________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૪૫
હોવાથી સામગ્રીનો અભાવ રહેતો નથી. તેમજ અનુત્પન્ન સામગ્રીનો પણ સદ્દભાવ રહેતો નથી એટલે જગત્ શૂન્ય જ પ્રાપ્ત થાય છે.
(પ) જે વસ્તુ અદશ્ય હોય છે તે ખરશિંગની જેમ જણાતી ન હોવાથી અવિદ્યમાન જ હોય છે. અને ઘટ-પટ-સ્તંભ-ભીત વગેરે જે દશ્ય વસ્તુ છે તેનો પાછળનો, વચ્ચેનો ભાગ આગળના ભાગથી આવરિત હોવાથી જણાતા નથી, એટલે તે પણ અવિદ્યમાન છે. વળી આગળનો ભાગ અવયવવાળો હોવાથી બીજા ભાગથી આવરિત છે તે ભાગ પણ બીજા આગળના ભાગથી ઢંકાયેલો છે આમ, છેક આગળનો ભાગ પરમાણુ પ્રતરરૂપ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી એટલે એક પણ ભાગ જણાતો ન હોવાથી સર્વ વસ્તુ સમૂહની ઉપલબ્ધિ થતી નથી માટે સર્વજગત્ શૂન્ય છે.
વ્યક્તિના સંશયોનો પરમાત્મા દ્વારા જવાબ -
(૧) કાર્ય-કારણભાવની સાપેક્ષતા - હે વ્યક્ત ! ભૂતોનો અભાવ માનીને સંશય ન કર. કેમકે તેનો જો અભાવ હોય તો આકાશ-કુસુમની જેમ સંશય ન થાય. માત્ર તેના અભાવનો જ નિશ્ચય થાય. જેની વિદ્યમાનતા હોય તેનો જ સ્થાણુ કે પુરુષની જેમ સંશય થાય. અથવા સર્વશૂન્યતામાં પણ સ્થાણુ આદિમાં સંશય થાય છે. અને આકાશ કુસુમાદિમાં નથી થતો. એમાં કયો વિશેષ હેતુ છે? કારણ કે વિશેષ હેતુના અભાવે તો સર્વત્ર સંશય થવો જોઈએ. અથવા નિયામકના અભાવે વિપર્યય થવો જોઈએ. વળી પ્રત્યક્ષ-અનુમાન-આગમ પ્રમાણોથી જયારે પદાર્થોની પ્રસિદ્ધિ થાય. ત્યારે કોઈ વખત વસ્તુમાં સંશય થાય પણ જ્યારે સર્વપ્રમાણ અને તેના વિષયોનો અભાવ હોય ત્યારે સંશય ક્યાંથી થાય ? કેમકે સંશય-વિપર્યયઅનધ્યવસાય-નિર્ણય એ જ્ઞાનના પર્યાયો છે તે શેયની સાથે સંબંધવાળા હોય છે. સર્વશૂન્યતામાં તો શેયનો પણ અભાવ થાય એટલે તારો સંશય બરાબર નથી. તે સૌમ્ય ! તે ભાવો વિદ્યમાન છે કેમકે તેના સંબંધી તને સંશય થાય છે. જેનો સંશય થાય તે વસ્તુ સ્થાણુપુરુષની જેમ વિદ્યમાન હોય છે અને જે વસ્તુ આકાશ કુસુમની જેમ અવિદ્યમાન છે તેનો સંશય ન થાય. જો તુ સ્થાણુ-પુરુષનું દૃષ્ટાંત અસિદ્ધ માનતો હોય તો તે અયોગ્ય છે. કેમકે તે સ્થાણુ-પુરુષાદિ ભાવોને તો તું અવિદ્યમાન માને છે. એટલે સર્વ ભાવોના અભાવમાં સંશયનો પણ અભાવ જ થાય.
પ્રશ્ન-૭૯૫– “સ્વપ્નમાં વસ્તુનો સર્વથા અભાવ છતાં સંશય થાય છે. જેમકે કોઈ મનુષ્ય સ્વપ્નમાં પોતાના ઘરના આંગણામાં આ હાથી છે કે પર્વત? એવો સંશય કરે છે ત્યાં કાંઈ ન હોવા છતાં એવો સંશય થાય છે તો અન્યત્ર પણ વસ્તુના અભાવમાં સંશય કેમ ન થાય?