________________
૭૩
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૮૫૧ – એવું ન બને કે ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનથી અતીન્દ્રિય પ્રત્યક્ષ કરતાં વધારે જોઈ શકાય?
ઉત્તર-૮૫૧ – ના, કારણ કે પાંચ બારીવાળા ઘરમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ કરતાં ખુલ્લા મેદાનમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ જેમ તે ઘરવાળા મનુષ્ય કરતાં વધુ સારી રીતે જોઈ શકે છે. તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા જીવ કરતાં અતીન્દ્રિય-કેવલજ્ઞાનવાળા જીવ જ અતિશય સારું જોઈ શકે છે.
નરકોની સિદ્ધિ
અન્ય લિંગથી સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ અનુમાન જેમ પ્રત્યક્ષ જ્ઞાન નથી તેમ, ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ નથી. દા.ત. કૃતપણાથી ઘટની અનિત્યતા માત્ર સિદ્ધ કરનાર અનુમાન જેમ પ્રત્યક્ષ નથી તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ ચક્ષુ આદિ ઈન્દ્રિયના રૂપાદિને જ જાણવાની શક્તિરૂપ ધર્માન્તર વડે અનંત ધર્માત્મક વસ્તુના ફક્ત રૂપાદિ ધર્મનું જ જ્ઞાન થાય છે તેથી તે પ્રત્યક્ષ નથી.
અથવા ઘૂમથી જેમ અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી થાય છે માટે પ્રત્યક્ષ નથી. જેમકે પૂર્વમાં કોઈ પાસેથી મેળવેલ ઘટ વિષયક જ્ઞાનના સંબંધના સ્મરણથી ઘટાદિ પદાર્થનું તે ઘટાદિ સ્વરૂપે સર્વને ઈન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે. એમ ન હોય તો નાળિયેર દ્વીપમાંથી આવેલ મનુષ્ય કે જેણે ક્યારેય ઘટાદિનો શબ્દ સાંભળ્યો નથી કે ઘટાદિ પદાર્થ જોયો નથી. તેને પણ “આ ઘટ છે' એવું જ્ઞાન જોવા માત્રથી જ થઈ જાય. પણ એમ થતું નથી. અભ્યાસની પટુતાદિના કારણે શીઘ્રતાથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રવર્તે છે એટલે સર્વત્ર એ પ્રમાણે સ્મરણાદિરૂપ જ્ઞાન થતું હશે એમ છબસ્થને જણાતું નથી. વળી જેમ કોઈ વ્યક્તિને સ્વવ્યતિરિક્ત ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે, તે તેને પ્રત્યક્ષ નથી. તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ આત્માને સ્વવ્યતિરિક્ત ઈન્દ્રિયોથી થતું હોવાથી પ્રત્યક્ષ નથી. જીવને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે અન્ય નિમિત્તથી થતું નથી. પણ અવધિ-મન:પર્યાય અને કેવળજ્ઞાનની જેમ સાક્ષાત થાય છે, આ ત્રણે જ્ઞાનરહિત પ્રમાતાનું સર્વ જ્ઞાન પરોક્ષ અર્થનો વિષય કરનાર હોવાથી અનુમાન માત્ર છે. અને અવધિ આદિ ત્રણ જ્ઞાન પદાર્થને સાક્ષાત્ ગ્રહણ કરનાર હોવાથી પ્રત્યક્ષ છે.
આમ, નારકીની સત્તાસિદ્ધિમાં પ્રત્યક્ષ અને પરોક્ષની સિદ્ધિ કરી તેમાં મને કેવળજ્ઞાન રૂપ મારા પ્રત્યક્ષ જ્ઞાનથી નારકીઓ જણાય છે માટે તું માન. તથા જેમ જઘન્ય-મધ્યમ-પાપનું ફળ ભોગવનાર મનુષ્ય-તિર્યંચો છે તેમ ઉત્કૃષ્ટ પાપોનું ફળ ભોગવનાર નારકી પણ તું માની લે.