________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૫૩ – જો એ પ્રમાણે સુખ-દુઃખનું કારણ કર્મ હોય અને તેના અનુરૂપ કાર્ય થતું હોય તો સુખ દુઃખ આત્મપરિણામ હોવાથી અમૂર્ત છે અને પુણ્ય-પાપાત્મક કર્મ રૂપી (મૂત) હોય છે તો તે સુખ-દુઃખાત્મક કાર્ય કારણાનુરૂપ કઈ રીતે થાય?
ઉત્તર-૮૫૩ – અમે ક્યાં કહીએ છીએ કે સર્વ કાર્ય કારણાનુરૂપ જ થાય કે જેથી સુખદુઃખની જેમ કર્મ પણ અરૂપી ગણાય, વળી એકાંતે સર્વધર્મો વડે કારણને કાર્યથી અત્યંત ભિન્ન પણ અમે માનતા નથી. તું તો એકાંતે અનુરૂપ કે અનનુરૂપ માને છે તેથી આવી શંકા કરે છે. પણ એમ ન માનવું. કારણ કે સર્વ પ્રકારે એકલું અનુરૂપ કારણ માનવામાં તો તે બીજાનું પણ કારણ જ થાય. તથા એકનું અનુરૂપ કાર્ય માનવામાં ત તે બીજાનું પણ કાર્ય જ થાય એટલે ઉભયમાં કાર્ય-કારણતા ન રહે. કેમકે બન્ને કારણે થાય અથવા બંને કાર્ય થાય. વળી કાર્યકારણનો એકંતે ભેદ માનવામાં કાર્યની વસ્તુત્વ અને કારણની વસ્તુત્વમાં શું તફાવત છે? કાંઈ જ નહિ. જો ઉભયના વસ્તૃત્વમાં ભેદ નથી તો પછી એનો એકાંત ભેદ પણ ન કહેવાય. માટે સર્વથા એકાંતે કાર્યકારણની અનુરૂપતા કે અનનુરૂપતા ન કહી શકાય. પણ કાંઈક સમાન-અસમાનતા કહી શકાય.
પ્રશ્ન-૮૫૪ – જો એમ હોય તો પછી કાર્યના અનુરૂપ કાર્ય હોય એમ શાથી કહો છો? કદાચ કોઈ વસ્તુ એકાંતે અનુરૂપ હોય તો એમ કહી શકાય, પણ કોઈ પણ વસ્તુ એકાંતે અનુરૂપ કે અનનુરૂપ નથી ને સર્વ વસ્તુ તુલ્યાતુલ્યરૂપ જ છે તો તેને કાર્યાનુરૂપ કારણ હોય એમ કહી શકાય?
ઉત્તર-૮૫૪ – સર્વ વસ્તુમાં તુલ્યાતુલ્યત્વ સમાન છતાં કાર્ય એ કારણનો સ્વપર્યાય હોવાથી કાર્યના અનુરૂપ કારણ કહેવાય છે અને શેષ અકાર્યરૂપ સર્વ પદાર્થ કારણના પરપર્યાય હોવાથી તે કારણને અનનુરૂપ કહેવાય છે. અહીં સુખ-દુઃખ એ કર્મરૂપ કારણના સ્વપર્યાય છે. જેમકે જીવ અને પુણ્યનો સંયોગ તે સુખનું કારણ છે, તથા જીવ અને પાપનો સંયોગ તે દુઃખનું કારણ છે. આ કારણથી જ પાપ-પુણ્યને સુખ-દુ:ખનાં અનુરૂપ કારણ તરીકે કહેવાય છે.
જેમ અન્ન-પુષ્પમાળા-ચંદન-સ્ત્રી-સર્પ-વિષ-કાંટા વગેરે મૂર્ત છતાં અમૂર્ત એવા સુખદુઃખનાં કારણ છે. તેમ, પુણ્ય-પાપરૂપ કર્મ મૂર્ત છતાં અમૂર્ત એવા સુખ-દુઃખનું કારણ છે.
પ્રશ્ન-૮૫૫ - પ્રત્યક્ષ દેખાતા અન્ન-પુષ્પમાળા વગેરે જ સુખાદિના કારણે ભલે હો, પણ ત્યાં અદૃષ્ટ એવા કર્મની કલ્પના કરવાથી શું ફાયદો છે?
ઉત્તર-૮૫૫ – તું સમજ્યા વગર બોલે છે. કારણ કે કેટલાક સ્થળે અન્નાદિ સાધનો સમાન હોવા છતાં ત્યાં સુખાદિ કાર્યોમાં મોટો ફળનો ભેદ જણાય છે. જેમકે કેટલાંકે અન્નાદિ