________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તો જ્યાં શુન્યતા નથી ત્યાં શું છે ? વસ્તુ કે અન્ય કાંઈ ? વળી પાછળનો ભાગ પણ જણાય છે. એટલે વ્યતિરેક વ્યાપ્તિ પણ સિદ્ધ ન થવાથી હેતુ અહેતુ થાય છે.
૫૪
પ્રશ્ન-૮૦૨ તો ગધેડાના શિંગડાની જેમ પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી એટલે તેની અપેક્ષાએ આગળનો ભાગ પણ નથી માટે સર્વશૂન્યતા છે એમ માનો ને ?
-
ઉત્તર-૮૦૨ – ના, કેમકે પ્રતિ-અક્ષ એટલે ઈન્દ્રિય તરફ જે હોય તે પ્રત્યક્ષ, ન હોય તે અપ્રત્યક્ષ. આ અપ્રત્યક્ષ હેતુ કહેવાથી ઈન્દ્રિય અને અર્થની સત્તા પ્રાપ્ત થાય છે એટલે સત્તાની સિદ્ધિમાં શૂન્યતા માનો તો અપ્રત્યક્ષત્વ ક્યાં ટકશે ? અથવા ઈન્દ્રિય અને અર્થના અભાવે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષનો વ્યવહાર નહિ થઈ શકે.
તથા, જેમ તારું સંશયવિજ્ઞાન બીજાને અપ્રત્યક્ષ છતાં છે તેમ કોઈક વસ્તુ અપ્રત્યક્ષ છતાં છે, એટલે અપ્રત્યક્ષ હેતુ વ્યાભિચાર દોષવાળો છે. અને જો તારું સંશયવિજ્ઞાન ન હોય તો શૂન્યતા કઈ ? અથવા કોની ? અને કોને જાણી ?
આમ, યુક્તિઓથી શૂન્યતાનું નિરાકરણ કરી ભગવાન ભૂતની સિદ્ધિ જણાવે છે - વ્યક્ત ! તું તારા સ્વસ્વરૂપની જેમ પ્રત્યક્ષ એવા પૃથ્વી-જલ-અગ્નિમાં સંશય કરે છે તે યોગ્ય નથી અને અપ્રત્યક્ષ એવા વાયુ અને આકાશમાં સંશય થાય તે પણ યોગ્ય નથી. કેમકે અનુમાનથી તેની પણ સિદ્ધિ થાય છે. જેમ રૂપ વગેરે ગુણો દેખાવાથી ઘટ તેનો ગુણી છે તેમ સ્પર્શ વગેરે ગુણો હોવાથી વાયુ તેનો ગુણી છે, વળી જળનો આધાર જેમ ઘટ છે. પૃથ્વીપાણી-અગ્નિ અને વાયુનો કોઈ આધાર છે. તે જ આકાશ છે. એ રીતે જીવ અને શરીરને આધારાદિ ઉપયોગ ધર્મવાળા એ ભૂતો પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે. વળી શસ્રોપહત સિવાય પૃથ્વી-અપ્-તેજ-વાયુ એ ચારે ભૂત સચેતન છે.
પ્રશ્ન-૮૦૩ – તે સચેતન કઈ રીતે ?
ઉત્તર-૮૦૩ – તેમાં જીવનું લક્ષણ જણાય છે માટે, તથા આકાશ અમૂર્ત હોવાથી ફક્ત આધારભૂત જ છે, તેથી તે સજીવ નથી.
પૃથ્વી આદિ સજીવનું લિંગ :
--
જન્મ-જરા-જીવન-મરણ-ઘારુઝાવો-આહાર-દોહદ-રોગ અને ચિકિત્સા જેમ સ્ત્રીને થાય છે તેમ વનસ્પતિને પણ થાય છે તેથી તે સચેતન છે.