશુભ ભાવયોગ હોઈ શકે પણ મિશ્રયોગ ન હોઈ શકે. એટલે જ કર્મ પણ શુભ કે અશુભ રૂપ જુદું જ બંધાય. મિશ્રરૂપ ન બંધાય.
વળી શાસ્રમાં ધર્મ-શુક્લ ધ્યાનાત્મક એક શુભ ધ્યાન અથવા આર્ત-રૌદ્રધ્યાનરૂપ એક અશુભ ધ્યાન એક વખતે હોય છે. પણ શુભાશુભરૂપ ધ્યાન ન હોય-એમ કહ્યું છે. ધ્યાનપૂર્ણ