________________
७४
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૫ર – તો જે અત્યંત દુઃખી મનુષ્ય-તિર્યો છે તે જ ઉત્કૃષ્ટ પાપનું ફળ હોવાથી તેમને જ નારકી કહો તો શું વાંધો છે?
ઉત્તર-૮૫ર – ન કહેવાય, કારણ કે જે એવા ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા હોય તે સર્વ પ્રકારે દુઃખી જ હોવા જોઈએ. આવું દુ:ખ તિર્યંચ વગેરેને હોતું નથી. કેમકે પ્રકાશ-છાયાશીતલતા-નદી-દ્રહ વગેરે સુખના સાધનો તેમને હોય છે પણ ભયંકર છેદન-ભેદનના દુઃખો તેમને હોતા નથી. માત્ર નારકીઓને જ હોય છે. આગમમાં એમ પણ કહ્યું છે કે નારકોનું હંમેશાં તીવ્ર પરિણામવાળું દુઃખ જ હોય છે. માટે નારકીઓ છે એમ માની લે.
બીજા અનુમાનથી નારકીની સિદ્ધિ :
અકંપિત ! મારા બીજા વચન જેમ સત્ય છે. તેની જેમ “નારકીઓ છે એ કથન પણ મારું વચન હોવાથી સત્ય છે. હું તને ઈષ્ટ એવા જૈમિનીય આદિ સર્વજ્ઞના વચનની જેમ હું પણ સર્વજ્ઞ હોવાથી મારું વચન સત્ય છે; વળી ભય-રાગ અને દ્વેષ રહિત હોવાથી અને સર્વજ્ઞના લક્ષણથી હું સર્વજ્ઞ છું એમ જાણ.
નદ વૈ પ્રત્યે નારા: સન્તિ' વગેરે પદોથી નારકીના અભાવની તને થયેલી શંકા યોગ્ય નથી. કેમકે એ પદોનો અર્થ આ પ્રમાણે છે – પરલોકમાં કોઈપણ નારકીઓ મેરૂ આદિની જેમ શાશ્વતા નથી. પણ જે આ લોકમાં ઉત્કૃષ્ટ પાપ કરે છે તે અહીંથી મરીને પરલોકમાં નારકી થાય છે. માટે કોઈએ પણ એવું પાપ ન કરવું કે જેથી પરભવમાં નારકી થવું પડે.
(૯) અચલ ભ્રાતા - પુણ્ય-પાપ છે કે નથી?
પુણ્ય-પાપના વિષયમાં પાંચ પ્રકારની માન્યતાઓ છે - (૧) એકલું પુણ્ય જ છે પાપ તો છે જ નહિ. (૨) એકલું પાપ જ છે પુણ્ય નથી. (૩) પુણ્ય-પાપ બંને મેચક-મણિની જેમ મિશ્ર છે. (૪) બંને સ્વતંત્ર છે. (૫) મૂળથી કર્મનો જ અભાવ હોવાથી જગતનો સર્વ વ્યાપાર સ્વાભાવિક છે.
(૧) ફક્ત પુણ્ય જ છે - એ પ્રમાણે માનનારાઓ કહે છે કે પુણ્યનો ક્રમશઃ ઉત્કર્ષ થવાથી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે. તેથી અનુક્રમે સુખની પણ વૃદ્ધિ થાય છે. એટલે છેવટે સ્વર્ગ સુખ મળે છે. તથા તે જ પુણ્યની અનુક્રમે હાનિ થતાં સુખની પણ હાનિ થાય છે અને નરકનું દુઃખ મળે છે. તથા સર્વથા પુણ્યનો ક્ષય થવાથી મોક્ષ મળે છે.
(૨) ફક્ત પાપ જ છે - તેઓ ઉપર કહ્યાથી વિપરિત ભાવના કરે છે. જેમ અપથ્ય આહારની વૃદ્ધિથી રોગ વધે છે તેમ, પાપની વૃદ્ધિથી દુઃખ વૃદ્ધિરૂપ અધમતા પ્રાપ્ત થાય છે.